IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે 14 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. RCBએ જીતવા માટે LSGને 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં લખનઉ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 193 રનનો સ્કોર જ નોંધાવી શકતા મેચ હારી ગયું છે. આ દરમિયાન LSGના કેપ્ટન રાહુલે 58 બોલમાં 79 રન કર્યા હતા, જ્યારે બીજી બાજુ RCBના હેઝલવુડે 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.
અમદાવાદમાં RCB v/s RRની મેચ
ક્વોલિફાયર-2માં હવે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 27 મેના દિવસ આયોજિત થશે. આમાંથી જે ટીમ મેચ જીતશે તે 29 મેના દિવસે ગુજરાત ટાઈટન્સ સામે ફાઈનલ મેચ રમશે.
કોહલી અને પાટીદાર વચ્ચે શાનદાર પાર્ટનરશિપ, મેક્સવેલ ફ્લોપ
રજતે કૃણાલની એક ઓવરમાં 20 રન કર્યા
કે.એલ.રાહુલની વિસ્ફોટક બેટિંગ
લખનઉના કેપ્ટન કે.એલ.રાહુલે 58 બોલમાં 3 ચોગ્ગા 5 છગ્ગા સાથે 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ દીપક હુડાએ 45 રન કર્યા હતા.
બંને ટીમોની પ્લેઈંગ 11
બેંગ્લોર - કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, એવિન લુઈસ, દીપક હુડા, મનન વોહરા, કૃણાલ પંડયા, માર્કસ સ્ટોઈનિસ, રવિ બિશ્નોઈ, દુષ્મંથા ચમીરા, મોહસીન ખાન, અવેશ ખાન
લખનઉ - ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, મહિપાલ લોમર, દિનેશ કાર્તિક, વાનિન્દુ હસરંગા, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ.