કોરોનાએ અર્થતંત્રની ગાડીને ધક્કે ચડાવી હતી એ દરમિયાન આર્થિક મુશ્કેલીઓ વધી હતી. આ મામલે RBI સતત કાર્યરત છે સમયાંતરે તેની બેઠક યોજાતી રહે છે. આવી જ એક ખુબજ મહત્વપૂર્ણ કહી શકાય તેવી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક બુધવારે યોજાઇ હતી. હવે તે બેઠકના પરિણામો બહાર આવ્યા છે. બેઠકમાં RBIએ ફરી એકવાર વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિની સમીક્ષા માટેના પ્રસ્તાવો જાહેર કર્યા. શક્તિકાંત દાસે રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા રાખ્યો છે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની દ્વિમાસિક ત્રણ દિવસની બેઠક 4 ઓગસ્ટથી શરૂ થઈ હતી અને 6 ઓગસ્ટ સુધી ચાલી હતી.
નિષ્ણાતોનો શું છે અભિપ્રાય?
નિષ્ણાતોનું માનવું છે કે કોવિડ -19 મહામારીની ત્રીજી લહેર અને છૂટક ફુગાવો વધવાની આશંકા વચ્ચે ભારતીય રિઝર્વ બેંક આ અઠવાડિયે મુખ્ય નીતિ દરમાં ફેરફાર નહીં કરે. બોફા ગ્લોબલ રિસર્ચ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ 6 ઓગસ્ટની સમીક્ષામાં યથાવત સ્થિતિ જાળવી રાખશે. છેલ્લી બેઠકમાં પણ વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી.
જૂનમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ જૂનમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIના ગવર્નર શક્તિકાંત દાસે કોઈ ફેરફાર કર્યા વગર રેપો રેટ 4 ટકા રાખવાનો નિર્ણય કર્યો હતો. તે જ સમયે, રિવર્સ રેપો રેટ 3.35 ટકા રાખવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્રીય બેંક તેની નાણાકીય નીતિ વલણને લચીલુ રાખશે. મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે નાણાકીય નીતિમાં કેન્દ્રીય બેંકના રેપો રેટની જૂનમાં કોઈ અસર થશે નહીં.