Hair Care Tips for Navratri 2022: નવરાત્રીમાં સ્ટાઇલિંગ અને કેમિકલ પ્રોડક્ટ્સના ઉપયોગથી વાળ ખરાબ થઇ જાય છે. રાત્રે ગરબા માટે જો તમે વારંવાર સ્ટાઇલિંગ ટૂલ્સ કે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હશો તો તેની અસર વાળ પર ચોક્કસથી દેખાશે. કેટલીક યુવતીઓ ગરબા બાદ રાત્રે તેલ લગાવવાનો આગ્રહ રાખે છે.
શું ખરેખર હેર ઓઇલ કે મસાજથી તમને ફાયદો મળી રહ્યો છે? આયુર્વેદિક એક્સપર્ટ ડોક્ટર ઐશ્વર્યા સંતોષ (Dr.Aiswarya Santhosh, Ayurveda doctor) વાળની માવજત અને હેર ઓઇલ કર્યા બાદ કઇ ભૂલોથી બચવું જોઇએ તે અંગે માહિતી આપી રહ્યા છે. વાળની યોગ્ય રીતે માવજત કર્યા બાદ પણ તમારાં ખરતાં વાળની સમસ્યા યથાવત જ હોય તો જાણો એક્સપર્ટ્સ આ અંગે શું સલાહ આપી રહ્યા છે.
(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)
આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર, કેટલાંક લોકો શીત ગુણના હોય છે જ્યારે કેટલાંકના શરીરમાં ઉષ્ણ ગુણ વધારે હોય છે. શરીરના રજત અને તમસ ગુણના આધારે હેર ઓઇલ પસંદ કરવાથી ઝડપથી ફાયદો મળે છે.
કેટલાંક લોકો બજારમાં ખરતા વાળ અટકાવવાની જાહેરાત કે દાવો કરતા તમામ તેલ ખરીદી લે છે. આ સિવાય કેટલાંક DIY ઓઇલનો પણ ઉપયોગ કરતાં હોય છે. આવું કરવાથી વાળને ફાયદાના બદલે નુકસાન વધારે થાય છે.
View this post on Instagram
આયુર્વેદ અનુસાર, વાળના અંત સુધી તેલ લગાવવાના બદલે સ્કાલ્પને વધારે પોષણ મળી રહ્યું છે તેના પર ધ્યાન આપો. સ્કાલ્પમાં મસાજ અને રેગ્યુલર ઓઇલથી વાળ મજબૂત બનશે અને ગ્રોથ પણ વધશે.
વાળમાં તેલ લગાવ્યા બાદ તેને આખી રાત રહેવા દેવાથી અથવા નાહ્યા બાદ તરત જ તેલ લગાવવાથી ગરદનનો દુઃખાવો, સાઇનસ અથવા વારંવાર ���રદી થવાની તકલીફ ઉભી થાય છે. આ સિવાય વાળને ગરમ પાણીથી ધોવાથી તમારાં વાળ તો ડેમેજ થશે જ, સાથે આંખોનું સ્વાસ્થ્ય પણ ખરાબ થશે.
ગરમ તેલ લગાવવાથી વાળના મૂળને નુકસાન થાય છે, આ સિવાય તેલ લગાવ્યા બાદ વાળને કસીને બાંધવાથી પણ તેના મૂળ નબળા થઇ જાય છે. વાળને જોર-જોરથી ખેંચવાથી તેને નુકસાન થાય છે. તેથી જ ઓઇલિંગ દરમિયાન હળવા હાથે મસાજ કરો અને વાળને ઢીલા બાંધો.
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.