ટેક્નોલોજીના આ યુગમાં ઘરમાં જેટલા સભ્યો હોય તે તમામની પાસે સ્માર્ટફોન હોય છે. પરંતુ હવે આ ડિવાઈસની સુરક્ષા યુઝર્સ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કેમ કે, આજકાલ હેકર્સ યુઝર્સના ડિવાઈસને ટ્રેક કરવાથી લઈને ડેટા ચોરી કરવા સુધીનો પ્રયાસ કરે છે. એવામાં આ ચાર કોડ તમારી મદદ કરી શકે છે. સામાન્ય રીતે સ્માર્ટફોન યુઝર્સને એ જાણકારી નથી હોતી કે, તેમનું ડિવાઈસ કોઈ ટ્રેક કરી રહ્યું છે કે અથવા તેમના કોલને બીજે ક્યાંક ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે. એવામાં આ કોડ તમને તમારા મોબઈલ ટ્રેક થઈ રહ્યો છે નહીં તેના વિશે જાણકારી આપશે.
કોડ *#62#
જ્યારે કોઈ તમને કોલ કરે છે, તો ઘણી વખત તમારો નંબર નો-સર્વિસ અથના નો-આન્સર બોલે છે. ત્યારે આવા કિસ્સામાં તમે ફોનમાં આ કોડ ડાયલ કરીને છો કે, કોઈએ તમારા નંબરને રીડાયરેક્ટ તો નથી કર્યોને તે તપાસી શકો છો. તે ઉપરાંત તમારો નંબર ઓપરેટરના નંબર પર રીડાયરેક્ટ કરવામાં આવે છે.
કોડ *#21#
તમારા ફોનમાં આ કોડને ડાયલ કરવાથી તમે સરળતાથી એ જાણી શકો છો કે, કોઈએ તમારા મેસેજ, કોલ અથવા ડેટાને અન્ય જગ્યાએ ડાઈવર્ટ તો નથી કર્યાને.
કોરોના વાઇરસથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી
કોડ ##002#
આ કોડ સ્માર્ટફોન માટે બહુ ખાસ છે, કેમ કે, તેની મદદથી તમે સરળતાથી તમે કોઈ પણ ફોનની તમામ ફોરવર્ડિંગને ડિ-એક્ટિવ કરી શકો છો. જો તમને એવું લાગે છે કે, તમારો કોલ ડાઇવર્ટ થઈ રહ્યો છે તો તમે આ કોડને ડાયલ કરીને ડાઇવર્ટને સરળતાથી બંધ કરી શકો છો.
કોડ *#*#4636#*#*
આ કોડની મદદથી તમે તમારા ફોન વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. જેમ કે, ફોનમાં કઈ બેટરી છે, વાઈ-ફાઈ કનેક્શન ટેસ્ટ, ફોનનું મોડેલ, રેમ વગેરે. આ કોડને ડાયલ કરવા પર તમારા પૈસા કટ નહીં થાય.