કોલકાતા નાઈટ રાઈડર્સે બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. KKRએ ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જેમાં DCએ 20 ઓવરમાં માત્ર 135/5નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં એક સમયે એક તરફી થયેલી મેચને જીતવા માટે કોલકાતાની આંખોમાં પાણી આવી ગયા હતા. જોકે રાહુલ ત્રિપાઠીએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સ મારી KKRને મેચ જીતાડી હતી. આ મેચ પછી પૃથ્વી શો અને કેપ્ટન પંત સહિત મોટાભાગના ખેલાડીઓ મેદાન પર ભાવુક થવાથી લઈને કાર્તિકનો ફિલ્ડિંગ દરમિયાન કોડ વર્ડ લીક થયો હતો.
શ્વાસ અધ્ધર કરી દેતી અંતિમ ઓવર
એક સમયે કોલકાતાની એક તરફી મેચ સરળતાથી ચેઝ જીતી લેવા સક્ષમ હતી. પરંતુ દિલ્હીએ આક્રમક બોલિંગની સહાયથી 7 રનની અંદર કોલકાતાની ટીમની 6 વિકેટ લીધી હતી. દિનેશ કાર્તિક, કેપ્ટન મોર્ગન, શાકિબ અલ હસન શૂન્ય રન કરી પેવેલિયન ભેગા થયા હતા. છેલ્લી ઓવરમાં કોલકાતાને 7 રનની જરૂર હતી અને દિલ્હી તરફથી રવિચંદ્રન અશ્વિન બોલિંગ કરવા માટે આવ્યો હતો.
દિનેશ કાર્તિકે કોડ વર્ડમાં વરુણને મેસેજ આપ્યો.....
Kartik calling varun 😅 🤫 secret codes?!!! Video courtesy @IPL @StarSportsIndia pic.twitter.com/5tF6MTpsQm
— Parth.vyas22 (@PVyas22) October 13, 2021