સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (સીઈઈ) દ્વારા 10થી 22 માર્ચ દરમિયાન 'હૉલિ સેફ ફેસ્ટિવલ' કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલો અને શહેરની સોસાયટીઓમાં આ કેમ્પેઈન ચાલુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રવીવારના રોજ ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, અમદાવાદ જુનિયર સ્કૂલ અને દિવ્ય જ્યોત સ્કૂલમાં આ કેમ્પેઈન યોજાયું હતું. જેમાં એક્સપર્ટે ઈકો ફ્રેન્ડલી હોળી રમવા માટે જુદા-જુદા કલર્સ કેમ બનાવવા તેનો ડેમો એક્સપર્ટ આપ્યો હતો. આ અંગે સીઈઈના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અને એક્સપર્ટ એવા પ્રિયા નાયર કહે છે કે, 'કેમિકલ કલર્સના કારણે શરીરને નુકશાન થાય છે. જેમાં અસ્થમા, સ્કિન એલર્જી જેવા રોગો થઈ શકે છે.
આ સાથે જો કોઈ મહિલા પ્રેગ્નન્ટ હોય તો પણ આવનાર બાળકને હેલ્થના પ્રોબ્લમ થઈ શકે છે.જેવી રીતે ઈમ્યુનિટીઝ ઓછી થવી જેના કારણે અન્ય બિમારી આવી શકે છે. જેથી અમે શહેરીજનોને ઈકોફ્રેન્ડલી હોળી રમવાનો મેસેજ આપીએ છીએ. આ સાથે તેઓ જાતે જ ઘરે કલર બનાવી શકે તે પ્રકારે ડેમો પણ આપીએ છીએ. ખાસ કરીને બાળકો કે જેઓ આ અંગે ઓછા અવેર હોય છે તેમને અમે તેમની જ સ્કૂલમાં જઈને ઈકોફ્રેન્ડલી કલર બનાવતા શિખવીએ છીએ.'
વાઇરસ નો નાશ કરવા પ્રગટાવતી વૈજ્ઞાનિક હોળી નું મહત્વ જાણો....
* આ રીતે ઘરેથી જ બનાવો ઈકોફ્રેન્ડલી કલર