ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામને લઈ દરેક લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતી 54 બેઠકો પર નજર કરીએ તો 61.55 ટકા જેટલું મતદાન થયું છે. બેલેટ પેપરની મત ગણતરીમાં ખંભાળિયા બેઠક પર આપનો મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા હતા પરંતુ બાદમાં પાછળ થઈ ગયા હતા પરંતુ હાલ ફરી આગળ ચાલી રહ્યા છે. દ્વારકામાં પબુભા માણેક આગળ ચાલી રહ્યા છે. વિસાવદરમાં કોંગ્રેસના વિરજી ઠુંમરની સાઇડ કાપી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ નીકળ્યા છે. જ્યારે માણાવદરમાં જવાહર ચાવડા ફરી પાછળ ચાલી રહ્યા છે.
ગોંડલમાં ગીતાબાના નિવાસસ્થાને ઉજવણી શરૂ
ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા 20 હજારથી વધુની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે ત્યારે તેમના નિવાસસ્થાને કાર્યકરોએ ઉજવણી શરૂ કરી દીધી છે. ગીતાબાના નિવાસસ્થાને કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી રહ્યા છે. ઢોલ-નગારા સાથે ખુશી વ્યક્ત કરી પુના, મુંબઈ અને નાસિકના બેન્ડવાજાની પાર્ટી બોલાવવામાં આવી છે.
રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા, રાજકોટમાં દર્શિતા શાહ, ગીતાબા, જસદણમાં કુંવરજી બાવળિયા અને કુતિયાણા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજા આગળ ચાલી રહ્યા છે. જ્યારે જામનગરમાં રીવાબા પણ ફરી આગળ થયા છે. 54માંથી 42 બેઠક પર ભાજપ, 6 બેઠક પર કોંગ્રેસ, 4 બેઠક પર આપ અને 2 બેઠક પર અન્ય આગળ છે. ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે અને જણાવ્યું હતું કે, આપ ભાજપની બી ટીમ છે એ સાબિત થયું
સૌરાષ્ટ્ર-કચ્છકઈ સીટ પર કોણ આગળ | ||||
ક્રમ | જિલ્લો | બેઠક | ઉમેદવાર | પાર્ટી |
1 | રાજકોટ | રાજકોટ ઈસ્ટ | ઉદય કાનગડ | ભાજપ |
2 | રાજકોટ | રાજકોટ વેસ્ટ | ડો. દર્શિતા શાહ | ભાજપ |
3 | રાજકોટ | રાજકોટ સાઉથ | રમેશ ટીલાળા | ભાજપ |
4 | રાજકોટ | રાજકોટ રૂરલ(SC) | ભાનુબાબરીયા | ભાજપ |
5 | રાજકોટ | જસદણ | કુંવરજીભાઈ બાવળીયા | ભાજપ |
6 | રાજકોટ | ગોંડલ | ગીતાબા જાડેજા | ભાજપ |
7 | રાજકોટ | જેતપુર | જયેશ રાદડિયા | ભાજપ |
8 | રાજકોટ | ધોરાજી | મહેન્દ્ર પાડલીયા | ભાજપ |
9 | મોરબી | મોરબી | કાંતિલાલ અમૃતિયા | ભાજપ |
10 | મોરબી | ટંકારા | દુર્લભજી દેથરિયા | ભાજપ |
11 | મોરબી | વાંકાનેર | જીતુ સોમાણી | ભાજપ |
12 | જામનગર | કાલાવાડ(SC) | મેંઘજી ચાવડા | ભાજપ |
13 | જામનગર | જામનગર રૂરલ | રાઘવજી પટેલ | ભાજપ |
14 | જામનગર | જામનગર નોર્થ | રીવાબા જાડેજા | ભાજપ |
15 | જામનગર | જામનગર સાઉથ | દિવ્યેશ અકબરી | ભાજપ |
16 | જામનગર | જામજોધપુર | ચીમન સાપરીયા | ભાજપ |
17 | દ્વારકા | ખંભાળિયા | ઈસુદાન ગઢવી | આપ |
18 | દ્વારકા | દ્વારકા | પબુભા માણેક | ભાજપ |
19 | પોરબંદર | પોરબંદર | અર્જુન મોઢવાડિયા | કોંગ્રેસ |
20 | પોરબંદર | કુતિયાણા | કાંંધલ જાડેજા | અન્ય |
21 | જૂનાગઢ | માણાવદર | જવાહર ચાવડા | ભાજપ |
22 | જૂનાગઢ | જૂનાગઢ | સંજય કોરડિયા | ભાજપ |
23 | જૂનાગઢ | વિસાવદર | હર્ષદ રિબડીયા | ભાજપ |
24 | જૂનાગઢ | કેશોદ | દેવાભાઈ માલમ | ભાજપ |
25 | જૂનાગઢ | માંગરોળ | બાબુભાઈ વાજા | કોંગ્રેસ |
26 | ગીર સોમનાથ | સોમનાથ | જગમાલ વાળા | આપ |
27 | ગીર સોમનાથ | તાલાલા | ભગવાનભાઈ બારડ | ભાજપ |
28 | ગીર સોમનાથ | કોડીનાર(SC) | ડો. પ્રધુમન વાજા | ભાજપ |
29 | ગીર સોમનાથ | ઉના | કાળુભાઈ રાઠોડ | ભાજપ |
30 | અમરેલી | ધારી | જે વી કાકડિયા | ભાજપ |
31 | અમરેલી | અમરેલી | કૌશિક વેકરીયા | ભાજપ |
32 | અમરેલી | લાઠી | જનક તળાવીયા | ભાજપ |
33 | અમરેલી | સાવરકુંડલા | પ્રતાપ દૂધાત | કોંગ્રેસ |
34 | અમરેલી | રાજુલા | અંબરીશ ડેર | કોંગ્રેસ |
35 | ભાવનગર | મહુવા- | કનુ કળસરિયા | કોંગ્રેસ |
36 | ભાવનગર | તળાજા | ગૌતમ ચૌહાણ | ભાજપ |
37 | ભાવનગર | ગારિયાધાર | સુધીર વાઘાણી | આપ |
38 | ભાવનગર | પાલિતાણા | ભીખા બારૈયા | ભાજપ |
39 | ભાવનગર | ભાવનગર રૂરલ | પરસોતમ સોલંકી | ભાજપ |
40 | ભાવનગર | ભાવનગર ઈસ્ટ | સેજલ પંડયા | ભાજપ |
41 | ભાવનગર | ભાવનગર વેસ્ટ | જીતુ વાઘાણી | ભાજપ |
42 | બોટાદ | ગઢડા(SC) | શંભુપ્રસાદ તુંડીયા | ભાજપ |
43 | બોટાદ | બોટાદ | ઉમેશ મકવાણા | આપ |
44 | સુરેન્દ્રનગર | દસાડા(SC) | પરષોત્તમ પરમાર | ભાજપ |
45 | સુરેન્દ્રનગર | લીમડીૂ | કિરીટસિંહ રાણા | ભાજપ |
46 | સુરેન્દ્રનગર | વઢવાણ | જગદીશ મકવાણા | ભાજપ |
47 | સુરેન્દ્રનગર | ચોટીલા | શામજી ચૌહાણ | ભાજપ |
48 | સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રા | છત્રસિંહ ગુંજારિયા | કોંગ્રેસ |
49 | કચ્છ | અબડાસા | મમદભાઈ જંગ જાત | કોંગ્રેસ |
50 | કચ્છ | માંડવી | અનિરુદ્ધ દવે | ભાજપ |
51 | કચ્છ | ભુજ | કેશવલાલ પટેલ | ભાજપ |
52 | કચ્છ | અંજાર | ત્રિકમભાઈ છાંગા | ભાજપ |
53 | કચ્છ | ગાંધીધામ | માલતીબેન મહેશ્વરી | ભાજપ |
54 | કચ્છ | રાપર | વિરેન્દ્રસિંહ જાડેજા | ભાજપ |
Live અપડેટ્સ...
જામજોધપુરમાં આપના ઉમેદવાર હેમંત ખવા આગળ
વિસાવદરમાં ભાજપના હર્ષદ રીબડીયા આગળ
સોમનાથમાં ભાજપના માનસિંહ પરમાર આગળ
પોરબંદરમાં ફરી કોંગ્રેસ આગળ
પાલીતાણા બેઠક પર ભાજપના ભીખાભાઈ બારૈયા આગળ
ચોટીલામાં ભાજપના શામજીભાઇ ચૌહાણ આગળ
ઉનામાં ભાજપના ઉમેદવાર કે.સી. રાઠોડ આગળ
લાઠીમાં ફરી ઉલટફેર, કોંગ્રેસના વિરજી ઠુંમર પાછળ
તળાજામાં ભાજપના ગૌતમ ચૌહાણ આગળ
ગીર સોમનાથમાં કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા
જામનગર ગ્રામ્યમાં ભાજપના રાઘવજી પટેલ આગળ
ધ્રાંગધ્રામાં કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ પપ્પુભાઈ ઠાકોર આગળ
રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ આગળ
ધારી બેઠકમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા આગળ
કાલાવડમાં ભાજપના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડા આગળ
માગરોળમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વાજા આગળ
અબડાસામાં કોંગ્રેસના ઉમેદવાર મામદ જુંગ આગળ
ભાવનગર પૂર્વમાં ભાજપના સેજલ પંડ્યા આગળ
ભુજમાં ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ આગળ
ધારીમાં આપના ઉમેદવાર આગળ
પોરબંદરમાં ફરી કોંગ્રેસ આગળ નીકળી
ગીર સોમનાથમાં આપના ઉમેદવાર જગમાલ વાળા આગળ
અબડાસામાં કોંગ્રેસના ઉમેદવાર મામદ જુંગ આગળ
કુતિયાણામાં અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજા આગળ
અંજારમાં ભાજપના ત્રિકમ છાંગા આગળ
માંડવીમાં ભાજપના અનિરુદ્ધ દવે આગળ
ગારિયાધારમાં આમ આદમી પાર્ટી આગળ
બોટાદમાં આપના ઉમેદવાર આગળ
અંજારમાં ભાજપના ત્રિકમ છાંગા આગળ
ગાંધીધામમાં ભાજપના માલતી મહેશ્વરી આગળ
માંગરોળમાં ભાજપના ભગવાનજી આગળ
પોરબંદરમાં ભાજપના બાબુ બોખરિયા આગળ
ગ્રામ્ય બેઠક પર ભાજપના ભાનુબેન બાબરીયા આગળ
અમરેલી બેઠક પર ભાજપના કૌશિક વેકરિયા આગળ
સાવરકુંડલામાં કોંગ્રેસના પ્રતાપ દૂધાત આગળ
તાલાલામાં ભાજપના ભગવાન બારડ આગળ
લીંબડીમાં ભાજપના કિરિટસિંહ રાણા આગળ
મહુવામાં કનુ કળસરિયા આગળ
ચોટીલામાં આપના રાજુ કરપડા આગળ
રાજકોટ દક્ષિણ પર ભાજપના રમેશ ટીલાળાં આગળ
માણાવદરમાં જવાહર ચાવડા આગળ
ધોરાજી બેઠક પર ભાજપના મહેન્દ્ર પાડલીયા આગળ
મોરબી, વાંકાનેર,ટંકારામાં ભાજપ આગળ
ગારિયાધારમાં ભાજપ આગળ
અમરેલી ભાજપ આગળ
રાજુલા ભાજપ આગળ
સાવરકુંડલા કોંગ્રેસ આગળ
રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપના ઉદય કાનગડ આગળ
કચ્છમાં અબડાસા, માંડવી, અંજાર અને રાપરમાં ભાજપ આગળ
ભુજ અને ગાંધીધામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે
રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક પર ભાજપના જયેશ રાદડિયા 3980 મતથી આગળ
વઢવાણમાં ભાજપના જગદીશ મકવાણા આગળ
દસાડામાં ભાજપના પી.કે.પરમાર આગળ
જામનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ
જૂનાગઢમાં ભાજપના સંજય કોટડીયા આગળ
રીબડા આજે પણ પોલીસ છાવણીમાં ફેરવાયું
ગોંડલમાં બે બળિયા વચ્ચેની લડાઇમાં કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે આજે મત ગણતરીના દિવસે ફરી પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રીબડામાં ગામના તમામ પ્રવેશદ્વાર ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર 3.16 ટકા મતદાન ઘટ્યું
વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાની 48 બેઠકો અને કચ્છની 6 બેઠક પર 61.55 ટકા મતદાન નોંધાયું છે. ગત 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છનું સરેરાશ મતદાન 64.71 ટકા હતું. આમ આ વખતે 3.16 ટકા મતદાન ઘટ્યું છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લામાંથી 9 જિલ્લામાં મતદાન ઘટ્યું છે. જ્યારે એક માત્ર દ્વારકા જિલ્લાની દ્વારકા અને ખંભાળિયા બન્ને બેઠકો ઉપર મતદાન વધ્યું છે.
સૌરાષ્ટ્રની 4 બેઠક પર જ મતદાન વધ્યું
આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠકમાં અને ભાવનગરની ગારિયાધાર બેઠકમાં ���તદાન વધ્યું છે. ગત ચૂંટણીમાં ગારિયાધાર બેઠકમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન હતું. આમ 48 માંથી માત્ર 4 બેઠકમાં મતદાન વધ્યું છે. જ્યારે 44 બેઠકોમાં મતદાન ઘટ્યું છે. આ વખતે 48 બેઠકોમાં સૌથી ઉંચુ મતદાન વાંકાનેર બેઠકમાં 71.90 ટકા થયું છે. ગત ચૂંટણીમાં ગીર સોમનાથ બેઠક ઉપર સૌથી ઉંચું 75.27 ટકા મતદાન હતું. જ્યારે સૌથી ઓછું મતદાન ગઢડા બેઠકમાં 51.04 ટકા થયું છે.
કઈ બેઠક પર સૌથી વધુ વધુ મતદાન ઘટ્યું
સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાની જસદણ બેઠક ઉપર સૌથી વધુ મતદાન ઘટ્યું છે. આ વખતે 62.48 ટકા મતદાન થયું છે. ગત ચૂંટણીમાં 73.44 ટકા મતદાન હતું આમ 10.96 ટકા મતદાન ઘટ્યું છે. જ્યારે રાજકોટ પશ્ચિમની બેઠકમાં ગત વર્ષે 67.68 ટકા મતદાન હતું. આ વખતે 57.12 ટકા મતદાન છે. આમ 10.56 ટકા મતદાન ઘટ્યું છે. જ્યારે મતદાન વધારે ઘટવામાં ત્રીજા ક્રમે તાલાલા બેઠક આવે છે. આ વખતે 60.23 ટકા મતદાન થયું છે. ગત વખતે 69.53 ટકા હતું. આમ 9.30 ટકા મતદાન ઘટ્યું છે.
સૌરાષ્ટ્રની કોળી પ્રભાવિત બેઠકો પર ઓછું મતદાન
સૌરાષ્ટ્રમાં કોળી મતદારો વધારે છે અને કોળી મતદારોનું પ્રભુત્વ હોય તેવી સીટો પર સૌની નજર રહેતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, લીંબડી બેઠકો અને રાજકોટની જસદણ બેઠક કોળી મતદારોથી પ્રભાવિત બેઠકો છે. આ સિવાય જૂનાગઢની કેશોદ, માંગરોળ અને ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠકો સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉનામાં કોળી મતદારોની સંખ્યા બહુ મોટી છે. ગીર સોમનાથ જિલ્લામાં 2017માં સરેરાશ 69.26 ટકા વોટિંગ થયું હતું. આ વખતે જે ટ્રેન્ડ સામે આવ્યો છે તેમાં ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ 69.26 ટકા થયું એટલે 3.33 ટકા મતદાન ઘટ્યું.
2017માં ભાજપને 23, કોંગ્રેસને 30 અને 1 NCPને સીટ મળી હતી
ક્રમ | બેઠક | વિજેતા |
1 | અબડાસા | કોંગ્રેસ |
2 | અંજાર | ભાજપ |
3 | ભુજ | ભાજપ |
4 | ગાંધીધામ | ભાજપ |
5 | માંડવી | ભાજપ |
6 | રાપર | કોંગ્રેસ |
7 | દસાડા(SC) | કોંગ્રેસ |
8 | લીંબડી | કોંગ્રેસ |
9 | વઢવાણ | ભાજપ |
10 | ચોટીલા | કોંગ્રેસ |
11 | ધ્રાંગધ્રા | કોંગ્રેસ |
12 | મોરબી | કોંગ્રેસ |
13 | ટંકારા | કોંગ્રેસ |
14 | વાંકાનેર | કોંગ્રેસ |
15 | રાજકોટ ઈસ્ટ | ભાજપ |
16 | રાજકોટ વેસ્ટ | ભાજપ |
17 | રાજકોટ સાઉથ | ભાજપ |
18 | રાજકોટ રૂરલ(SC) | ભાજપ |
19 | જસદણ | કોંગ્રેસ |
20 | ગોંડલ | ભાજપ |
21 | જેતપુર | ભાજપ |
22 | ધોરાજી | કોંગ્રેસ |
23 | કાલાવડ(SC) | કોંગ્રેસ |
24 | જામનગર રૂરલ | કોંગ્રેસ |
25 | જામનગર નોર્થ | ભાજપ |
26 | જામનગર સાઉથ | ભાજપ |
27 | જામજોધપુર | કોંગ્રેસ |
28 | ખંભાળિયા | કોંગ્રેસ |
29 | દ્વારકા | ભાજપ |
30 | પોરબંદર | ભાજપ |
31 | કુતિયાણા | એનસીપી |
32 | માણાવદર | કોંગ્રેસ |
33 | જૂનાગઢ | કોંગ્રેસ |
34 | વિસાવદર | કોંગ્રેસ |
35 | કેશોદ | ભાજપ |
36 | માંગરોળ | કોંગ્રેસ |
37 | સોમનાથ | કોંંગ્રેસ |
38 | તાલાલા | કોંંગ્રેસ |
39 | કોડીનાર(SC) | કોંંગ્રેસ |
40 | ઉના | કોંંગ્રેસ |
41 | અમરેલી | કોંગ્રેસ |
42 | ધારી | કોંગ્રેસ |
43 | લાઠી | કોંગ્રેસ |
44 | રાજુલા | કોંગ્રેસ |
45 | સાવરકુંડલા | કોંગ્રેસ |
46 | મહુવા | ભાજપ |
47 | તળાજા | કોંગ્રેસ |
48 | ગારિયાધાર | ભાજપ |
49 | પાલિતાણા | ભાજપ |
50 | ભાવનગર રૂરલ | ભાજપ |
51 | ભાવનગર ઈસ્ટ | ભાજપ |
52 | ભાવનગર વેસ્ટ | ભાજપ |
53 | ગઢડા(SC) | કોંગ્રેસ |
54 | બોટાદ | ભાજપ |
વિધાનસભાની 25 બેઠકો પર પાટીદાર મત નિર્ણાયક
સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં વિધાનસભાની 25 બેઠકો એવી છે જ્યાં પાટીદાર મતો નિર્ણાયક છે. દરેક જિલ્લામાં પાટીદાર પ્રભાવને ભાજપ તરફ વાળનારા કેશુભાઈ પટેલને સૌરાષ્ટ્રમાંથી ગરમ અને ઠંડો બન્ને પ્રતિસાદ મળ્યો છે. સૌરાષ્ટ્રમાં કોળી મતદારો વધારે છે અને કોળી મતદારોનું પ્રભુત્વ હોય તેવી સીટો પર સૌની નજર રહેતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, લીંબડી બેઠકો અને રાજકોટની જસદણ બેઠક કોળી મતદારોથી પ્રભાવિત બેઠકો છે. આ સિવાય જૂનાગઢની કેશોદ, માંગરોળ અને ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠકો સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉનામાં કોળી મતદારોની સંખ્યા બહુ મોટી છે.
સૌરાષ્ટ્રની પાટીદાર પ્રભાવિત બેઠકો પર મતદાનનો ટ્રેન્ડ
સૌરાષ્ટ્ર-કચ્છના બાર જિલ્લા ને 54 બેઠકોમાંથી મોરબી, રાજકોટની ધોરાજી, જેતપુર, રાજકોટ સાઉથ, જામનગરની ગ્રામ્ય, ઉત્તર, જૂનાગઢની વિસાવદર, માણાવદર, અમરેલીમાં રાજુલાને બાદ કરતાં ચારેય બેઠક ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને ભાવનગર જિલ્લાની મહુવા સીટ પાટીદાર મતદાર પ્રભુત્વ ધરાવતી સીટો છે.એમા પણ મોરબી અને અમરેલી સંપૂર્ણ પાટીદાર પ્રભાવિત જિલ્લા છે અને તેમાં 2017નું ચિત્ર જોઈએ તો 2017માં મોરબીમાં સરેરાશ 73.66 અને અમરેલીમાં સરેરાશ 61.84 ટકા મતદાન થયું હતું.
રાજકોટ પૂર્વ બેઠક પર પાટીદારોએ નવો કિમીયો અપનાવ્યો હતો
રાજકોટ પૂર્વ બેઠક પર પાટીદારોનું વર્ચસ્વ છે. પરંતુ આ વખતે ભાજપે ઓબીસી સમાજમાંથી આવતા ઉદય કાનગડને ટિકિટ આપતા એક તબક્કે પાટીદારોમાં નારાજગી વ્યાપી હતી. પરંતુ મતદાનના દિવસે પાટીદાર મતદાર કમળના નિશાન પર બટન દબાવી જય સરદાર લખેલી ચિઠ્ઠી મૂકી રહ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. બીજી તરફ શહેરમાં બોગસ વોટિંગ થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો હતો. જો કે મતદાનના દિવસે જ સાંજે ભાજપના આ બેઠકના ઉમેદવાર ઉદય કાનગડે ભાજપના જ સિનિયર નેતાઓએ પોતાને જીતાવવામાં કોઈ રસ ન લીધો હોવાનો આક્ષેપ મોવડી મંડળને કર્યો હતો. બીજી તરફ રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહ પાતળી સરસાઇથી જીતે તેવી સંભાવના છે.
રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બબાલ થઈ હતી
મતદાનના દિવસે રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પ્રિસાઇડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરે છે. રીબડામાં 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા નથી. ગોંડલમાં જયરાજસિંહ મતદાન મથકમાં ઇન્ટરવ્યૂ આપે છે. રીબડામાં મીડિયાને દૂર રાખવામાં આવે છે. બાદમાં અનિરૂદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહે જયરાજસિંહનો પુત્ર બોગસ વોટિંગ કરાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગોંડલમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતદાનના દિવસે રીબડા ગામ રાજકારણનું અખાડો બન્યું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છની આ બેઠકો પર ઉલટફેર થશે
રાજકોટ પૂર્વ બેઠક
રાજકોટ પૂર્વ બેઠકમાં પાટીદાર નારાજ હતા, કેમ કે મંત્રી રહેલા રૈયાણીની ટિકિટ કાપી ઉદય કાનગડને ટિકિટ આપી હતી, એટલે આંતરિક જૂથવાદ જોવા મળ્યો હતો. માત્ર એટલું જ નહીં, આ સીટ પર કોંગ્રેસમાંથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ કમિટેડ વોટબેંક પણ ધરાવે છે. આ સીટ પર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કાનગડને બરાબરની ટક્કર આપી છે. આ સીટ ભાજપને મળવાની શક્યતા ધુંધળી છે. આમ રાજ્યગુરુની જીતની શક્યતા છે.
ધોરાજી બેઠક
ધોરાજીની સીટની વાત કરીએ તો અહીં કડવા અને લેઉવા પાટીદારોનું વર્ચસ્વ છે અને અહીં નરેન્દ્ર મોદીએ અહીં પણ સભા ગજવી હતી. પરંતુ સભા પ્રમાણે લોકોએ મતદાનમાં નિરસતા દેખાડતા 57.19 ટકા મતદાન નોંધાયું છે. જે 2017 કરતા થોડું ઓછું છે. આથી ભાજપને મુશ્કેલી પડશે. તેમજ ભાજપના મહેન્દ્ર પાડલિયા કરતા લલિત વસોયા સીધો લોક સંપર્ક ધરાવે છે. આ સીટની હાર-જીત મુસ્લિમોના મતદાનના આધારે નક્કી થાય છે અને તેઓ કોંગ્રેસના પરંપરાગત મતદારો રહ્યા છે. જેથી આ સીટ લલિત વસોયા જીતી શકે છે.
જસદણ બેઠક
જસદણ બેઠકની વાત કરીએ તો અહીં ગૃહમંત્રી અમિત શાહે સભા ગજવી હતી. કોળી સમાજનું વર્ચસ્વ ધરાવતી આ બેઠક પર ભાજપે કુંવરજી બાવળિયાને ઉતાર્યા તો સામે કોંગ્રેસે પણ કોળી સમાજમાંથી ભોળાભાઈ ગોહિલને ઉતાર્યા છે. અહીં કોળી મતો બે ભાગલા પડ્યા છે. બીજી તરફ આ પંથકમાં પાટીદારો પણ નારાજ હોવાથી ભાજપથી વિમુખ થયા છે. આ સીટ કુંવરજી માટે જોખમી સાબિત થઈ રહી છે. જો કે પાતળી સરસાઈ બાવળિયા સીટ બચાવી ન શકે એવી સંભાવના છે. કારણ કે જસદણમાં ભાજપના જ નેતા અને ભાજપના ઉપાધ્યક્ષ બાવળિયાને હરાવવા મેદાને હોય તેવો ઓડિયો ક્લીપ વાઇરલ થઈ હતી.
અમરેલી બેઠક
અમરેલી વિધાન સભા બેઠક પાટીદારોનો ગઢ છે. આ વખતે અહીં ત્રણેય પક્ષના ઉમેદવાર પાટીદાર ચહેરા છે. કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા પરેશ ધાનાણી, ભાજપના કૌશીક વેકરીયા, આપ પાર્ટીના ઉમેદવાર રવિ ધાનાણી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય પરેશ ધાનાણીને પહેલી વાર ભાજપના યુવા ચહેરાએ પડકાર ફેંક્યો છે. જેથી તેઓ ચૂંટણીમાં કોંગ્રેસને થોડુંક નુકસાન કરી શકે છે. અહીં હિન્દુત્વનો મુદ્દો પણ સૌથી વધારે ચાલ્યો હોવાની વાત સામે આવી છે. મોટાભાગના લોકોના કહેવા મુજબ પરેશ ધાનાણી સામે ભાજપના કૌશિક વેકરિયા ખૂબ ઓછા માર્જિનથી આગળ નીકળી જશે.
ધારી બેઠક
ધારીમાં ચાર ઉમેદવારોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી લડાઈ થાય તેવી શક્યતા છે. ભાજપને અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર વાળા નુકસાન કરી રહ્યા છે, કેમ કે અહીં કાઠી ક્ષત્રીય સમાજ નિર્ણાયક ભૂમિકામાં હોય છે. અગાઉ કાઠી ક્ષત્રીય સમાજ મોટાભાગે ભાજપ સાથે જોડાયેલો હતો. આ વખતે પોતાની જ્ઞાતિના ઉમેદવારને ચૂંટી લાવવા માટે એક કેમ્પઈન શરૂ થયું હતું જે ભાજપને નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી થોડા માર્જીનથી જીત મેળવી જાય તો નવાઈ નહીં.
રાજુલા બેઠક
રાજુલામાં ભાજપના ઉમેદવાર હીરા સોલંકી સિનિયર નેતા છે અને 20 વર્ષથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા તેમજ કોળીકિંગ તરીકે ઓળખાતા પુરષોતમ સોલંકીના નાના ભાઈ છે. બંને વચ્ચે બરાબરની ફાઈટ થઈ શકે છે. જેના કારણે અહીં કોની જીત થશે તે કહેવું મુશ્કેલ લાગે છે. રસાકસીભર્યા જંગમાં સાવ નજીવા માર્જિનથી હીરા સોલંકી આગળ નીકળી જાય તો નવાઈ નહીં.
જામનગર ગ્રામ્ય બેઠક
જામનગર ગ્રામ્ય બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે. 1975થી 2017 સુધીમાં થયેલી 10 ચૂંટણીમાં આ સીટ પરથી 7 વાર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે ભાજપ માત્ર બેવાર જ આ સીટ કબજે કરી શક્યો છે. આ સીટ પરથી ભાજપમાંથી રાઘવજી પટેલ અને કોંગ્રેસમાંથી જીવણ કુંભારવાડિયા તો આપમાંથી પ્રકાશ દોંગાએ ચૂંટણી લડી છે. જ્યારે બસપામાંથી કોંગ્રેસના 30 વર્ષ જૂના કાસમ ખપી પણ ઉમેદવાર છે. મુસ્લિમોના 45000 મતો હોવાથી આ મતો મુસ્લિમ ઉમેદવારને મળતા કોંગ્રેસની વોટબેંક તૂટી જશે. જ્યારે ભાજપથી નારાજ પાટીદારોના મત આપના લેઉવા પટેલ ઉમેદવાર પ્રકાશ દોંગાને મળી શકે છે. જેથી ભાજપ માટે આ સીટ સરળ બની ગઈ છે. આ વખતે કૃષિ મંત્રી જીત્યા હોય એવી પણ પહેલી ઘટના બની શકે છે.
જામનગર ઉત્તર બેઠક
જામનગર ઉત્તર સીટ પર ભાજપે સીટિંગ MLA ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ની ટિકિટ કાપી ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને ઉતાર્યા છે. હકુભાની ટિકિટ કપાતા ભાજપમાં આંતરિક વિરોધ થયો હતો. જો કે છેલ્લી ઘડીએ પાછલા બારણેથી ઓપરેશન પાર પાડીને ભાજપના કાર્યકરોને કામે લગાડ્યા હતા. જ્યારે ભાજપથી નારાજ એવા સતવારા સમાજમાં ચાર ભાગલા પડતા તેના મતો વહેંચાઈ ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ વેપારી ભલે પણ આપના ઉમેદવાર કરશન કરમુર બેવાર ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તેમજ આહીર સમાજના પ્રમુખ હોવાથી તેઓ આહીર અને ગઢવીના મતો ખેંચી જશે. જેથી ભાજપ આ સીટ જીતે એવી પૂરી શક્યતા છે. પરંતુ કરશન કરમુર પણ ઉલટફેર કરી શકે છે.
ખંભાળિયા બેઠક
આહીર અને મુસ્લિમોનું વર્ચસ્વ ધરાવતી ખંભાળિયા બેઠકની વાત કરીએ તો આ સીટ પર હાલ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ છે. આ સીટ પર મોટા ભાગે માડમ પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. આ સીટ પર કોંગ્રેસમાંથી વિક્રમ માડમ અને ભાજપમાંથી પૂર્વ મંત્રી મૂળુ બેરાને ઉતાર્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો ઇસુદાન ગઢવીએ આ સીટ પરથી ઝંપલાવતા અહીંની ચૂંટણી એકદમ રસ્સાકસી વાળી થઈ ગઈ છે. ભાજપથી નારાજ સતવારા સમાજ પણ વિમુખ પડ્યો છે. સતવારા સમાજ અને ગઢવી સમાજ આપ તરફ વળ્યા છે. વિક્રમ માડમની પકડ મજબૂત છે. તેમજ મુસ્લિમ સમાજના મતો વિક્રમ માડમને મળે એવી શક્યતા છે. જેથી આ સીટ પર આપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ છે. જેથી કોંગ્રેસના વિક્રમ માડમ આ સીટ જીતી શકે છે.
દ્વારકા બેઠક
પબુભા માણેકનો ગઢ ગણાતી દ્વારકા વિધાનસભા બેઠક પર પબુભા 7 ટર્મથી ચૂંટાતા આવે છે. તેઓ માત્ર 5000 મતથી જ વિજયી બનતા આવે છે. આ વખતે પણ ભાજપે પબુભાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ આહિર ઉમેદવાર મૂળુ કંડોરિયાને ટિકિટ આપી છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ લખમણભાઈ નકુમને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આહિર સમાજ આ વખતે કોંગ્રેસની સાથે રહ્યો છે. પબુભાની જીતમાં સતવારા સમાજનું મહત્વપૂર્ણ યોગદાન રહેતું હતું. પરંતુ આ વખતે સતવારા સમાજ ભાજપથી નારાજ હોવાથી 35000 જેટલા મતો કોંગ્રેસ અને આપમાં વળી ગયા છે. ભાજપ આ વખતે આ સીટ ગુમાવી શકે છે.
મોરબી બેઠક
મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટના મતદારોને અસર કરે એ વાત સ્વભાવિક છે. અહીં ગત વખત કરતા ઓછું મતદાન થયું છે. પૂલ દુર્ઘટના સમયે ભાજપના ઉમેદવાર એવા કાંતિ અમૃતિયાએ મચ્છુમાંથી અનેકના જીવ બચાવતા હીરો સાબિત થયા હતા. તો બીજી તરફ પૂલ દુર્ઘટનાને લઈ મતદારોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. પરંતુ કોંગ્રેસમાંથી જીતે બ્રિજેશ મેરજા ભાજપમાં ભળી જતા કોંગ્રેસ પરથી મતદારોનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેની સાથે સાથે 2017માં કોંગ્રેસને પાટીદાર આંદોલનનો પણ ફાયદો થયો હતો. પરંતુ આ વખતે આવુ કોઈ ફેક્ટર નથી. જેથી આ સીટ ભાજપને મળી શકે છે.
ગાંધીધામ
ગાંધીધામ સીટ પર ભાજપમાંથી માલતી મહેશ્વરી, કોંગ્રેસમાંથી ભરત સોલંકી અને આપમાંથી બીટી મહેશ્વરી ચૂંટણી લડ્યા છે. ભાજપના માલતી મહેશ્વરી સામે નારાજગી જોવા મળી હતી. મતદાન સમયે પણ વેપારી વર્ગ ઉદાસીન રહ્યો હતો અને મતદાન કરવાને બદલે ઘરમાં જ બેસી રહ્યો હતો. આમ ભાજપના પરંપરાગત મતદા���ો મતદાનથી અળગા રહ્યા હતા. જ્યારે આપના ઉમેદવાર બીટી મહેશ્વરી ઇન્સ્યોરન્સ એજન્ટ છે અને તેમની છાપ પણ સારી છે. જો કે આમ છતાં ભાજપના માલતી મહેશ્વરી પાતળી સરસાઈથી જીતી શકે છે.
ગઢડા બેઠક
ભાજપે આ સીટ પરથી ધંધુકા તાલુકા સ્થિત ઝાંઝરકાના સવૈયાનાથ જગ્યાના મહંત શંભુનાથ ટુંડિયાને ચૂંટણી લડાવી છે. જ્યારે કોંગ્રેસે જગદીશ ચાવડાને તો આમ આદમી પાર્ટીએ રમેશ પરમારને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. શંભુનાથ ટુંડિયા અમદાવાદ જિલ્લાના વતની છે અને ઝાંઝરકા ધામ પણ ત્યાં જ આવેલું હોવાથી બોટાદના મતદારો માટે આયાતી ઉમેદવાર ગણાય છે. જેથી મતદારો પર ખાસ પ્રભાવ ઉભો કરી શક્યા નથી. બીજી તરફ વર્તમાન ધારાસભ્ય આત્મારામ પરમાર પણ ટિકિટ ન મળતા આંતરિક રીતે તેમના સમર્થકો સાથે છેલ્લી ઘડીએ નિષ્ક્રિય થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દર વખતે ભાજપની ગઢડામાંથી લીડ નીકળતી હોવાથી આત્મારામ પરમાર જીતતા હતા. પરંતુ આ વખતે ગઢડામાંથી લીડ નીકળવી મુશ્કેલ છે. પાટીદારોનો આમ આદમી પાર્ટી તરફ ઝૂકાવ જોવા મળ્યો છે. જેથી આ સીટ જીતવી ભાજપ માટે મુશ્કેલ છે. આમ છતાં ભાજપના શંભુ પ્રસાદ પાતળી સરસાઈથી જીતી શકે છે.
પોરબંદર બેઠક
પોરબંદર સીટની વાત કરીએ તો ભાજપે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બાબુ બોખીરીયાની રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે જૂના જોગી અર્જૂન મોઢવાડિયાને અને આમ આદમી પાર્ટીએ ખારવા સમાજના જીવણ જુંગીને ટિકિટ આપી છે. બે ટર્મથી આ સીટ પરથી બાબુ બોખીરિયા ચૂંટાઈ આવે છે, જેથી તેમની સામે એન્ટી ઇન્કમબન્સી છે. તેમની સામે સ્થાનિક મુદ્દાઓ, ગ્રામ્ય વિસ્તારના ન થયેલા કામો તથા ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ, રસ્તા, બંદરના પ્રશ્નો, માછીમારોના પ્રશ્નો 10 વર્ષથી અધ્ધરતાલ છે. જ્યારે આપના ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસના બન્નેના મતોમાંથી થોડા ઘણાં મતો તોડી શકે છે. તો બીજી તરફ 2017માં 1800 મતથી જ હારેલા કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયાની સ્વચ્છ છબિ અને મજબૂત લોક સંપર્ક હોવાથી પોરબંદર વાસીઓ તેમના પર જીતનો કળશ ઢોળી શકે છે.
માણાવદર બેઠક
આ સીટ પર ભાજપે રુપાણી સરકારમાં મંત્રી રહેલા જવાહર ચાવડા(મછોયા આહિર)ને તો કોંગ્રેસે અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ જવાહર ચાવડાના એક સમયના સાથી એવા કરશનબાપુ ભાદરકા(સોરઠીયા આહિર)ને ટિકિટ આપી છે. આહિર અને પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર આપ અને ભાજપના ઉમેદવાર આહીર છે. જ્યારે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ઉતાર્યા છે. જેથી પાટીદારોનો કોંગ્રેસ તરફ ઝૂકાવ રહે એવી શક્યતા છે. તેમજ આહિરોનો એક વર્ગ આપ તરફ ઢળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત આહિર સમાજમાં પણ ક્યાંકને ક્યાંક જવાહર ચાવડા સામે નારાજગી જોવા મળી રહી છે. સમાજની આહિર સમાજનો એક વર્ગ માને છે કે, જવાહર ચાવડા અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી. તો બીજી તરફ કોંગ્રેસના અરવિંદ લાડાણી કોમનમેન છે, સાવ સાધારણ ઉમેદવારની છાપનો પણ તેમને લાભ થઈ રહ્યો છે. મેંદરડાના લેઉવા પાટીદારો પણ કોંગ્રેસના ઉમેદવાર તરફ ઢળ્યા છે. જેથી જવાહર ચાવડા માટે આ સીટ બચાવવી ખૂબ મુશ્કેલ છે.
વિસાવદર બેઠક
આ સીટ પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા લેઉવા પટેલ સમાજના હર્ષદ રિબડિયાને જ્યારે કોંગ્રેસે કરશન વાડોદરિયાને અને આમ આદમી પાર્ટીએ ભૂપત ભાયાણીને ચૂંટણીમાં ઉતાર્યા હતા. આ સીટ પર આપ અને ભાજપ વચ્ચે લડાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આપની સભાઓ પણ ખૂબ હિટ રહી છે. જેથી આપના ઉમેદવાર કોંગ્રેસની કમિટેડ વોટબેંકમાં મોટું ગાબડું પાડી શકે તેમ છે. કોંગ્રેસ અને આપ વચ્ચે મતોનું વિભાજન થવાથી કોંગ્રેસ માટે મુશ્કેલી છે. જ્યારે ભાજપના હર્ષદ રિબડિયાનું પોતાનું સંગઠન, ભાજપનું સંગઠન અને ખેડૂત નેતાની છાપથી તેમનું પલડું ભારે છે.
માંગરોળ બેઠક
ભાજપે આ સીટ પરથી સતત ત્રીજીવાર ભગવાનજી કરગઠિયાને તો કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય બાબુભાઈ વાજાને અને આમ આદમી પાર્ટીએ ક્ષત્રિય એવા પીયૂષ પરમારને ટિકિટ આપી છે. ભાજપની કમિટેડ વોટબેંક ગણાતા ક્ષત્રિયો આપ તરફ વળે એવી શક્યતા છે. જેથી ભાજપના મતોમાં ગાબડું પડી શકે છે. મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર AIMIMના ઉમેદવાર પણ ચૂંટણી જંગમાં છે. પરંતુ AIMIM કોંગ્રેસના મત તોડતા હોવાનું સમીકરણ બેસાડી મુસ્લિમોને કોંગ્રેસે પોતાની તરફે કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેથી કોંગ્રેસે નુકસાન થતા અટકાવી લીધું છે. તો બીજી બાજુ સાંસદ રાજેશ ચુડસમાનું હોમટાઉન હોવાથી તેમની સાખ પણ દાવ પર લાગેલી છે. કોંગ્રેસના ધારાસભ્યને બે ટર્મની એન્ટીઇન્કમ્બન્સી નડી શકે છે. આમ આ સીટ પર ભાજપની જીત થઈ શકે છે.
તાલાલા બેઠક
તાલાલામાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા વર્તમાન ધારાસભ્ય અને આહિર સમાજના ભગવાનભાઈ બારડને તો કોંગ્રેસે કારડિયા રાજપૂત સમાજના માનસિંહ ડોડિયાને અને આમ આદમી પાર્ટીએ કોળી સમાજના દેવેન્દ્ર સોલંકીને ટિકિટ આપી છે. આ સીટ પર 55000થી વધુ કોળી અને આહિરોના 33000 તો પાટીદારોના 30,000 જ્યારે કારડિયા સમાજના 25000 મતદારો છે. આ સીટ પર જસુભાઈ બારડના ભાઈ ભગવાનભાઈ ભાજપમાંથી ચૂંટણી લડે છે. બારડ પરિવારનું મજબૂત સંગઠન અને તેની સાથે ભાજપનું સંગઠન મળીને તેમની સ્થિતિ મજબૂત કરે છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારની કોળી મત સિવાય અન્ય જ્ઞાતિ પર પકડ નથી. તેની સાથે સાથે ભાજપે નારાજ પાટીદારોને પણ મનાવી લીધા છે. તો બીજી તરફ ભગવાન બારડે કોંગ્રેસ છોડી દીધી હોવાથી કોંગ્રેસનું સંગઠન નબળુ પડ્યું છે અને આગેવાનોની પણ ખોટ છે. જેથી આ સીટ પર ભાજપના ભગવાન બારડની જીતની શક્યતા છે.
કોડીનાર બેઠક
આ સીટ પરથી કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય મોહન વાળાની ટિકિટ કાપીને RTI કાર્યકર્તા મહેશ મકવાણાને જ્યારે ભાજપે ડો. પ્રદ્યુમન વાજાન અને આમ આદમી પાર્ટીએ વેલજીભાઈ મકવાણાને ટિકિટ આપી છે. કોળી, મુસ્લિમ, કારડિયા રાજપૂત અને દલિતોનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર ભાજપ આક્રમક પ્રચાર કરી રહ્યો છે. તેમજ પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી પણ ભાજપને જીતાડવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. અમિત શાહ અને સ્મૃતિ ઇરાની પણ સભાઓ ગજવી ચૂક્યા છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર અને એક સ્વચ્છ છબિ ધરાવે છે. તો બીજી તરફ વર્તમાન ધારાસભ્ય મોહન વાળાએ ટિકિટ કપાવાથી અને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડ(દીનુ બોઘાને પણ હરાવ્યા હતા)એ ટિકિટ ન મળવાથી રાજીનામા આપી દીધા છે. આમ કોંગ્રેસના બન્ને પૂર્વ ધારાસભ્ય નિષ્ક્રિય રહ્યા છે. જેથી કોંગ્રેસનું સંગઠન જ રહ્યું નથી. માત્ર એટલું જ નહીં, કોંગ્રેસના મહેશ મકવાણાનો કોઈ પ્રભાવ નથી. નજીવા માર્જિનથી હાર-જીત થશે. હાલ ભાજપ નજીવી લીડથી જીતી જાય એવી શક્યતા છે.