રાજસ્થાન રોયલ્સે આઠ વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી જોસ બટલરે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિન અને શિમરોન હેટમાયરે 30-30 રનની ઇનિંગ્સ રમી હતી. દેવદત્ત પડિકલે 38 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજા, આકાશ સિંહ અને તુષાર દેશપાંડેએ બે-બે વિકેટ લીધી હતી. મોઈન અલીને એક વિકેટ મળી હતી.
IPL 2023ની 17મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આમને-સામને છે. આ બંને ટીમો આ સિઝનમાં ત્રણ-ત્રણ મેચ રમી છે. આ ટીમોએ પોતાની બે મેચ જીતી છે. આ મેચમાં ધોની 200મી વખત ચેન્નાઈની કેપ્ટનશીપ કરશે. આવી સ્થિતિમાં પોતાની જીત સાથે તે આ મેચને તેના માટે ખાસ બનાવવા માંગશે. ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મોઈન અલી અને મહિષ તિક્ષ્ણા ચેન્નાઈમાં પરત ફર્યા છે. તો ટ્રેન્ટ બોલ્ટ રાજસ્થાન માટે આ મેચ રમી રહ્યો નથી.
મેચ પહેલા MS ધોનીનું વિશેષ સન્માન
ચેપોકમાં મેચની શરૂઆત પહેલા CSKના કેપ્ટન MS ધોનીનું સન્માન કરવામાં આવ્યું. ધોની આજે 200મી વખત IPLમાં ચેન્નાઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ ખાસ અવસર પર ટીમના માલિક અને પૂર્વ BCCI પ્રમુખ એન શ્રીનિવાસને ધોનીને વિશેષ સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કર્યો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સની ઇનિંગ્સ
ઓવર 20ઃ રાજસ્થાનની IPL 2023માં ત્રીજી જીત, ચેન્નાઈને 3 રને હરાવ્યું
ઓવર 19ઃ જાડેજાની ફટકાબાજી, 19મી ઓવરમાં 19 રન આવ્યા, ચેન્નાઈને હજુ મેચ જીતવા 6 બોલમાં 21 રનની જરૂર
ઓવર 18ઃ જમ્પાની ઓવરમાં પહેલા જ બોલે ધોનીની ફોર, બાદમાં ચોથા બોલે સિક્સ, 18મી ઓવરમાં આવ્યા 14 રન, ચેન્નાઈને હજુ 12 બોલમાં 40 રનની જરૂર
ઓવર 17ઃ ચહલની વધુ એક ચપળ ઓવર ખતમ, 17મી ઓવરમાં આવ્યા માત્ર 5 રન, ધોની 5 અને જાડેજા 6 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 16ઃ અશ્વિનની વધુ એક સફળ ઓવર સમાપ્ત, ચેન્નાઈને હજુ મેચ જીતવા 24 બોલમાં 59 રનની જરૂર છે
ઓવર 15ઃ ચહલની ઓવરના પહેલા અને છેલ્લા બોલે વિકેટ, ડેવોન કોનવેની શાનદાર બેટિંગ, 37 બોલમાં ફિફ્ટી ફટકારી આઉટ
ઓવર 14ઃ ચેન્નાઈ મશ્કેલીમાં, મોઈન અલી 7 રન બનાવીને આઉટ, લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પોતાના પ્રારંભિક 100 રન પૂરા કર્યા
ઓવર 13ઃ ચહલની ચતુરાઈભરી બોલિંગ, 13મી ઓવરમાં આવ્યા માત્ર 5 રન
ઓવર 12ઃ અશ્વિને રાજસ્થાનને ત્રીજી સફળતા અપાવી, શિવમ દુબે આઉટ, શિવમ દુબે 8 રન બનાવીને આઉટ, ચેન્નાઈને જીતવા 48 બોલમાં 83 રનની જરૂર
ઓવર 11ઃ કુલદીપ સેનની બીજી ઓવરમાં 6 રન આવ્યા, કોનવે 32 બોલમાં 40 અને દૂબે 5 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 10ઃ આર.અશ્વિનની સફળ ઓવર, રાજસ્થાનને બીજી સફળતા મળી, રહાણે 19 બોલમાં 31 રન બનાવીને આઉટ, 10 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 2 વિકેટે 80 રન
ઓવર 9ઃ કોનવે અને રહાણેએ ચેન્નાઈની બાજી સંભાળી, CSK ટીમનો લક્ષ્યાંક હાંસલ કરવાનો રેકોર્ડ સારો રહ્યો છે. કોનવે 35 અને રહાણે 30 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 8ઃ હોલ્ડરની ઓવરમાં પહેલા જ બોલે કોનવેની ફોર, બાદમાં 5 બોલમાં 5 રન આવ્યા, 8 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 1 વિકેટે 61 રન, કોનવે અને રહાણેએ બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી
ઓવર 7ઃ ચહલની ઓવરમાં એક ચોગ્ગાની મદદથી 7 રન આવ્યા, કોનવે 20 અને રહાણે 20 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 6ઃ 10 રનના સ્કોર પર પ્રથમ વિકેટ પડ્યા બાદ અજિંક્ય રહાણે અને ડેવોન કોનવેએ ચેન્નાઈની ઇનિંગ્સને સંભાળી. બંને બેટ્સમેન સારી લયમાં દેખાઈ રહ્યા છે અને ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે. પાવરપ્લેમાં ચેન્નાઈએ એક વિકેટ ગુમાવીને 45 રન બનાવ્યા છે.
ઓવર 5ઃ એડમ ઝમ્પાની ઓવરમાં કોનવેની 2 ફોર, 5 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 1 વિકેટે 35 રન
ઓવર 4ઃ હોલ્ડરની ઓવરમાં 10 રન આવ્યા, કોનવે અને રહાણેએ 2 ફોર ફટકારી
ઓવર 3: ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રથમ વિકેટ 10 રનના સ્કોર પર પડી. ઋતુરાજ ગાયકવાડ 10 બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. સંદીપ શર્માએ તેને યશસ્વી જયસ્વાલના હાથે કેચ કરાવ્યો હતો. અજિંક્ય રહાણે ડેવોન કોનવે સાથે ક્રિઝ પર છે.
ઓવર 2: બીજી ઓવરના અંતે ચેન્નાઈ વિના વિકેટે 10 રન બનાવ્યા
ઓવર 1: ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ ઈનિંગની શરૂઆત કરી, ઋતુરાજ ગાયકવાડે ફોર ફટકારી, ચેન્નાઈને 7 રન મળ્યા રાજસ્થાન રોયલ્સની ઈનિંગ
રાજસ્થાન રોયલ્સની ઈનિંગઃ
ઓવર 20ઃ રાજસ્થાને ચેન્નાઈને 176 રનનો ટોર્ગેટ આપ્યો
ઓવર 19ઃ રાજસ્થાનને છઠ્ઠો ઝટકો, જુરેલ 4 રન બનાવીને આઉટ, 19 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 6 વિકેટે 167 રન છે. રાજસ્થાનના બેટ્સમેનોએ 19મી ઓવરમાં 10 રન બનાવ્યા
ઓવર 18ઃ દેશપાંડેની ઓવરમાં 5મા બોલે હેટમાયરની સિક્સ બાદ છેલ્લા બોલે ફોર, બટલર આઉટ થયા બાદ હેટમાયર અને જુરેલ ક્રીઝ પર
ઓવર 17ઃ મોઈન અલીએ જોસ બટલરને ક્લીન બોલ્ડ કરીને ટીમને મોટી સફળતા અપાવી છે. અડધી સદી ફટકાર્યા બાદ બટલર આઉટ થયો
ઓવર 16ઃ રાજસ્થાનના ઓપનર જોસ બટલરે આજે ધીમી ઇનિંગ રમીને ટીમને સંભાળી, 33 બોલમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારીને 50 રન પૂરા કર્યા
ઓવર 15ઃ આકાશ સિંહની ઓવરમાં અશ્વિન 2 સિક્સ ફટકારી છેલ્લા બોલે આઉટ, અશ્વિને 22 બોલમાં 30 રન બનાવ્યા
ઓવર 14ઃ 14 ઓવર બાદ રાજસ્થાન રોયલ્સ ટીમે 3 વિકેટે 119 રન બનાવી લીધા છે. આ સમયે જોસ બટલર 46 જ્યારે રવિ અશ્વિન 17 રન બનાવીને ક્રિઝ પર છે
ઓવર 13ઃ જાડેજાની બોલિંગ સ્પેલ ખતમ, જાડેજાએ 4 ઓવરમાં 21 રન આપી 4 વિકેટ ઝડપી
ઓવર 12ઃ રાજસ્થાને 12 ઓવરમાં 3 વિકેટે 104 રન બનાવ્યા, જોસ બટલર અને રવિ અશ્વિન ક્રિઝ પર છે
ઓવર 11ઃ જાડેજાની વધુ એક સફળ ઓવર, 11મા ઓવરમાં માત્ર 2 રન આવ્યા, જોસ બટલર 22 બોલમાં 39 રન અને અશ્વિન 8 બોલમાં 3 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 10ઃ મગાલાની ઓવર એકંદરે સારી રહી, આ ઓવરમાં માત્ર 7 રન આવ્યા, 10 ઓવર બાદ રાજસ્થાને 3 વિકેટના નુકશાન પર 95 રન બનાવ્યા છે
ઓવર 9ઃ જાડેજાએ ચેન્નાઈને બીજી સફળતા અપાવી, પડિક્કલ 26 બોલમાં 38 રન બનાવી આઉટ, સંજુ સેમસન પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ, જાડેજાની શાનદાર બોલિંગ, એક જ ઓવરમાં 2 વિકેટ લીધી
ઓવર 8ઃ મોઈન અલીની ઓવરમાં છેલ્લા 2 બોલ પર બટલરની 2 સિક્સ, 8મી ઓવરમાં 18 રન આવ્યા
ઓવર 7ઃ બટલર અને પડિક્કલ વચ્ચે અર્ધશતકીય ભાગીદારી, બટલર 20 અને પડિક્કલ 32 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 6ઃ બટલર અને પડિક્કલે હવે CSK બોલરો પર નિશાન સાધ્યું છે. છેલ્લી બે ઓવરમાં 29 રન બનાવ્યા છે. 6 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર એક વિકેટના નુકસાને 57 રન છે. પડીકલ પોતાનું ફોર્મ પાછું મેળવતો જોવા મળી રહ્યો છે
ઓવર 5ઃ ઓવરના બીજા બોલે બટલરની સિક્સ, બાદમાં ચોથા બોલે પડિક્કલની ફોર તેમજ છેલ્લા બોલે બટલરની ફોર, તીક્ષ્ણાની ઓવરમાં આવ્યા 17 રન
ઓવર 4ઃ બાકીની મેચોની સરખામણીમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત ધીમી રહી. ચેન્નાઈ સુપર કિંગ્સે બેટ્સમેનોને બાંધી રાખ્યા છે. 4 ઓવર પછી સ્કોર 1 વિકેટના નુકસાન સાથે 28 રન છે
ઓવર 3ઃ મહિષ તીક્ષ્ણાની ઓવરમાં 2 ફોર સાથે 10 રન આવ્યા, પડિક્કલ 10 અને બટલર 2 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 2ઃ CSKએ શાનદાર શરૂઆત કરી છે. રાજસ્થાનનો સ્કોર 1.4 ઓવરમાં એક વિકેટના નુકસાને 11 રન છે. તુષારે જયસ્વાલને પેવેલિયન પરત મોકલ્યો. યશસ્વી જયસ્વાલ 10 રન બનાવીને આઉટ થયો
ઓવર 1ઃ રાજસ્થાન-ચેન્નાઈ વચ્ચેની મેચ શરૂ, રાજસ્થાનની ઓપનિંગ જોડી ક્રીઝ પર, ચેન્નાઈ તરફથી પ્રથમ ઓવર આકાશ સિંહ કરી, જયસ્વાલે ફોર મારી ખાતું ખોલ્યું
IPL 2023માં CSK અને રાજસ્થાનનું પ્રદર્શન
IPL 2023માં CSKને તેની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઇટન્સે CSKને 5 વિકેટે હરાવ્યું હતું. આ પછી ચેન્નાઈએ વાપસી કરીને લખનૌ સુપર જાયન્ટ્સને 12 રનથી અને મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ ટીમ છેલ્લી બે મેચથી ઘણી મજબૂત દેખાઈ રહી છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે આ સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી. આ ટીમે તેની પ્રથમ મેચમાં SRHને 72 રનથી હરાવ્યું હતું. જો કે બીજી મેચમાં આ ટીમને પંજાબના હાથે 5 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી રાજસ્થાને ત્રીજી મેચમાં પુનરાગમન કર્યું અને દિલ્હીને 57 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું.
આજની મેચ રોમાંચક રહેશે
બંને ટીમોની બેટિંગમાં ઘણી ઊંડાઈ છે. આ મેચ ચેપોકમાં રમાવાની છે, જ્યાં પિચ પર ઘણો ટર્ન આવશે. આવી સ્થિતિમાં આ બંને ટીમોની બેટિંગ યુનિટ સ્પિનરો સામે કેવી રીતે ટકી શકે છે તે જોવાનું રહેશે. બંને ટીમોમાં એકથી વધુ સ્પિનર છે. જ્યારે CSK પાસે મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી અને મહિષ તિક્ષ્ણા જેવા સ્પિન બોલરો છે, તો રાજસ્થાનની ટીમ પાસે ચહલ, અશ્વિન, ઝમ્પા અને મુરુગન જેવા સ્પિનરો પણ છે.
બંને ટીમોની પ્લેઇંગ-11
ચેન્નાઈ સુપર કિંગ્સ: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટકીપર), સિસાંડા મગાલા, મહિષ તીક્ષ્ણા, તુષાર દેશપાંડે, આકાશ સિંહ
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(કેપ્ટન, વિકેટકીપર), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, કુલદીપ સેન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ