ત્રણ હજાર કરોડનું કૌભાંડ અને કોર્ટમાં 700થી વધુ ચેક રિર્ટન કેસનો સામનો કરી રહેલા અનિલ સ્ટાર્ચ મિલ કૌભાંડના આરોપી અમોલ શેઠની સ્માર્ટ નહીં પણ સાદો ફોન વાપરવાની સ્માર્ટનેસથી ત્રણ હજાર કરોડનો કાંડ તો કર્યો પણ તેમાંથી તે લાંબો સમય બચી શક્યો નહોતો. ક્રાઈમબ્રાંચે આરોપીની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી સાદો ફોન મળી આવતાં અધિકારીઓ પહેલા તો આૃર્યચકિત થઈ ગયા હતા. કૌભાંડની રકમમાંથી કરેલા રોકાણો અને અન્ય વિગતો છૂપાવવા માટે આરોપી અમોલ શેઠએ સાદો ફોન જોડે રાખીને ચાલ રમી હોવાની પોલીસને શંકા છે. જેના પગલે આરોપી સ્માર્ટ ફોન વાપરતો હતો કે નહી તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. અનિલ સ્ટાર્ચ મિલના ડિરેક્ટર અમોલ શેઠ સહીતની કૌભાંડી ટોળકીનું 3.50 કરોડની ઠગાઈનું વધુ એક કારસ્તાન તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે આજે ઠગાઈનો ભોગ બનેલા વેપારી ક્રાઈમબ્રાંચમાં આરોપી વિરૃદ્ધ ફરિયાદ નોંધાવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આરોપીઓના બેંક સ્ટેટમેન્ટમાં પોલીસને કોઈ મોટું બેલેન્સ હોવાની વિગતો મળી ન હતી.
સરકારી એજન્સી, એસબીઆઈ સહીતની સાત બેંકો, 100થી વધુ રોકાણકારો, કંપનીઓ, ચાર રાજ્યના વેપારીઓ તેમજ કંપનીના સરકારી કર્મચારીઓ સાથે ઠગાઈ કરીને રૂ.હજાર કરોડનું તોતિંગ કૌભાંડ આચરનાર અનિલ સ્ટાર્ચ મિલના ડિરકેટર અમોલ શેઠ અને તેના મળતીયાઓની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરતા એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે. અમોલ શેઠ સહીતના ત્રણ આરોપીઓ સામે નોંધાયેલી અત્યાર સુધીની બે ફરિયાદમાં આરોપી સમપ્રિત મહેન્દ્ર શેઠને એક દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા તેમજ આરોપી અમોલ શેઠને જેલ હવાલે કરવામાં આવ્યો છે. ક્રાઈમબ્રાંચની તપાસમાં આરોપી અમોલ શેઠ સહીતના લોકોએ અમદાવાદના વેપારી પાસેથી રૂ.3.50 કરોડથી વધુની મતાની મકાઈ ખરીદીને રૂપિયા ચુકવ્યા ન હોવાનો ખુલાસો થયો છે. આ મામલે આજે ક્રાઈમબ્રાંચમાં વેપારી દ્વારા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવશે તેવી વિગતો મળી છે.
ક્રાઈમબ્રાંચે આરોપી અમોલ શેઠની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી પોલીસને સાદો ફોન મળી આવ્યો હતા. આ ફોનમાંથી કેસની તપાસમાં ફ્ળદાયી નિવડે તેવી કોઈ વિગતો મળી આવી નથી. પોલીસને શંકા છે કે, આરોપીએ ઠગાઈના રૃપીયાના રોકાણ અંગેની વિગતો અને પોતાના અન્ય કારનામા તેમજ સંપર્કો છૂપાવવા માટે સ્માર્ટ ફોન છૂપાવીને રાખ્યો હશે. પોલીસ આરોપી અમોલ શેઠના અન્ય મોબાઈલ નંબર અને સ્માર્ટ ફોન અંગે તપાસ કરી રહી છે. આરોપીના ત્યાંથી મળી આવેલા લેપટોપ તેમજ અન્ય ડોક્યુમેન્ટની પણ તપાસ ચાલી રહી છે.
2016થી બેંક સ્ટેટમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે
ક્રાઈમબ્રાંચે અનિલ સ્ટાર્ચ મિલના ડિરેક્ટર અમોલ શેઠ સહીતના આરોપીઓના તેમજ કંપનીના બેંક સ્ટેટમેન્ટ કઢાવી તપાસ શરૂ કરી છે. જો કે, બેંક સ્ટેટમેન્ટમાં કોઈ મોટું બેલેન્સ જોવા મળ્યું નથી. તપાસ એજન્સીએ આ તમામ બેંક સ્ટેટમેન્ટ 2016થી તપાસવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આરોપીઓની કંપનીના બેંક ખાતા તેમજ તેઓના પર્સનલ બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા કયાંથી આવ્યા તેમજ કયાં ગયા તે તપાસ ચાલી રહી છે. આ બેંક એકાઉન્ટની વિગતો પરથી પોલીસને કૌભાંડની રકમ કઈ રીતે કાઢવામાં આવી તેની વિગતો મળે તેમ છે.