IPLમાં આજે ડબલ હેડરની બીજી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. જેમાં પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. RCBએ 2 વિકેટના નુકસાને 205 રન કર્યા છે.

ડુપ્લેસિસની ધમાકેદાર ફિફ્ટી
RCBના નવા કેપ્ટન ફેફ ડુપ્લેસિસે ઓપનીંગમાં આવી ટીમને સારી શરૂઆત આપી હતી. RCBની પહેલી વિકેટ પડ્યા બાદ પૂર્વ કપ્તાન વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો હતો. ડુપ્લેસિસે કોહલી સાથે મજબુત ભાગીદારી કરી હતી. ડુપ્લેસિસે આ સીઝનની પ્રથમ હાલ્ફ સેન્ચુરી પણ પૂરી કરી હતી અન ટીમને મજબુત સ્થિતમાં પહોંચાડ્યું હતું.
ડુ પ્લેસિસે IPLમાં 3 હજાર રન પૂરા કર્યા
ફાફ ડુ પ્લેસિસે આઈપીએલમાં પોતાના 3,000 રન પૂરા કરી લીધા છેય તેણે ઈનિંગનો 65મો રન ફટકારીને IPLમાં પોતાના 3 હજાર રન પૂરા કર્યા છે. આની સાથે જ IPLમાં આ સિદ્ધિ મેળવનારો ફાફ એકંદરે 20મો અને છઠ્ઠો વિદેશી ખેલાડી બન્યો છે. 3 હજાર રનના રેકોર્ડ ઉપરાંત IPLમાં તેના 100 છગ્ગા પણ પૂરા થયા છે.