આકાશમાં ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ બને જને જોઇને નાના મોટો સૌ કોઇને આશ્ચર્ય થાય. અચાનક આકાશમાં એક ઝડમગતો લીસોટો પસાર થાય તો? આવુ જ જોવા મળ્યુ પંજાબમાં જેનાથી પહેલા તો લોકો ખુબ ડરી ગયા પણ પછી વીડિયો ઉતારવા લાગ્યા.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના માલિક એલન મસ્કનો સ્ટાર લિંક સેટેલાઇટ શુક્રવારે સાંજે ભારતના આકાશમાંથી પસાર થયો હતો. પંજાબમાં લગભગ 15 મિનિટ માટે આ નજારો જોવા મળ્યો હતો. ફોટા અને વીડિયોમાં એક ઝળહળતો લીસોટો દેખાયો. એવું લાગ્યું જાણે આકાશમાંથી કોઈ ટ્રેન પસાર થઈ રહી હોય. પહેલા તો આ નજારો જોઈને લોકો ડરી ગયા હતા, પરંતુ ત્યારપછી તેઓએ ફોટા પડાવ્યા અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું.
જમ્મુ પોલીસના જણાવ્યા અનુસાર આ સ્ટારલિંક સેટેલાઇટ છે
ઉત્તર ભારતમાં 7 વાગ્યાની આસપાસ સ્ટાર લિંક જોવા મળી હતી. જમ્મુ ઉપરાંત પંજાબના અમૃતસર, પઠાણકોટ વિસ્તારમાં આકાશમાં ચમકતો લીસોટો દેખાયો છે. 10 થી 15 મિનિટ સુધી આ નજારો જોવા મળ્યો હતો. જેના કારણે એક પ્રકારના ગભરાટનો માહોલ સર્જાયો હતો. સુરક્ષા એજન્સીઓ પણ તેનું રહસ્ય જાણવા મથામણ શરૂ કરી હતી.
ભારત સિવાય દુનિયાના ઘણા દેશોમાં આ રોશનીનો નજારો જોવા મળ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે ડરેલા લોકોને શાંતિ જાળવવા જણાવ્યું હતું. જમ્મુ ઝોનના એડીજી પોલીસ મુકેશ સિંહે કહ્યું કે આ એક સ્ટાર લિંક સેટેલાઇટ છે, જે ભારતની ઉપરથી પસાર થયો હતો.
સ્ટાર લિંક સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ સુવિધા આપશે
એલન મસ્કની કંપની આખી દુનિયામાં સેટેલાઈટ દ્વારા ઈન્ટરનેટની સુવિધા આપવા જઈ રહી છે. આ કામ તેમની કંપની સ્ટાર લિંક દ્વારા કરશે. આ માટે કંપનીએ અવકાશમાં ઉપગ્રહો મોકલ્યા છે. હવે ઘણા વધુ ઉપગ્રહો મોકલવાની તૈયારી ચાલી રહી છે. એલન મસ્ક સેટેલાઇટ દ્વારા ભારતમાં લોકોને ઇન્ટરનેટની સુવિધા પણ આપી રહી છે. જો કે તેમને ભારતમાં હજુ સુધી લાઇસન્સ મળ્યું નથી.
jio અને વન વેબ સાથે ટક્કર
એલન મસ્કની સ્ટારલિંક કંપની ભારતમાં મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને એરટેલની વનવેબ સાથે સ્પર્ધા કરશે. સ્ટાર લિંક અને વન વેબ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પ્રદાન કરશે, જ્યારે Jio ફાઇબર ઓપ્ટિક્સ દ્વારા ઇન્ટરનેટ સેવા પ્રદાન કરશે.