- પતિનો બિઝનેસ બરબાદ થઈ ગયો હતો, ઘર પણ વેચવું પડ્યું, પોતાનું શહેર છોડીને દિલ્હી આવી ગઈ હતી
- ભાડા પર જમીન લઈને ખેતી શરૂ કરી, દુરદર્શન પર પ્રોગ્રામ જોઈને આવ્યો હતો અથાણાં બનાવવાનો આઈડિયા
વાત છે આજથી લગભગ 30 વર્ષ જૂની. બુલંદશહેરમાં રહેતી કૃષ્ણા યાદવનો પરિવાર રોડ પર આવી ગયો હતો. પતિએ ગાડીનો બિઝનેસ શરૂ કર્યો હતો, જે ચાલ્યો નહીં. સ્થિતિ એવી થઈ ગઈ કે જે ઘરમાં રહેતા હતા તે પણ વેચવું પડ્યું. આ બધું ત્યારે થયું જ્યારે કૃષ્ણાના ત્રણેય બાળકો નાના-નાના હતા. આજે કૃષ્ણા યાદવ ચાર કંપનીઓની માલકિન છે, જેમનું વાર્ષિક ટર્નઓવર 4 કરોડથી પણ વધુ છે. જાણો રોડ પર આવ્યાં બાદ અંતે આ બધું તેને કેવી રીતે ઊભું કર્યું.
પતિને 500 રૂપિયા ઉધાર લઈને દિલ્હી મોકલ્યા હતા
જ્યારે બુલંદશહેરમાં અમારું ઘર વેચાય ગયું તો મેં નક્કી કર્યુ કે અમે શહેર જ છોડી દઈશું. કેમકે, જો ત્યાં રહેત તો દરેક લોકો એવું જ પૂછત કે તારી આવી સ્થિતિ કઈ રીતે થઈ ગઈ. કેટલા લોકોને જવાબ આપત. વારંવાર આવું સાંભળત તો સંપૂર્ણપણ તૂટી જાત. તેથી મેં પતિને કહ્યું કે તમે દિલ્હી જાવ અને ત્યાં કંઈક કામની શોધ કરો. આપણે ક્યાંય પણ ખેતી-મજૂરી કરીને જીવન પસાર કરી લઈશું. પતિની પાસે દિલ્હી જવા માટેના પૈસા પણ ન હતા, તો મેં એક સંબંધી પાસેથી પાંચસો રૂપિયા ઉધાર લીધા અને તેમને દિલ્હી મોકલ્યા.
"મહારાજા લાયેબલ કેસ" અને "મહારાજ" નવલકથા વિશે.
કૃષ્ણા જણાવે છે કે- પતિ ત્યાં ત્રણ મહિના સુધી ભટકતા રહ્યાં, પરંતુ તેઓને કોઈ જ કામ ન મળ્યું. ત્રણ મહિના પછી હું પણ મારા ત્રણેય બાળકોને લઈને દિલ્હી તેમની પાસે જતી રહી. ક્યાંય કામ મળતું ન હતું તો અમે વિચાર્યુ કે કોઈની પાસેથી ભાડે ખેતર લઈ લઈએ અને ખેતી કરીએ. કેમકે, અમે બંને ખેડૂત પરિવારથી હતા. હું ક્યારેય સ્કૂલ નથી ગઈ, પરંતુ નાનપણથી માં-દાદીની સાથે ખેતરમાં ખુબ કામ કર્યુ હતું.
કામ ન મળ્યું તો શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યુ
અમે નઝફગઢમાં ભાડા પર થોડી જમીન લીધી અને ત્યાં શાકભાજી ઉગાડવા લાગ્યા. ગાજર, મૂળો, ધાણા ખૂબ જ થતા અને શાકભાજી વેચાવા લાગી, જેનાથી અમારી થોડીઘણી કમાણી શરૂ થઈ. શાકભાજી એટલી થતી હતી કે અનેક વખત તો ખરાબ પણ થઈ જતી હતી. એક વાર મેં દુરદર્શન પર કૃષિ દર્શન નામનો પ્રોગ્રામ જોયો. જેમાં ખેડૂતની આવક વધારવા માટે અનેક રીત જણાવવામાં આવતી હતી. તેમાં જ અથાણાંની ખેતીનો ઉલ્લેખ થયો હતો. આ પ્રોગ્રામને જોયા બાદ મારા મનમાં આવ્યું કે, જે શાકભાજી વધે છે તેમાંથી અથાણાં બનાવીને કેમ વેચવામાં ન આવે. ગામમાં અમારા ઘરોમાં નાનપણથી જ અથાણાં બનાવવામાં આવતા હતા. મેં પતિને કહ્યું કે તમે તપાસ કરો કે અહીં સરકાર કોઈ ટ્રેનિંગ આપે છે કે શું, જ્યાં હું સારામાં સારા અથાણાં બનાવવાનું શીખી શકું.
તેઓએ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કોઈ પણ બેરોજગાર જઈને નિઃશુલ્ક ટ્રેનિંગ લઈ શકે છે. સેન્ટર ઉજવા નામની જગ્યાએ હતો. હું તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ ���ને જણાવ્યું કે મને અથાણાં બનાવવાની ટ્રેનિંગ લેવી છે. ત્યાંથી હું અથાણાં-મુરબ્બો બનાવવાનું શીખી ગઈ. જે પછી ઘરમાં જ અથાણાં બનાવવાનું શરૂ કરી દીધું.
તેઓએ કહ્યું- શરૂઆતમાં બે-બે કિલો બનાવ્યું, પરંતુ અથાણાં વેચાતા ન હતા. પતિ દુકાનો પર લઈને ગયા તો તેઓએ કહ્યું કે અમે ખુલ્લા અથાણાં નથી ખરીદતા. તેઓ ઘરે પાછા આવી ગયા અને તેઓએ ગુસ્સો પણ કર્યો કે સારા એવા શાકભાજી વેચાતા હતા, આ અથાણાંના ચક્કરમાં શાકભાજી પણ બગડ્યા. પછી મેં વિચાર્યુ કે અમે ખેતરની પાસે પસાર થતાં રોડ પરથી જ શાકભાજી અને અથાણાં કેમ ન વેચી શકીએ. મેં પતિને કહ્યું કે તમે રસ્તા પર ટેબલ લગાવો. હું તાજા શાકભાજી તમને આપીશ અને ત્યાં જ અથાણાં પણ રાખજો. ઘણાં લોકો રસ્તા પરથી પસાર થાય છે, આપણે તેને આ વેચીશું. તેઓએ એવું જ કર્યુ. અમે ત્યાંથી પસાર થતા લોકો માટે બે માટલાં પણ રાખ્યા. આ વાત 90ના દશકાની છે. ત્યારે તે રોડ પર વધુ ભીડ થતી ન હતી. જે લોકો શાકભાજી માટે રોકાતા હતા, અમે તેઓને થોડું અથાણું પણ સેમ્પલિંગ માટે આપતા હતા. તેઓને કહેતા હતા કે જો સારું લાગે તો પછી તમે ઓર્ડર આપી શકો છો.
જે લોકો શાકભાજી ખરીદતા હતા, તેઓને ટેસ્ટ માટે અથાણાં આપતા હતા
કૃષ્ણા જણાવે છે કે- ધીમે ધીમે લોકો અથાણાંનો ઓર્ડર આપવા લાગ્યાં. હું એકલી જ અથાણાંઓ તૈયાર કરતી હતી. તમામ મસાલાઓ વાટવાના પથ્થરથી તૈયાર કરતી હતી. કેમકે, એટલા પૈસા ન હતા કે હું ચક્કીમાં જઈને તેને વાટી શકું. બાળકો સ્કૂલેથી આવતા હતા તો તેઓને પણ કામમાં લગાડી દેતી હતી. પતિ ટેબલ પર ગ્રાહકોને સંભાળતા હતા. આ બધું પાંચ વર્ષ સુધી ચાલ્યો. ટેબલથી જ અમને બુકિંગ પણ મળતા હતા. શાકભાજીઓ અમે ખેતરમાં ઉગાડતા હતા અને અથાણાં ઘરમાં જ તૈયાર કરતા હતા. જેથી ઘર પણ સારી રીતે ચાલવા લાગ્યું અને પૈસા પણ આવવા લાગ્યા. પછી ધીમે-ધીમે આજુબાજુની દુકાનોમાં પણ થોડો ઘણો માલ પણ જવા લાગ્યો. સ્થિતિ સંભાળ્યા પછી પતિએ ફુડ ડિપાર્ટમેન્ટમાં લાયસન્સ માટે એપ્લાઈ કર્યુ અને અમને લાયસન્સ મળી ગયું.
ધૂળમાં આળોટતું બાળપણ એક ટૂંકી વાર્તા
"લાયસન્સ મળ્યાં બાદ અમે શ્રી કૃષ્ણા પિકલ્સની શરૂઆત કરી. એક દુકાના ભાડેથી લીધી. અમે ત્યાંથી પેકિંગવાળા અથાણાંઓ વેચવા લાગ્યાં. મેં આજુબાજુ રહેતી મહિલાઓને પણ મારી સાથે જોડી. તે બધાંને અથાણાં બનાવવાની ટ્રેનિંગ આપી. ધીમે-ધીમે અમારું કામ સારું એવું ચાલવા લાગ્યું. આજે અમારી ચાર કંપનીો છે. બે હરિયાણામાં છે અને બે દિલ્હીમાં છે. ચાર કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર છે. અથાણાંની સાથે જ મસાલા, જ્યૂસ, તેલ, લોટ પણ અમે તૈયાર કરીએ છીએ. સેંકડો લોકોને રોજગારી આપીએ છીએ. મને કિસાન સન્માનથી લઈને નારી શક્તિ પુરસ્કાર મળ્યાં છે."
સપનું પૂરું જરૂરથી થાય છે
જે લોકો કંઈક કરવા માગે છે, તેઓને એક જ સલાહ છે કે ક્યારેય કોઈ સપનું જોયું છે તો તેને પુરું કરવા માટે મહેનત કરો. હાર ન માનો. હું ભણેલી-ગણેલી નથી. પરંતુ, મેં નાનપણથી જ ટીવી પર આવવાનું વિચાર્યુ હતું. મારા આ કામને કારણે હું અનેક વખત ટીવી પર આવી છું. મારા અનેક પ્રોગ્રામ આવે છે. અનેક જગ્યાએ મને બોલાવવામાં આવે છે. આ બધું જ તમે પણ તમારી મહેનત અને જોર પર મેળવી શકો છો, બસ જરૂર છે માત્ર હિંમત સાથે ડગ માંડવાની.