ગુજરાતમાં ઠંડીના ચમકારો રાજ્યના વિવિધ ભાગોમાં અનુભવાઇ રહ્યો છે. ત્યારે નવા વર્ષમાં ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.
ડિસેમ્બર-જાન્યુઆરીમાં આકરી ઠંડીની સંભાવના
ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે. તો હજુ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યાં છે. રાજ્યના કેટલાક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય તેવી ઠંડી પડી. વલસાડ અને નલિયામાં લધુત્તમ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.