બેંકિંગ વર્તુળોના જણાવ્યા મુજબ બેંક્સ પ્રથમ તબક્કામાં 22 જેટલી કંપનીઓની મોટી નોન-પરફોર્મિંગ એસેટ્સ(એનપીએ)નું વેચાણ નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની(એનએઆરસીએલ)ને કરશે. આવી એનપીએમાં વિડિયોકોન ઓઈલ વેન્ચર્સ, એમટેક ઓટો, રિલાયન્સ નેવલ, લવાસા કોર્પોરેશન, જેપી ઈન્ફ્રાટેક અને કાસ્ટેક્સ ટેક્નોલોજિસ જેવી કંપનીઓની એનપીએનો સમાવેશ થાય છે.
અગાઉ આ કંપનીઓને ડેટ રેઝોલ્યુશન માટે ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્ટ્રપ્સી કોડ 2016 હેઠળ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ(એનસીએલટી) સમક્ષ લઈ જવામાં આવી હતી. જોકે એનસીએલટીમાં લાંબી કાયદાકીય લડાઈને કારણે આ એનપીએ એકાઉન્ટ્સના ઉકેલમાં લાંબા વિલંબને જોતાં લેન્ડર્સ તેમને એનએઆરસીએલમાં વેચાણ કરવાનું વિચારી રહ્યાં છે.
એનએઆરસીએલની રચના તાજેતરમાં વિવિધ બેંક્સ દ્વારા કરવામાં આવી છે. જેનો હેતુ સ્ટ્રેસ્ડ એસેટ્સને એક જગ્યાએ એકઠી કરી પાછળથી તેના ઉકેલનો છે. એનએઆરસીએલને પ્રથમ તબક્કાના વેચાણમાં બેંકો રૂ. 90 હજાર કરોડના ડેટનું વેચાણ કરશે.
વર્તુળોના જણાવ્યા મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વિડિયોકોન ઓઈલ વેન્ચર્સમાં તેની રૂ. 22,532 કરોડની બેડ લોન્સનું વેચાણ કરવાનું આયોજન કરી રહી છે. જ્યારે યુનિયન બેંક એમટેક ઓટોમાં તેના રૂ. 9 હજાર કરોડના એક્સપોઝરનું વેચાણ કરશે. આઈડીબીઆઈ બેંક રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગમાં રૂ. 8934 કરોડની બેડ લોન્સ વેચશે.
યુનિયન બેંક લવાસા કોર્પોરેશનના રૂ. 1400 કરોડના ડેટને પણ એનએઆરસીએલને ટ્રાન્સફર કરશે. વર્તુળો જણાવે છે કે જ્યારે વિડિયોકોન ઓઈલ વેન્ચર્સના ડેટ રેઝોલ્યુશન વખતે બેંકર્સને સારી ઓર્ફ્સ મળી નહોતી. આ ઉપરાંત વિડિયોકોન ઓઈલની પેરન્ટ કંપની વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝના ડેટ રેઝોલ્યુશનને કારણે પણ તેના પર પ્રતિકૂળ અસર ઊભી થઈ હતી.
રિલાયન્સ નેવલના કેસમાં મુંબઈ સ્થિત હેઝલ મર્કેન્ટાઈલ તરફ્થી બેંક્સને રૂ. 2100 કરોડની ઓફર મળી હતી. જ્યારે નવીન જિંદાલ ગ્રૂપ તરફ્થી રૂ. 400 કરોડની અન્ય ઓફર મળી હતી. લવાસાને લઈને બે ઓર્ફ્સ મળી છે. જોકે લેન્ડર્સ તેને લઈને હજુ કોઈ નિર્ણય લઈ શક્યાં નથી. આ બે ઓર્ફ્સમાં એક ધીર હોટેલ્સ તરફ્થી અને બીજી ડાર્વિન પ્લેટફેર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ્થી મળી છે.
એનએઆરસીએલે ઓક્ટોબરમાં બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ) તરફ્થી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની તરીકે કામગીરી માટેનું લાઇસન્સ મેળવ્યું હતું. તે આગામી માર્ચ મહિનાથી કામગીરીની શરૂઆત કરે તેવી શક્યતા છે.