બીજી સપ્ટેમ્બરથી શાળાઓમાં ૫૦% ક્ષમતા સાથે ધો. ૬થી ૮ના વર્ગો શરૃ
ગુજરાતમાં માધ્યમિક અને તેથી ઉપરના વર્ગમાં બાદ સરકારે જન્માષ્ટમી પછી બીજી સપ્ટેમ્બરને ગુરુવારથી ધોરણ ૬થી ૮માં ઓફલાઈન શિક્ષણ શરૃ કરવા શાળાઓને મંજૂરી આપી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય સંદર્ભે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, કોરોના ચેપ નિયંત્રણની ર્જીંઁના ચુસ્ત પાલન સાથે આગામી સપ્તાહે ૩૦ હજાર શાળાઓમાં ૫૦ ટકા કેપેસિટીમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૃ થશે.
ઊપલા વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બાદ ઓક્ટોબરમાં નવરાત્રિના તહેવાર બાદ ધોરણ ૧થી પાંચ માટે પણ ક્લાસરૃમમાં શિક્ષણ શરૃ કરવા સરકાર આગળ વધી રહી છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં પહેલાથી જ પ્રાથમિક શાળાઓ ખૂલી ગઈ છે. સંભવિત થર્ડ વેવ પહેલા ગુજરાતમાં ૧૮ કે તેથી વધુ વયજૂથના ૪.૩૦ કરોડ જેટલા નાગરિકોનું વેક્સિનેશન થયું છે. એકાદ મહિનામાં ૧૨થી ૧૮ વર્ષના બાળકો માટે પણ વેક્સિનેશન શરૃ થવાની શક્યતાઓ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહે કોવિડ-૧૯ના ચેપના ફેલાવાની સમીક્ષા કર્યા બાદ પાંચમા ધોરણથી નીચેના ક્લાસરૃમ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાશે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીડિયા સમક્ષ કહ્યું કે, મંત્રીમંડળના નિર્ણયથી રાજ્યમાં ર૦ હજારથી વધુ સરકારી સહિત કુલ ૩૦ હજાર શાળાઓમાં ધોરણ ૬થી આઠમાં કુલ ૩૨ લાખ વિદ્યાર્થીઓ માટે બીજી સપ્ટેમ્બરને ગુરુવારથી વર્ગખંડમાં શિક્ષણ શરૃ થશે. આ વર્ગો વિદ્યાર્થીઓની સંખ્યાના ૫૦ ટકા ક્ષમતા સાથે શરૃ કરવામાં આવશે.
તેના માટે વાલીઓનો સંમતિપત્ર અનિવાર્ય છે. જે વાલી સંમતિ આપે તેમના બાળકોને જ પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું રહેશે. હાલમાં જે રીતે ઓનલાઈન શિક્ષણ ચાલે છે તે પણ શાળાઓ શરૃ થયા પછી યથાવત્ જ રહેશે. એલું જ નહી, રાજ્યમાં પહેલાથી ધોરણ ૯થી ૧૨ના વર્ગોમાં જે રીતે શિક્ષણકાર્ય ચાલે છે અને તેના માટે જે ર્જીંઁ અમલમાં ઔછે, કોરોના ચેપ નિયંત્રણ માર્ગર્દિશકા છે તેનો ધોરણ ઔ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે શાળાઓએ ઔચુસ્ત અમલ કરવાનો રહેશે.