- વિષ્ણુધર્મોત્તરપુરાણ પ્રમાણે, ગંગા અને અન્ય પવિત્ર નદીઓની માટીથી બનેલી મૂર્તિની પૂજાથી પાપ દૂર થાય છે
10 સપ્ટેમ્બરે ગણે ચતુર્થી ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. આ વર્ષે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ઘરની અંદર 2 ફૂટની અને બહાર મંડપમાં 4 ફૂટની મૂર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. જોકે ગણેશચતુર્થીએ માટીના ગણેશ જ સ્થાપિત કરવા જોઇએ. માટીમાં સ્વાભાવિક પવિત્રતા હોય છે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મશાસ્ત્રના જાણકાર પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, માટીના ગણેશજીની મૂર્તિ પંચતત્ત્વથી બનેલી હોય છે. એ મૂર્તિમાં જમીન, જળ, વાયુ, અગ્નિ અને આકાશના અંશ રહેલા હોય છે, એટલે એમાં ભગવાનનું આવાહન અને તેમની પ્રતિષ્ઠા કરવાથી કાર્યસિદ્ધ થાય છે.
માટીના ગણેશજી જ કેમઃ-
- શિવપુરાણમાં શ્રીગણેશ જન્મની કથામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે દેવી પાર્વતીએ પુત્રની ઇચ્છાથી માટીનું એક પૂતળું બનાવ્યું હતું, પછી શિવજીએ એમાં પ્રાણ ઉમેર્યા હતા. તે જ ભગવાન ગણેશ હતા.
- શિવમહાપુરાણમાં ધાતુની જગ્યાએ પાર્થિવ અને માટીની મૂર્તિને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
- લિંગપુરાણ પ્રમાણે સમડા કે પીપળાના વૃક્ષની જડની માટીથી મૂર્તિ બનાવવી શુભ મનાય છે. આ સિવાય ગંગા તીર્થ અને અન્ય પવિત્ર જગ્યાએથી માટી લઇ શકાય છે.
- જ્યાંથી માટી લેવામાં આવે ત્યાંથી ઉપરથી ચાર આંગળી માટી દૂર કરીને અંદરની માટી લઇને ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવવી જોઇએ.
- વિષ્ણુધર્મોત્તરપુરાણ પ્રમાણે ગંગા અને અન્ય પવિત્ર નદીઓની માટીથી બનેલી મૂર્તિની પૂજા કરવાથી દરેક પ્રકારનાં પાપ દૂર થઇ શકે છે.
- ભવિષ્યપુરાણમાં સોના, ચાંદી અને તાંબાથી બનેલી મૂર્તિઓ સાથે જ માટીની મૂર્તિને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સિવાય વિશેષ વૃક્ષના લાકડાંથી બનેલી મૂર્તિઓ પણ પવિત્ર માનવામાં આવે છે.
- પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારે બનાવવામાં આવેલી માટીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાથી એમાં ભગવાનનો અંશ આવે છે. માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી કરોડો યજ્ઞનું ફળ મળે છે.
વિષ્ણુધર્મોત્તરપુરાણ પ્રમાણે ગંગા અને અન્ય પવિત્ર નદીઓની માટીથી બનેલી મૂર્તિની પૂજાથી પાપ દૂર થાય છે.
માટીના ગણેશજી કેવી રીતે બનાવવાઃ-
પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે, માટીને ભેગી કરીને સાફ જગ્યાએ રાખો. પછી તેમાંથી કાંકરા, પથ્થર અને ઘાસ કાઢીને એમાં હળદર, ઘી, મધ, ગાયનું ગોબર અને પાણી મિક્સ કરીને પિંડ બનાવી લો. ત્યાર બાદ ૐ ગં ગણપતયે નમઃ મંત્ર બોલીને ગણેશજીની સુંદર મૂર્તિ બનાવો. આવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાથી તેમાં ભગવાનનો અંશ આવી જાય છે. માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી કરોડો યજ્ઞનું ફળ મળે છે.
માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી કરોડો યજ્ઞનું ફળ મળે છે.
ગણેશજીની મૂર્તિ કેવી હોવી જોઇએઃ-
- પં. મિશ્ર જણાવે છે કે ગણેશજીને વક્રતુંડ કહેવામાં આવ્યા છે, એટલે તેમની વાંકી સૂંઢ હોવી જોઇએ. ડાબી બાજુ વળેલી સૂંઢવાળા ગણેશજીની પૂજાથી મોક્ષ મળે છે. ત્યાં જ જમણી બાજુ વળેલી સૂંઢવાળા ગણેશજીની પૂજાથી લૌકિક અને ભૌતિક સુખ મળે છે. ગણેશજીના જમણા અને ડાબા હાથથી સૂંઢ દિશા સમજવી જોઇએ.
- જે મૂર્તિમાં ગણેશજીનું વાહન ન હોય એવી પ્રતિમાની પૂજા કરવી નહીં. ગ્રંથોમાં દેવી-દેવતાઓની પૂજા વાહન સાથે કરવાનું વિધાન છે.
- ધર્મગ્રંથોમાં ગણેશજીનું એક નામ ધૂમ્રવર્ણ છે, એટલે ગણેશજીનો રંગ ધુમાડા સમાન છે, એટલે કે હળવો સ્લેટી રંગ પણ ગણેશ પ્રતિમા પર કરી શકાય છે.
- ગણેશજીને ભાલચંદ્ર કહેવામાં આવે છે, એટલે ગણેશજીની મૂર્તિ એવી રીતે બનાવો, જેમના લલાટ(કપાળ) ઉપર ચંદ્ર બનેલો હોય.
- જેમના હાથમાં પાશ અને અંકુશ બંને હોય એવી ગણેશ મૂર્તિની સ્થાપના કરવી જોઇએ. શાસ્ત્રોમાં ગણેશજીનું આવું જ સ્વરૂપ ઉલ્લેખવામાં આવ્યું છે.
ધર્મગ્રંથોમાં ગણેશજીનું એક નામ ધૂમ્રવર્ણ છે, એટલે ગણેશજીનો રંગ ધુમાડા સમાન છે, એટલે કે હળવો સ્લેટી રંગ પણ ગણેશ પ્રતિમા પર કરી શકાય છે.
માટીના ગણેશજીની સ્થાપના અને પૂજાઃ-
ગણેશચતુર્થીએ સવારે જલદી જાગીને સ્નાન કર્યા બાદ ભીની માટીથી ગણેશજીની મૂર્તિ બનાવીને સૂકવી લેવી. ત્યાર બાદ એના પર શુદ્ધ ઘી અને સિંદૂર મિક્સ કરીને શ્રૃંગાર કરી શકો છો. શ્રૃંગાર કર્યા પછી જનોઈ પહેરાવો. ત્યાર બાદ મૂર્તિને ઘરની ઉત્તર-પૂર્વ દિશા એટલે ઈશાન ખૂણામાં સ્થાપિત કરો. ધૂપ-દીવો પ્રગટાવો. દૂર્વા, ફળ-ફૂલ અર્પણ કરો. લાડવાનો ભોગ ધરાવો. કપૂર પ્રગટાવીને આરતી કરો. ગણેશ ઉત્સવમાં રોજ સવાર-સાંજ પૂજા કરો. અનંત ચતુર્થીએ આ મૂર્તિનું વિસર્જન કરો.