IPLની 55મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 27 રનથી હરાવ્યું છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે આ સિઝનની પહેલી મેચ રમાઈ હતી. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં આઠ વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 140 રન જ બનાવી શકી હતી.
ચેન્નાઈની શાનદાર જીત
બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની વર્તમાન સિઝનમાં સાતમી જીત મેળવી છે. આ જીત સાથે ચેન્નાઈ પ્લેઓફની નજીક પહોંચી ગયું છે. તેના હવે 12 મેચમાં 15 પોઈન્ટ છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સની 11 મેચમાં આ સાતમી હાર છે. તેના આઠ અંક છે. દિલ્હીની આગામી મેચ 13 મેના રોજ પંજાબ કિંગ્સ સામે છે. તો ચેન્નાઈની ટીમ 14 મેના રોજ કોલકાતા સામે ટકરાશે.
CSKએ દિલ્હીને આપ્યો 168 રનનો ટાર્ગેટ
ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેણે 20 ઓવરમાં આઠ વિકેટે 167 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે આ મેચમાં કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો નથી. શિવમ દુબેએ 12 બોલમાં સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 24, અંબાતી રાયડુએ 23, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણેએ 21-21 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ 10 અને મોઈન અલીએ સાત રન બનાવ્યા હતા. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઓવરમાં ઝડપી રન બનાવ્યા હતા. તેણે નવ બોલમાં 20 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી મિશેલ માર્શે ત્રણ અને અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદ, લલિત યાદવ અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી.
ધોનીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતા
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈના કેપ્ટન ધોનીના આ નિર્ણયથી દિલ્હીનો કેપ્ટન ડેવિડ વોર્નર ખુશ દેખાઈ રહ્યો હતો. તેની ટીમ રનનો પીછો કરતી વખતે છેલ્લી મેચ જીતી હતી. દિલ્હીએ એક ફેરફાર કર્યો હતો. મનીષ પાંડેની જગ્યાએ લલિત યાદવને તક મળી હતી.
દિલ્હી કેપિટલ્સની ઈનિંગ
140/8 (ઓવર 20): CSKની શાનદાર જીત, દિલ્હીને 27 રને હરાવ્યું
125/7 (ઓવર 19): દિલ્હી માટે જીતવું અશક્ય છે, 7મી વિકેટ પણ ગુમાવી દીધી છે, આખરી ઓવરમાં 43 રનની જરૂર છે
120/6 (ઓવર 18): દિલ્હીનો સ્કોર 18 ઓવર બાદ 6 વિકેટના નુકશાન પર 120 છે, દિલ્હી કેપિટલ્સની છઠ્ઠી વિકેટ પડી, અક્ષર પટેલ 12 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો
108/5 (ઓવર 17): દિલ્હીએ 17મી ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો છે, પરંતુ જીત હજુ કોશો દૂર છે, દિલ્હી માટે અક્ષર પટેલ શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે
97/5 (ઓવર 16): પથિરાનાની બીજી ઓવરમાં 6 રન આવ્યા, દિલ્હીને હજુ જીતવા 24 બોલમાં 71 રનની જરૂર છે
91/5 (ઓવર 15): દિલ્હી કેપિટલ્સ ટીમને રિલે રુસોના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો છે. રૂસો 37 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવીને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં આઉટ થયો હતો
88/4 (ઓવર 14): મોઈન અલીએ તેની બોલિંગ સ્પેલ ખતમ કર્યો છે, અલીએ 4 ઓવરમાં માત્ર 16 રન આપ્યા હતા, જોકે તેને એકપણ સફળતા મળી ન હતી
84/4 (ઓવર 13): દિલ્હીને જીતવા માટે 42 બોલમાં 84 રનની જરૂર છે. દિલ્હીએ 13 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા છે. ટીમની ચોથી વિકેટ મનીષ પાંડેના રૂપમાં પડી હતી. તે 29 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. પથિરાનાએ મનીષને આઉટ કર્યો હતો.
76/3 (ઓવર 12): મોઈન અલીની વધુ એક શાનદાર ઓવર, આ ઓવરમાં આવ્યા માત્ર 4 રન, મનીષ પાંડે અને રુસો વચ્ચે અર્ધશતકીય ભાગીદારી
72/3 (ઓવર 11): દિલ્હી કેપિટલ્સનો સ્કોર 11 ઓવરના અંતે 3 વિકેટના નુકશાને 72 રન છે, મનીષ પાંડે અને રિલે રુસો હજુ પણ ક્રીઝ પર છે
65/3 (ઓવર 10): મોઈન અલીની બીજી ઓવરમાં માત્ર 2 રન આવ્યા, દિલ્હીને જીતવા માટે હજુ 60 બોલમાં 103 રનની જરૂર છે
63/3 (ઓવર 9): દિલ્હી કેપિટલ્સે 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 63 રન બનાવ્યા. દિલ્હીને જીતવા માટે 66 બોલમાં 105 રનની જરૂર છે. મનીષ પાંડે અને રિલે રુસો વચ્ચે 38 રનની ભાગીદારી થઈ છે
55/3 (ઓવર 8): મોઈન અલીની પ્રથમ ઓવરમાં 8 રન આવ્યા, મનીષ પાંડે 14 બોલમાં 14 રન અને રિલે રુસો 15 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યા છે
48/3 (ઓવર 7): રવિન્દ્ર જાડેજાની પ્રથમ ઓવર શાનદાર રહી માત્ર એક રન આવ્યો, 7 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 3 વિકેટે 48 રન છે
47/3 (ઓવર 6): દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 84 બોલમાં 121 રનની જરૂર છે. ટીમે 6 ઓવરમાં 3 વિકેટના નુકસાને 47 રન બનાવ્યા છે. મનીષ પાંડે 8 રન અને રિલે રુસો 15 રન બનાવીને રમી રહ્યા છે
42/3 (ઓવર 5): લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમે પ્રથમ પાંચ ઓવરમાં 42 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમને ત્રણ મોટા ઝટકા પણ લાગ્યા છે. મનીષ પાંડે 12 અને રિલે રુસો 6 રન બનાવીને રમી રહ્યા છે
27/3 (ઓવર 4): દિલ્હી કેપિટલ્સ ટીમને મિચેલ માર્શના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા માર્શ ચાર બોલમાં ચોગ્ગાની મદદથી પાંચ રન બનાવીને રનઆઉટ થયો હતો. ટીમનો સ્કોર 4 ઓવરના અંતે ત્રણ વિકેટે 27 રન છે
25/2 (ઓવર 3): દિલ્હી કેપિટલ્સની બીજી વિકેટ પડી. ફિલિપ સોલ્ટ 11 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. દીપક ચહરે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. દિલ્હીએ 3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 25 રન બનાવ્યા
13/1 (ઓવર 2): ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ માટે બીજી ઓવર નાખી. ફિલિપ સોલ્ટે દેશપાંડેની ઓવરમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 11 રન આવ્યા. ટીમનો સ્કોર બે ઓવરના અંતે એક વિકેટના નુકસાને 13 રન છે
1/1 (ઓવર 1): 168 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી દિલ્હીને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો છે, કપ્તાન વાર્નર દીપક ચહરની ઓવરમાં આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ
167/8 (ઓવર 20): આખરી ઓવરમાં 2 વિકેટ પડી, CSKએ દિલ્હીને આપ્યો 168 રનનો ટાર્ગેટ
160/6 (ઓવર 19): ખલીલ અહેમદની આખરી ઓવર ખર્ચાળ સાબિત થઈ, આ ઓવરમાં આવ્યા 21 રન, 19 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 6 વિકેટે 160 રન છે
139/6 (ઓવર 18): કુલદીપ યાદવની આખરી ઓવરમાં એક સિક્સની મદદથી 11 રન આવ્યા, ધોની અને જાડેજા ક્રીઝ પર છે
128/6 (ઓવર 17): દિલ્હી કેપિટલ્સ ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. 126 રનના સ્કોર પર ચેન્નાઈ સુપર કિંગ્સના 6 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા છે. અંબાતી રાયડુ 17 બોલમાં 23 રન બનાવીને ખલીલ અહેમદની ઓવરમાં આઉટ થયો હતો
125/5 (ઓવર 16): ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 16 ઓવર બાદ 5 વિકેટના નુકશાન પર 125 રન છે, અંબાતી રાયડુ અને રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર છે
117/5 (ઓવર 15): ચેન્નાઈ સુપર કિંગ્સની પાંચમી વિકેટ શિવમ દુબેના રૂપમાં પડી છે. તે 12 બોલમાં 3 છગ્ગાની મદદથી 25 રન બનાવીને આઉટ થયો હતો. તેને મિશેલ માર્શે શિકાર બનાવ્યો હતો. ચેન્નાઈએ 15 ઓવરમાં 115 રન બના��્યા છે
111/4 (ઓવર 14): ચેન્નાઈ માટે શિવમ દુબે શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે, 14મી ઓવરના પ્રથમ 2 બોલ પર દુબેની 2 સિક્સ બાદમાં રાયડુની એક ફોર અને સિક્સ, દિલ્હી માટે આ ઓવર ખર્ચાળ સાબિત થઈ, ઓવરમાં 23 રન આવ્યા
88/4 (ઓવર 13): મિશેલ માર્શની પ્રથમ ઓવરમાં 6 રન આવ્યા, 13 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 4 વિકેટના નુકશાન પર 88 રન છે, અંબાતી રાયડુની IPLમાં 200મી મેચ
82/4 (ઓવર 12): ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝનમાં તોફાની બેટિંગ કરનાર અજિંક્ય રહાણે દિલ્હી સામે માત્ર 21 રન બનાવી આઉટ થયો. લલિત યાદવે તેની જ બોલિંગ પર એક હાથે અદ્ભુત કેચ લઈને તેને આઉટ કર્યો હતો
77/3 (ઓવર 11): અક્ષર પટેલની આખરી ઓવરમાં 11 રન આવ્યા, પટેલે 4 ઓવરમાં 27 રન આપી 2 વિકેટ ઝડપી
66/3 (ઓવર 10): ચેન્નાઈ સુપર કિંગ્સે 10 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 66 રન બનાવ્યા છે. ટીમની ત્રીજી વિકેટ મોઈન અલીના રૂપમાં પડી હતી. તે 12 બોલમાં 7 રન બનાવીને કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો
61/2 (ઓવર 9): અક્ષર પટેલની વધુ એક શાનદાર ઓવર, આ ઓવરમાં માત્ર 4 રન આપ્યા, 9 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 61 રન છે
57/2 (ઓવર 8): ચેન્નાઈ સુપર કિંગ્સે 8 ઓવર બાદ 2 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે 13 રન બનાવીને રમી રહ્યો છે. મોઈન અલીએ 5 રન બનાવ્યા છે
52/2 (ઓવર 7): ચેન્નાઈ સુપર કિંગ્સની બીજી વિકેટ પડી. ઋતુરાજ ગાયકવાડ 18 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલને બીજી ઓવરમાં બીજી વિકેટ લીધી હતી. રહાણે 10 રન બનાવીને ક્રિઝ પર છે. મોઈન અલી બેટિંગ માટે આવ્યો છે
49/1 (ઓવર 6): ચેન્નાઈની શરૂઆત ધીમી રહી, પાવરપ્લેમાં 1 વિકેટના નુકશાન પર 49 રન બનાવ્યા છે, કોનવે આઉટ થયા બાદ રહાણે બેટિંગ કરવા આવ્યો છે
41/1 (ઓવર 5): દિલ્હીને 5મી ઓવરમાં પહેલી સફળતા મળી છે, અક્ષર પટેલની ઓવરના પહેલા જ બોલે કોનવે આઉટ થયો હતો, તેણે 13 બોલમાં 10 રન બનાવ્યા હતા
32/0 (ઓવર 4): ચેન્નાઈની ધીમી શરૂઆત, 4 ઓવરમાં વિના વિકેટે 32 રન બનાવ્યા છે, ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ક્રીઝ પર છે
25/0 (ઓવર 3): ખલીલ અહેમદની વધુ એક શાનદાર ઓવર, ત્રીજી ઓવરમાં માત્ર 5 રન આવ્યા, 3 ઓવર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર વિના વિકેટે 25 રન છે
20/0 (ઓવર 2): દિલ્હી કેપિટ્લ્સ માટે બીજી ઓવર ઈશાંત શર્માએ નાખી, આ ઓવરમાં 3 ફોરની મદદથી 16 રન આવ્યા
4/0 (ઓવર 1): ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ શરૂ થઈ ગઈ છે, ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગ માટે આવ્યા છે, તો દિલ્હી કેપિટ્લ્સ માટે પ્રથમ ઓવર ખલીલ અહેમદે નાખી, પ્રથમ ઓવરમાં માત્ર 4 રન આવ્યા
બંને ટીમોની પ્લેઇંગ-11
ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની(કેપ્ટન/વિકેટકીપર), દીપક ચાહર, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષ્ણા
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, રિલી રુસો, અક્ષર પટેલ, અમન હકીમ ખાન, રિપલ પટેલ, લલિત યાદવ, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા