દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું છે. આ હાર સાથે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 213 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ માત્ર 198 રન જ બનાવી શકી હતી.
દિલ્હીએ પંજાબને 15 રને હરાવ્યું
દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું છે. આ હાર સાથે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 213 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પંજાબની ટીમ 198 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. દિલ્હી તરફથી રિલે રુસોએ સૌથી વધુ અણનમ 82 રન બનાવ્યા હતા. તેના સિવાય પૃથ્વી શૉએ પણ 54 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ વોર્નરે 46 અને ફિલિપ સોલ્ટે 26 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેમ કરને બે વિકેટ ઝડપી હતી.
પંજાબ તરફથી લિયામ લિવિંગસ્ટોને સૌથી વધુ 94 રન બનાવ્યા હતા. આ સાથે જ અથર્વ તાયડે 55 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી એનરિક નોર્ખિયા અને ઈશાંતે બે-બે વિકેટ લીધી હતી.
દિલ્હીએ બે વિકેટે 213 રન બનાવ્યા હતા
પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે બે વિકેટે 213 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી રિલે રુસોએ સૌથી વધુ અણનમ 82 રન બનાવ્યા હતા. તેના સિવાય પૃથ્વી શૉએ પણ 54 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ વોર્નરે 46 અને ફિલિપ સોલ્ટે 26 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેમ કરને બે વિકેટ ઝડપી હતી. તેના સિવાય અન્ય કોઈ બોલર વિકેટ લઈ શક્યો નહોતો.
પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી
પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબની ટીમ આ મેચમાં બે ફેરફાર સાથે ઉતરી છે. અથર્વ તાઈડે અને કાગીસો રબાડા આ મેચ રમી રહ્યા છે. મિશેલ માર્શની ઈજાના કારણે દિલ્હીની ટીમમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા છે.
પંજાબ કિંગ્સની ઈનિંગ
181/7 (ઓવર 19): પંજાબની 7મી વિકેટ પડી. હરપ્રીત બ્રાર રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ટીમને જીતવા માટે 6 બોલમાં 33 રનની જરૂર છે
176/5 (ઓવર 18): પંજાબ માટે લિવિંગસ્ટોન શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે, તે માત્ર 38 બોલમાં 77 રન બનાવીને રમી રહ્યો છે, પંજાબને જીતવા માટે 12 બોલમાં 38 રનની જરૂર છે
155/5 (ઓવર 17): પંજાબ કિંગ્સની 5મી વિકેટ પડી. શાહરૂખ ખાન 6 રન બનાવીને આઉટ થયો હતો. ખલીલ અહેમદે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમે 17 ઓવરમાં 155 રન બનાવ્યા છે. પંજાબને જીતવા માટે 18 બોલમાં 59 રનની જરૂર છે
135/4 (ઓવર 16): પંજાબ કિંગ્સની ચોથી વિકેટ જીતેશ શર્માના રૂપમાં પડી હતી. તે શૂન્ય પર આઉટ થયો હતો. નોર્ખીયાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ પહેલા અથર્વ તાયડે 55 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પંજાબે 16 ઓવરમાં 135 રન બનાવ્યા છે, લિવિંગસ્ટોનની શાનદાર ફિફ્ટી
128/3 (ઓવર 15): અથર્વ તાયડે 42 બોલમાં 55 રન બનાવ્યા બાદ મેદાનની બહાર જવાનું નક્કી કર્યું છે. તે સંપૂર્ણ લયમાં ન હતો અને બોલ સાથે તેના બેટનો સંપર્ક બરાબર થઈ રહ્યો ન હતો. તેથી તેણે પાછા ફરવાનું નક્કી કર્યું. અથર્વ રિટાયર હર્ટ થતાં જીતેશ શર્મા ક્રિઝ પર આવ્યો છે
117/2 (ઓવર 14): પંજાબ કિંગ્સે 14 ઓવરમાં 117 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટોન 37 રન બનાવીને રમી રહ્યો છે. અથર્વ 54 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 67 રનની ભાગીદારી થઈ છે. પંજાબને જીતવા માટે 36 બોલમાં 97 રનની જરૂર છે
113/2 (ઓવર 13): અથર્વ તાયડેએ શાનદાર બેટિંગ કરતાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 38 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટોન 34 રન બનાવીને રમી રહ્યો છે
100/2 (ઓવર 12): પંજાબે 12મી ઓવરમાં 2 વિકેટના નુકશાન પર 100 રન પુરા કરી લીધા છે, લિવિંગસ્ટોન અને અથર્વ તાયડે વચ્ચે 33 બોલમાં અર્ધશતકીય ભાગીદારી નોંધાઈ છે
85/2 (ઓવર 11): મુકેશ કુમારની બીજી ઓવરમાં એક સિક્સની મદદથી 10 રન આવ્યા, 11 ઓવર બાદ પંજાબનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 85 રન છે
75/2 (ઓવર 10): પંજાબ કિંગ્સે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 75 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટોન 13 રન બનાવીને રમી રહ્યો છે. અથર્વ 36 રન બનાવીને ક્રિઝ પર છે. ટીમને જીતવા માટે 60 બોલમાં 139 રનની જરૂર છે
63/2 (ઓવર 9): પંજાબને જીતવા માટે 66 બોલમાં 151 રનની જરૂર છે. ટીમે 9 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 63 રન બનાવી લીધા છે. અથર્વ 33 રન બનાવીને રમી રહ્યો છે. લિવિંગસ્ટોન 5 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 13 રનની ભાગીદારી થઈ છે
55/2 (ઓવર 8): પંજાબે 8 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 55 રન બનાવ્યા છે. અથર્વ તાયડે 27 રન બનાવીને રમી રહ્યો છે. લિવિંગસ્ટોને 3 રન બનાવ્યા છે
51/2 (ઓવર 7): પંજાબ કિંગ્સની બીજી વિકેટ 50 રનના સ્કોર પર પડી હતી. પ્રભસિમરન સિંહ 19 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને યશ ધુલના હાથે કેચ કરાવ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન હવે અથર્વ તાઈડે સાથે ક્રીઝ પર છે
47/1 (ઓવર 6): પંજાબ કિંગ્સે 6 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 47 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 84 બોલમાં 167 રનની જરૂર છે. અથર્વ તાયડે 23 રને અને પ્રભસિમરન સિંહ 21 રને રમી રહ્યા છે
36/1 (ઓવર 5): પંજાબ કિંગ્સને જીતવા માટે 90 બોલમાં 178 રનની જરૂર છે. ટીમે 5 ઓવર બાદ એક વિકેટના નુકસાન સાથે 36 રન બનાવ્યા હતા. અથર્વ તાયડે 12 રન બનાવીને રમી રહ્યો છે. પ્રભસિમરન સિંહે 16 બોલમાં 21 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 36 રનની ભાગીદારી નોંધાઈ છે.
23/1 (ઓવર 4): પંજાબ કિંગ્સે 4 ઓવર બાદ 23 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહ 15 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા છે. અથર્વ 1 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબને જીતવા માટે 191 રનની જરૂર છે
10/1 (ઓવર 3): પંજાબની ખરાબ શરૂઆત, 3 ઓવરમાં 1 વિકેટના નુકશાન પર માત્ર 10 રન બનાવ્યા છે, ખલીલ અહેમદે 2 ઓવરમાં માત્ર 2 રન આપ્યા છે
7/1 (ઓવર 2): પંજાબ કિંગ્સને ઈનિંગની બીજી ઓવરના પહેલા બોલ પર કેપ્ટન શિખર ધવનના રૂપમાં પહેલો ફટકો લાગ્યો હતો. ધવન ખાતું ખોલાવ્યા વિના જ ઈશાંત શર્માની ઓવરમાં આઉટ, હવે અથર્વ તાયડે બેટિંગ કરવા ઉતર્યો છે
0/0 (ઓવર 1): 214 રનના ટાર્ગેટનો પીછો કરતા પંજાબ કિંગ્સે ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં એક પણ રન બનાવ્યો ન હતો. ખલીલની પહેલી ઓવર મેડન રહી, શિખર ધવન અને પ્રભસિમરન સિંહ ઇનિંગની શરૂઆત કરવા મેદાન પર ઉતર્યા છે
દિલ્હી કેપિટલ્સની ઈનિંગ
213/2 (ઓવર 20): દિલ્હી સામે પંજાબને જીતવા 214 રનનો મુશ્કેલ ટાર્ગેટ
190/2 (ઓવર 19): નાથન એલિસની આખરી ઓવર ખર્ચાળ સાબિત થઈ, આ ઓવરમાં એક ફોર અને 2 સિક્સની મદદથી 18 રન આવ્યા
172/2 (ઓવર 18): હરપ્રીત બ્રારની બીજી ઓવરમાં એક ફોરની મદદથી 10 રન આવ્યા, 18 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 172 રન છે
162/2 (ઓવર 17): દિલ્હી કેપિટલ્સે 17 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા છે. રિલે રુસોએ વિસ્ફોટક બેટિંગ કરતાં અડધી સદી પૂરી કરી હતી. તે 28 બોલમાં 56 રન બનાવીને રમી રહ્યો છે
154/2 (ઓવર 16): દિલ્હીનો સ્કોર 150 રનને પાર થયો છે. ટીમે 16 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા છે. રિલે રુસો 49 રન બનાવીને રમી રહ્યો છે. ફિલિપ સોલ્ટે 2 રન બનાવ્યા છે. પંજાબ તરફથી સેમ કરને 2 વિકેટ લીધી હતી
148/2 (ઓવર 15): દિલ્હી કેપિટલ્સની બીજી વિકેટ 148 રનના સ્કોર પર પડી. પૃથ્વી શૉ 38 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો છે. તેણે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. સેમ કરને તેને અથર્વ તાઈડેના હાથે કેચ કરાવ્યો
138/1 (ઓવર 14): પૃથ્વી શોએ પોતાની અડધી સદી પૂરી કરી છે, તે 37 બોલમાં 54 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 7 ફોર અને 1 સિક્સર ફટકારી છે. પંજાબે 14 ઓવર પછી એક વિકેટના નુકસાન પર 138 રન બનાવ્યા છે
125/1 (ઓવર 13): દિલ્હી કેપિટલ્સે 13 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા છે. પંજાબ માટે 13મી ઓવર મોંઘી સાબિત થઈ હતી. કાગીસો રબાડાએ 17 રન આપ્યા હતા. દિલ્હી તરફથી રિલે રુસો 13 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. પૃથ્વી શૉ 34 બોલમાં 49 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 31 રનની ભાગીદારી નોંધાઈ છે
108/1 (ઓવર 12): દિલ્હીએ 12 ઓવર પછી એક વિકેટના નુકસાન પર 108 રન બનાવ્યા છે. પૃથ્વી શૉ 33 બોલમાં 49 રન બનાવીને રમી રહ્યો છે. રિલે રુસોએ 8 બોલમાં 11 રન બનાવ્યા છે
103/1 (ઓવર 11): દિલ્હી કેપિટલ્સની પ્રથમ વિકેટ પડી. કેપ્ટન ડેવિડ વોર્નર 31 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો. સેમ કરને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. વોર્નરે આ ઈનિંગ દરમિયાન 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી
93/0 (ઓવર 10): પૃથ્વી શો અને ડેવિડ વોર્નર વચ્ચે 93 રનની ભાગીદારી થઈ છે. દિલ્હી કેપિટલ્સે 10 ઓવરમાં 93 રન બનાવ્યા છે. વોર્નર 46 અને પૃથ્વી 45 રન બનાવીને રમી રહ્યા છે. આ બંને સદીની ભાગીદારીની નજીક છે
83/0 (ઓવર 9): દિલ્હી કેપિટલ્સે 9 ઓવરમાં 83 રન બનાવ્યા છે. પંજાબ કિંગ્સના બોલરો પૃથ્વી શો અને ડેવિડ વોર્નરની જોડીને તોડી શક્યા નથી. વોર્નર 39 અને શો 42 રન બનાવીને રમી રહ્યા છે
76/0 (ઓવર 8): અર્શદીપની બીજી ઓવર પંજાબ માટે શાનદાર રહી, આ ઓવરમાં માત્ર 5 રન આવ્યા, 8 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 76 રન છે
71/0 (ઓવર 7): રાહુલ ચહરની પ્રથમ ઓવરમાં 2 ફોરની મદદથી 10 રન આવ્યા, 7 ઓવર બાદ દિલ્હીનો સ્કોર વિના વિકેટે 71 રન છે
61/0 (ઓવર 6): દિલ્હી કેપિટલ્સે આક્રમક શરૂઆત કરી છે, પાવરપ્લેમાં વિના વિકેટે 61 રન બનાવી લીધા છે, દિલ્હીના ઓપનરો શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે
51/0 (ઓવર 5): દિલ્હી કેપિટલ્સે 5 ઓવરના અંતે વિના વિકેટે 51 રન બનાવી લીધા છે, પૃથ્વી શો 16 બોલમાં 25 રન અને વાર્નર 14 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યા છે, બંને વચ્ચે અર્ધશતકીય ભાગીદારી નોંધાઈ છે
35/0 (ઓવર 4): રબાડાની બીજી ઓવરમાં એક ફોર અને 2 સિક્સની મદદથી 17 રન આવ્યા, પંજાબ માટે આ ઓવર ખર્ચાળ રહી, 4 ઓવર બાદ દિલ્હીનો સ્કોર વિના વિકેટે 35 રન છે
18/0 (ઓવર 3): દિલ્હીના ઓપનરોની ધીમી શરૂઆત, 3 ઓવરમાં માત્ર 18 રન જ બનાવ્યા છે, ડેવિડ વાર્નર અને પૃથ્વી શો ક્રીઝ પર છે
6/0 (ઓવર 2): પંજાબ માટે બીજી ઓવર કાગીસો રબાડાએ કરી, આ ઓવરમાં માત્ર 2 રન જ આવ્યા છે, 2 ઓવર બાદ દિલ્હીનો સ્કોર વિના વિકેટે 6 રન છે
4/0 (ઓવર 1): દિલ્હી કેપિટલ્સની ઈનિંગ શરૂ થઈ ગઈ છે, ડેવિડ વાર્નર અને પૃથ્વી શો ઓપનિંગ માટે આવ્યા છે, પંજાબ તરફથી પ્રથમ ઓવર સેમ કરને નાખી, પ્રથમ ઓવરમાં માત્ર 4 રન આવ્યા
પંજાબ માટે કરો યા મરો મુકાબલો
પંજાબ કિંગ્સ માટે આ કરો યા મરો મુકાબલો હશે. પંજાબના 12 મેચ બાદ 12 પોઈન્ટ છે. આ ટીમે છ મેચ જીતી છે અને છમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે પંજાબ પાસે બાકીની બે મેચ જીતીને 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવવાની તક છે. આ મેચ હારવા પર પંજાબની ટીમ પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવનઃ
પંજાબ કિંગ્સ: શિખર ધવન(કેપ્ટન), અથર્વ તાઈડે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા(વિકેટકીપર), સેમ કરન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, કાગીસો રબાડા, નાથન એલિસ, અર્શદીપ સિંહ
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર(કેપ્ટન), પૃથ્વી શો, ફિલિપ સોલ્ટ(વિકેટકીપર), રિલી રોસો, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, યશ ધુલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ખિયા, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ