ગુજરાતનો વિજયરથ યથાવત
ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં હરાવ્યું છે. યુવા બેટ્સમેન સાઈ સુદર્શને અણનમ 62 રન ફટકાર્યા હતા. ગુજરાતે છ વિકેટે મેચ જીતી લીધી હતી. આ સિઝનમાં ગુજરાતની સતત બીજી જીત છે. તેણે છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. તો દિલ્હી કેપિટલ્સની આ બીજી હાર છે. દિલ્હીને છેલ્લી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.2 ઓવરમાં ચાર વિકેટે 163 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ગુજરાત માટે મોહમ્મદ શમી અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે જ સાઈ સુદર્શને 48 બોલમાં અણનમ 62 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર 16 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો હતો. વિજય શંકરે 23 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે 14-14 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પાંચ રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી એનરિચ નોર્ટજેએ બે વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદ અને મિશેલ માર્શને એક-એક સફળતા મળી હતી.
સતત વિકેટ પડવા છતાં દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં આઠ વિકેટે 162 રન બનાવવામાં સફળ રહી હતી. ગુજરાતને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ મળ્યો છે. દિલ્હી તરફથી કેપ્ટન ડેવિડ વોર્નરે 32 બોલમાં 37 અને વાઇસ કેપ્ટન અક્ષર પટેલે 22 બોલમાં 36 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાન 30 અને અભિષેક પોરેલે 20 રન બનાવીને આઉટ થયા હતા. 10માંથી માત્ર ચાર બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ શમી અને રાશિદ ખાને કિલર બોલિંગ કરી હતી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. અલઝારી જોસેફને બે સફળતા મળી હતી.
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે ઈજાગ્રસ્ત કેન વિલિયમસનની જગ્યાએ ડેવિડ મિલરને ટીમમાં સામેલ કર્યો હતો. બીજી તરફ દિલ્હી કેપિટલ્સે રોવમેન પોવેલને ટીમમાંથી બહાર કરી દીધો છે. તેના સ્થાને દક્ષિણ આફ્રિકાનો એનરિચ નોર્ટજેને સ્થાન મળ્યું હતું. બંગાળના વિકેટ કીપર બેટ્સમેન અભિષેક પોરેલને પણ પ્લેઈંગ-11માં સ્થાન આપવામાં આવ્યું હતું.
ગુજરાત ટાઇટન્સની ઈનિંગ
ઓવર 19ઃ ગુજરાતનો વિજયરથ યથાવત, દિલ્હીને 6 વિકેટે હરાવ્યું
ઓવર 18ઃ ગુજરાતને જીતવા 12 બોલમાં 2 રનની જરૂર
ઓવર 17ઃ ગુજરાત જીતની નજીક, સાઈ સુદર્શનની શાનદાર ફિફ્ટી
ઓવર 16ઃ મુકેશ કુમારની ઓવરમાં કિલર મિલરની 2 સિક્સ અને એક ફોર, ગુજરાતને જીતવા 24 બોલમાં 26 રનની જરૂર
ઓવર 15ઃ કુલદીપ યાદવની ઓવરમાં 5 રન આવ્યા, 15 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 117/4
ઓવર 14ઃ આખરે મિશેલ માર્સે વિજય શંકર અને સુદર્શન વચ્ચેની પાર્ટનરશિપ તોડી, વિજય શંકર 13 રન બનાવી આઉટ
ઓવર 13ઃ વિજય શંકર અને સાઈ સુદર્શન વચ્ચે ચોથી વિકેટ માટે 39 બોલમાં 50 રનની ભાગીદારી, શંકર 29 અને સુદર્શન 39 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 12ઃ ખલીલ અહેમદના પહેલા બોલે વિજય શંકરે બાઉન્ડરી ફટકારી, 12 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 101/3
ઓવર 11ઃ મિશેલ માર્સે વાઈડ બોલ સાથે ઓવરની શરૂઆત કરી, વિજય શંકરે 5મા બોલે ફોર મારી, 11મી ઓવરમાં 8 રન આવ્યા
ઓવર 10ઃ કુલદીપ યાદવની ઓવરમાં બીજા બોલે વિજય શંકરે ફોર મારી, 10 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 83/3
ઓવર 9ઃ મુકેશ કુમારની ઓવરમાં સાઈ સુદર્શને 5મા બોલે ચોકો માર્યો, સાઈ સુધરશન 29 અને વિજય શંકર 9 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 8ઃ વિજય શંકર ગુજરાત ટાઇટન્સનો ઇમ્પેક્ટ પ્લેયર બન્યો છે. તે સાઈ સુદર્શનને સપોર્ટ કરવા માટે ક્રીઝ પર આવ્યો છે. ગુજરાતને અત્યારે મોટી ભાગીદારીની જરૂર છે
ઓવર 7ઃ મિશેલ માર્શે 7મી ઓવર નાખી હતી જેમાં 8 રન આવ્યા હતા, ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 21 રન અને વિજય શંકર 5 રન સાથે રમી રહ્યા છે
ઓવર 6ઃ ગુજરાત ટાઇટન્સને છઠ્ઠી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા પાંચ રન બનાવીને આઉટ થયો હતો. ખલીલ અહેમદે તેને આઉટ કર્યો હતો. 6 ઓવર પછી ગુજરાતનો સ્કોર 3 વિકેટે 54 રન છે. ગુજરાતે હવે વિજય શંકરને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પસંદ કર્યો છે.
ઓવર 5ઃ ગુજરાત ટાઇટન્સે પાંચમી ઓવરમાં 36 રનના સ્કોર પર તેની બીજી વિકેટ ગુમાવી દીધી હતી. એનરિક નોરખિયાએ શુભમન ગિલને બોલ્ડ કર્યો હતો. તે 14 રન બનાવીને આઉટ થયો હતો. હવે કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ માટે આવ્યો છે. ગુજરાતને જીતવા માટે 163 રન બનાવવાના છે.
ઓવર 4ઃ મુકેશ કુમારની ઓવરમાં સાઈ સુધરસને ચોકો ફટકાર્યો હતો
ઓવર 3ઃ ગુજરાત ટાઇટન્સે ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. એનરિક નોરખિયાએ IPL 2023ના પ્રથમ બોલ પર વિકેટ લીધી હતી. સાહા સાત બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો.
ઓવર 2ઃ દિલ્હી તરફથી મળેલા 163 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ ગુજરાત ટાઇટન્સને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. અત્યાર સુધી 2 ઓવરમાં ગુજરાતના બેટ્સમેનોએ 4 ફોર અને 1 સિક્સર ફટકારી છે.
ઓવર 1ઃ ગુજરાતના ઓપનર શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ ઈનિંગની શરૂઆત કરી, ખલીલ અહેમદની પ્રથમ ઓવર
દિલ્હી કેપિટલ્સની ઈનિંગ
ઓવર 20ઃ અક્ષર પટેલની ધમાકેદાર 36 રનની ઈનિંગના સહારે 20 ઓવર બાદ દિલ્હીનો સન્માનજનક સ્કોર
ઓવર 19ઃ રાશિદની વધુ એક વિકેટ, અમન ખાન 8 રન બનાવી આઉટ
ઓવર 18ઃ અક્ષર પટેલની શાનદાર બેટિંગ, લિટલની ઓવરમાં ચોથા બોલે સિક્સ ફટકારી, 18 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 141/6
ઓવર 17ઃ રાશિદે ગુજરાતને છઠ્ઠી સફળતા અપાવી, સરફરાજ ખાન 30 રન બનાવી આઉટ,. રાશિદની ઓવરમાં પહેલા બોલે ચોકો ફટકાર્યા બાદ સરફરાજ કેચ આઉટ થયો
ઓવર 16ઃ જોશુઆ લિટલની વધુ એક સફળ ઓવર, 16મી ઓવરમાં માત્ર 5 રન આવ્યા
ઓવર 15ઃ અક્ષર પટેલની સારી શરૂઆત, રાશિદની ઓવરમાં છેલ્લા બોલે સિક્સર ફટકારી
ઓવર 14ઃ જોસેફે તેની અંતિમ ઓવરમાં 5 રન આપ્યા, સરફરાજ 20 અને અક્ષર 9 રન બનાવી ક્રીઝ પર
ઓવર 13ઃ રાશિદ ખાને બોલિંગમાં એન્ટ્રી સાથે વિકેટ ઝડપી, અભિષેક પોરેલ 20 રન બનાવી આઉટ, દિલ્હીની અડધી ટીમ પેવેલિયન પરત ફરી
ઓવર 12ઃ દિલ્હી મુશ્કેલ સ્થિતિમાં, પંત દિલ્હીને સપોર્ટ કરવા પહોંચ્યો સ્ટેડિયમ, 12 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 100/4
ઓવર 11ઃ અભિષેક પોરેલની જોસેફની ઓવરમાં ત્રીજા બોલે સિક્સ, સરફરાજ 13 અને અભિષેક 12 રન બનાવી રમી રહ્યા છે, રિષભ પંત દિલ્હીને સપોર્ટ કરવા પહોંચ્યો
ઓવર 10ઃ હોર્દિક પંડ્યા 10મી ઓવર નાખવા આવ્યો હતો, જેમાં ત્રીજા બોલે સરફરાજ ખાને ફોર મારી હતી, 10 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 78/4
ઓવર 9ઃ દિલ્હી મુશ્કેલ સ્થિતિમાં, જોસેફે સતત 2 બોલમાં 2 વિકેટ ઝડપી, રાહુલ તિવેટિયાનો શાનદાર કેચ,
ઓવર 8ઃ હાર્દિક પંડ્યાની શાનદાર બોલિંગ, આ ઓવરમાં માત્ર 4 રન આપ્યા, 8 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 67/2
ઓવર 7ઃ વોર્નર 35 અને સરફરાજ 2 રન બનાવી રમી રહ્યા છે, વોર્નરે આ ઓવરમાં 2 ફોર ફટકારી
ઓવર 6ઃ દિલ્હીએ પાવરપ્લેમાં જ 52 રન પર 2 વિકેટ ગુમાવી, મોહમ્મદ શમીની 2 વિકેટ, પૃથ્વી શોનું ખરાબ પ્રદર્શન, મિશેલ માર્શ પણ કંઈ ખાસ કરી ન શક્યો
ઓવર 5ઃ દિલ્હીને બીજો ઝટકો, મિશેલ માર્શ 4 રન બનાવી આઉટ, શમીએ બીજી વિકેટ લીધી
ઓવર 4ઃ જોશુઆ લિટલની શાનદાર બોલિંગ, ચોથી ઓવરમાં માત્ર 4 રન
ઓવર 3ઃ પહેલી ઓવર બાદ બીજી ઓવરમાં પણ શમીએ વાઈડ સાથે શરૂઆત કરી, બાદમાં ચોથા બોલે પૃથ્વી શોને અલ્ઝારી જોસેફના હાથે કેચ આઉટ કરાવ્યો
ઓવર 2ઃ જોશુઆ લિટલે બીજી ઓવર નાખી, જેમાં છેલ્લા બોલે વોર્નરે ફોર મારતા ઓવરમાં કુલ 9 રન આવ્યા
ઓવર 1ઃ દિલ્હીના ઓપનર પૃથ્વી શો અને વોર્નરે ઈનિંગની શરૂઆત કરી, ગુજરાત તરફથી પહેલી ઓવર મહોમ્મદ શમીએ નાખી, પ્રથમ ઓવરમાં 11 રન આવ્યા
ગુજરાત ટાઇટન્સની પ્લેઈંગ ઈલેવનઃ
રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા(કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ
દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવનઃ
પૃથ્વી શો, ડેવિડ વોર્નર (કેપ્ટન), મિશેલ માર્શ, રિલી રોસો, સરફરાઝ ખાન (વિકેટકીપર), અક્ષર પટેલ, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, એનરીક નોર્ટજે