દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર યથાવત છે. દરમિયાન શનિવારે સુપ્રીમ કોર્ટમાં પ્રદૂષણ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. આ સાથે, કોર્ટે સરકારને પ્રદૂષણ સાથે કામ કરવા માટે તાત્કાલિક પગલાં તરીકે બે દિવસનું લોકડાઉન (Lockdown Delhi NCR) લાગુ કરવાની સલાહ આપી હતી.
ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે, હું એ જણાવવા માંગતો નથી કે પ્રદુષણ પર પરાળ બાળવાથી કેટલી અસર થાય છે અને બાકી ફટાકડા, વાહનો, ધૂળ અને બાંધકામનો ફાળો છે. તમે અમને કહો કે પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના તાત્કાલિક પગલાં શું છે?. CJIએ કહ્યું, જો શક્ય હોય તો બે દિવસનું લોકડાઉન લગાવો.
સુનાવણી સોમવાર સુધી સ્થગિત
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સોમવારે સવારે 10.30 વાગ્યા સુધી ટાળી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્યો પાસેથી પ્રદૂષણ ઘટાડવાના પગલાં અંગેની ઈમરજન્સી બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી માંગી છે.
પ્રદૂષણ માટે એકલા ખેડૂતો જવાબદાર નથી
CJIએ કેન્દ્રને કહ્યું કે તમારી એવી માન્યતા છે કે સમગ્ર પ્રદૂષણ માટે ખેડૂત જવાબદાર છે. તમે ફટાકડા અને વાહનોના પ્રદૂષણ પર કેમ ધ્યાન ન આપ્યું! સુનાવણી શરૂ થયા બાદ દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ રાહુલ મહેરાએ સોગંદનામામાં વિલંબ માટે બેન્ચ સમક્ષ માફી માંગી હતી.
આના પર CJIએ કહ્યું, “કોઈ વાંધો નહીં. કેન્દ્ર સરકાર વતી એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અમે વિગતવાર એફિડેવિટ પણ ફાઇલ કરી છે. પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ છે, લોકો ઘરોમાં માસ્ક પહેરીને બેઠા છે.
દિલ્હી અને આસપાસના વિસ્તારમાં શ્વાસ રૂંધતી હવા
સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને કહ્યું કે પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ થઈ ગયું છે. લોકો માસ્ક પહેરીને ઘરોમાં બેઠા છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રદૂષણને રોકવા માટે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે?
CJIએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે પરાળીને લઈને શું પગલા ભર્યા ?
કેન્દ્ર વતી કોર્ટમાં ચાર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રદૂષણને લઈને લેવાયેલા પગલાઓની માહિતી સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી. કોર્ટે સોલિસિટર જનરલ પાસેથી પરાળી હટાવવા અને સબસિડીને લઇને સોલિસિટર જનરલ પાસે માહિતી માંગી હતી. પુછ્યુ કે આખરે ખેડૂતોને શું નુકસાન થશે?
બાળકો 7 વાગ્યે શાળાએ જાય છે
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, સમસ્યાની ગંભીરતા જુઓ. કોરોના બાદ શાળાઓ ખોલવામાં આવી છે. નાના બાળકો ઘરેથી 7 વાગ્યે શાળાએ જાય છે. ડૉ. ગુલેરિયાએ તાજેતરમાં કહ્યું હતું કે પ્રદૂષણ, મહામારી અને ડેન્ગ્યુ જેવી સમસ્યાઓ છે. આવી સ્થિતિમાં આપણા નાના બાળકો તેનો શિકાર બની રહ્યા છે.
દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા રાહુલ મહેરાએ કહ્યું કે, 30 સપ્ટેમ્બરે AQI 84 હતો. હવે તે 400ને પાર કરી ગયો છે. હું આ જણાવવા માટે કહી રહ્યો છું કે ઘણા કારણોસર પ્રદૂષણ વધી રહ્યું છે. પરંતુ આમાં પરાળી સળગાવવાનું એક મોટું કારણ છે.
જસ્ટિસ સૂર્યકાંતે કહ્યુ કે હાલાત એટલી ખરાબ છે કે પરાળી સળગાવવાનુ અટકતુ નથી. કચરો ઠેકાણે પાડવાના મશીન ખુબ મોંઘા છે આથી ખેડૂતો આ કરી રહ્યા છે.