ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં BBA, BCA અને MSW કોર્ષ ચલાવવાની મંજૂરી ન મળી. તેમજ UGCના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરોએ મંજૂરી આપી નથી. યુનિવર્સિટીઓએ દર પાંચ વર્ષે મંજૂરી લેવાની હોય છે. તેમાં કાયમી સ્ટાફ ન હોવાથી એક સત્ર માટે મંજૂરી નહીં.
1,045 વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ
1,045 વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રજીસ્ટ્રારે જણાવ્યું છે કે પ્રક્રિયા અભ્યાસક્રમ ચલાવવા માટે કરી હતી. એડમિશન સમયે વિધાર્થીઓને જાણ કરાઈ હતી. ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પાસે 4 કોર્સમાં કાયમી સ્ટાફની અછતને કારણે એક સત્ર માટે મંજૂરી આપવામાં આવી નથી. આંબેડર યુનિવર્સિટીને BBA, BCA, BBA - AT અને MSW જેવા કોર્ષ ચલાવવાની મંજૂરી ના મળતા 1,045 વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના રજીસ્ટ્રારે નિયમ મુજબ પ્રક્રિયા અભ્યાસક્રમ ચલાવવા માટે કરી હતી. તેમજ વેબસાઇટ પર પણ આ એડમીશન સમયે વિદ્યાર્થીઓને જાણ કરાઈ હતી.
જાણો ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વિશે:
જો તમે ધોરણ -12 પાસ કર્યું ન હોય કે પછી 10માં ધોરણથી ઓછું ભણેલાં છો તો ગ્રેજ્યુએટ સુધી ભણવા માટે આંબેડકર ઓપન યુનિવર્સિટી સૌથી બેસ્ટ છે. જ્યાં તમે ઘરે રહીને, ધંધો કે નોકરી કરતાં બી.એ. પાસ કરી શકો કે બી.કોમ. કરી શકો. બીજા સર્ટિફિકેટ કોર્સ પણ આ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવે છે. જે તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકારે કરી છે. ભારત સરકારે સ્થાપેલી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જે રીતે અંગ્રેજીમાં અને હિન્દીમાં ભણાવે છે તેવી જ રીતે આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાતીમાં ભણાવે છે. જેમાં બી.એ. કે બી.કોમ. કરો તો એની માન્યતા વેલ્યૂ બીજી યુનિવર્સિટીના બી.એ. અને બી.કોમ. સમકક્ષ જ છે.