ઘરમાં ઈન્ટરનેટ કનેક્શન માટે વાઈ ફાઈ રાઉટર ખૂબ જ અગત્યનું ડિવાઈસ છે. તમે નોંધ્યું હશે કે ઘણાં લોકોનાં ઘરમાં તે સારી રીતે કામ કરતું હશે જ્યારે અમુક લોકોને ત્યાં તેના કનેક્શન અને સિગ્લનને લઈને સતત ફરિયાદો રહેતી હશે. સામાન્ય રીતે લોકો ખોટી જગ્યાએ રાઉટર રાખવાને કારણે આવી સમસ્યાનો સામનો કરતા હોય છે. ત્યારે અહીં તમને વાઈ ફાઈ રાઉટરની બેસ્ટ પોઝિશન વિશે જણાવીશું. જેનો અમલ કરવાથી તમે આ સમસ્યાને ઉકેલી શકશો.
જમીન કે માળ પર ન રાખો વાઈ ફાઈ રાઉટરથી મળતી સ્પીડ પર મેટલ કે કોંક્રીટ જેવી દિવાલોની આડશની અસર થાય છે. તેના કારણે સ્પીડમાં ઘટાડો થાય છે અથવા સિગ્નલ બરાબર મળતા નથી. એટલે એ ચોક્કસ જોવું કે વાઈ ફાઈ રાઉટરની વચ્ચે કોઈ અવરોધ ન આવતો હોય. સાથે જ રાઉટરને જમીન પર રાખવાથી પણ બચવું જોઈએ. કેમ કે તેનાથી પણ સિગ્નલની ક્ષમતા નબળી પડી જાય છે.
રાઉટરની સામે કોઈ અવરોધ કે આડશ ન હોવી જોઈએ
ઘણીવાર આપણે જોયું કે કેટલાક લોકોના ઘરમાં રાઉટરની વચ્ચે અનેક પ્રકારની આડશો આવતી હોય છે. કોઈ ઘરમાં રાઉટર પુસ્તકો વચ્ચે દબાયેલું હોય છે, તો ક્યાંક તે ટીવી કે કમ્પ્યૂટરની બાજુમાં દેખાય પણ નહીં એવી રીતે પડયું હોય છે. જો તમે રાઉટર યોગ્ય સિગ્નલ અને સ્પીડ આપે તેમ ઈચ્છતા હો તો તેને એવી કોઈ જગ્યાએ ન રાખો જ્યાં પહેલેથી જ ઘણો બધો સામાન્ પડયો હોય. વાઈ ફાઈ રાઉટર પાસે મેટલનો કોઈ સામાન પણ ન રાખવો, કેમ કે તેનાથી સિગ્નલ પર અસર પડે છે.
રાઉટરને ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રાખો
વાઈ ફાઈ રાઉટરને કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ પાસે ન રાખો. ટીવી, બેબી મોનીટર, બ્લૂટૂથ હેડસેટ, ફ્રીજ જેવા ઈલેક્ટ્રોનિક્સ સામાનથી રાઉટરને બને તેટલું દૂર રાખો. આમ કરવાથી તેના પર તે ડિવાઈસની અસર નહીં પડે અને તમને પહેલા કરતા વધુ સારો સિગ્નલ અને કનેક્ટિવિટી મળશે.
વાઈ ફાઈ પર લાગેલા એન્ટિનાને સીધું રાખો
સામાન્ય રીતે તમામ રાઉટરો પર બહારની સાઈટમાં એક એન્ટિના લાગેલું હોય છે. જેને એડજસ્ટ કરીને સિગ્નલ સુધારી શકાય છે. ઘણીવાર તમે જોયું હશે કે આ એન્ટિના વળેલું હોય છે. જેના કારણે સિગ્નલ બરાબર મળતાં નથી. તેને સીધું રાખવાથી આ સમસ્યાને ઉકેલી શકાશે.