Twitterના નવા CEO હવે પરાગ અગ્રવાલ હશે. પરાગ અગ્રવાલ અગાઉ કંપનીમાં CTO (Chief Technology Officer) તરીકે કામ કરતા હતા. તેમની સીઈઓ તરીકેની નિમણૂક થયા પછી ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પણ તેમની પ્રશંસા કરી છે.
તેમણે ભારતીય પ્રતિભાની પ્રશંસા કરવા ટ્વીટ પણ કરી છે. Stripe Company ના CEO અને સહ-સ્થાપક પેટ્રિક કોલિસનના ટ્વીટ પર રિપ્લાય કરતા એલન મસ્કે લખ્યું, ‘અમેરિકાને ભારતીય ટેલેન્ટથી ઘણો ફાયદો થયો છે.’
પેટ્રિક કોલિસને, પરાગ અગ્રવાલને અભિનંદન આપતા લખ્યું – ‘Google, Microsoft, Adobe, IBM, Palo Alto, Networks અને હવે Twitter ચલાવતા તમામ CEO ભારતમાં ઉછર્યા છે. ટેકની દુનિયામાં ભારતીયોની અદ્ભુત સફળતા જોઈને ખુશી થઈ રહી છે. પરાગને અભિનંદન.’
આ ટ્વીટના જવાબમાં ટેક એક્સપર્ટ એલોન મસ્કે રિપ્લાય આપ્યો. પેટ્રિક કોલિસન સાથે સહમત થતા તેમણે ભારતીય પ્રતિભાના વખાણ કર્યા હતા. જણાવી દઈએ કે પરાગ અગ્રવાલે IIT બોમ્બેમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. ટ્વિટરમાં તેઓ 2018થી ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે. ટ્વિટર સાથે જોડાતા પહેલા તેમણે AT&T Labs, Microsoft અને Yahoo સાથે પણ કામ કરી ચુક્યા છે.
ઘણા ભારતીય અમેરિકન ટેક કંપનીઓમાં લીડરશિપ પોઝિશન પર છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદેલા બાદ હવે ટ્વિટરના સીઈઓ પરાગનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.
ટ્વિટર પર સીઈઓ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરતા ડોર્સીએ કહ્યું કે તેમણે કંપનીમાં 16 વર્ષ સુધી અલગ-અલગ હોદ્દા પર કામ કર્યું છે. હવે તેમના માટે ટ્વિટર છોડવાનો સમય આવી ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને પરાગ પર પૂરો વિશ્વાસ છે અને તે કંપનીને પ્રેમ કરે છે.