CM ભૂપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યાં છે. જેમાં નામાંકન પહેલા અડાલજ અને નીરુમાં સમાધિના દર્શન કર્યા છે. તેમજ CMએ જનતા વચ્ચે જઈને શક્તિ પ્રદર્શન કર્યું છે. તથા રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં છે.
શક્તિપ્રદર્શન બાદ ભૂપેન્દ્ર પટેલ ફોર્મ ભરશે
ઉલ્લેખનીય છે કે શક્તિપ્રદર્શન બાદ ભૂપેન્દ્ર પટેલ ફોર્મ ભરશે. વર્ષ 2017માં ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી જીત્યા હતા. તથા ઘાટલોડિયા બેઠક પરથી સીએમ નામાંકન પત્ર ભરશે. ત્યારે અમિત શાહે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પછીનાં ભાવિ મુખ્યમંત્રી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રભાતચોક ખાતે ઉપસ્થિત રહ્યાં છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે ભાજપ હંમેશા વિકાસની રાજનીતિ કરે છે. ઘાટલોડિયા મતક્ષેત્રના દરેક નાગરિક મારા પરિવાર છે. BJP હંમેશા પરિવાર ભાવનાથી ચાલતી ભાવના છે. નાગરિકોનો સાથ સહકાર રહ્યો છે.
365 દિવસમાંથી 250 દિવસ કરફ્યૂ રહેતો
અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું છે કે 1990થી ભાજપ ગુજરાતમાં જીતતી આવી છે. ભાજપનાં કાર્યકરો પર ગુજરાતની જનતાની કૃપા છે. ભાજપ બધા વિક્રમ તોડી સરકાર બનાવશે. 1995થી 2022નો કાળખંડ શાસનનું ઉત્તમ ઉદાહરણ છે. 1985 થી 1995 સુધી કોમી હુલ્લડોમાં પીડાતું હતું ગુજરાત. 365 દિવસમાંથી 250 દિવસ કરફ્યૂ રહેતો. એવા યુવાનો છે આજે જેમણે જીવનમાં કરફ્યૂ જ નથી જોયો. તુષ્ટીકરણને સ્થાને ભાજપે ન્યાયનો માહોલ બનાવ્યો છે. વિકાસને દરેક જિલ્લામાં પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે. ગામડામાં 24 કલાક વિજળી પહોંચાડવાનું કામ ભાજપે કર્યુ છે. 1984-86માં ગુજરાતમાં દુકાળ પડ્યો હતો. ત્યારે ગુજરાતમાં ભાજપે જળસંચયનું અભિયાન શરૂ કર્યું છે. ઘાટલોડિયાવાળા કહો કાશ્મીર આપણું છે કે નહીં. કાશ્મીરમાંથી 370ની કલમ હટવી જોઇએ કે નહીં તે કહો તેમ પણ અમિત શાહે કહ્યું હતુ.