IPLની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈનો 14 રને વિજય થયો. સનરાઇઝર્સના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 19.5 ઓવરમાં 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ યુવા અર્જુન તેંડુલકરને બોલિંગ માટે બોલાવ્યો હતો. અર્જુને કેપ્ટનના વિશ્વાસને યોગ્ય ઠેરવ્યો અને માત્ર ચાર રન આપ્યા. તેની ઓવરમાં બે વિકેટ પણ પડી હતી. અબ્દુલ સમદ બીજા બોલ પર રનઆઉટ થયો હતો અને પાંચમા બોલ પર અર્જુન તેંડુલકરે ભુવનેશ્વર કુમારને રોહિત શર્માના હાથે કેચ કરાવી સનરાઇઝર્સની ઇનિંગ્સને સમેટી લીધી હતી. અર્જુને 2.5 ઓવરમાં 18 રન આપ્યા હતા. તેને એક સફળતા મળી હતી.
સનરાઇઝર્સને હરાવી મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનમાં જીતની હેટ્રિક લગાવી છે, જ્યારે હૈદરાબાદનો વિજયરથ અટક્યો છે. હૈદરાબાદે છેલ્લી બે મેચમાં જીત મળી હતી, પરંતુ તે જીતની હેટ્રિક નોંધાવી શક્યું નહી અને મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો.
મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 193 રનનો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ તરફથી કેમેરોન ગ્રીને સૌથી વધુ રન બનાવ્યા હતા. ગ્રીને 40 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમી હતી. ઈશાન કિશને 31 બોલમાં 38 અને તિલક વર્માએ 17 બોલમાં 37 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 18 બોલમાં 28 અને ટિમ ડેવિડે 11 બોલમાં 16 રનનું યોગદાન આપ્યું હતું. સૂર્યકુમાર યાદવ સાત રન બનાવીને આઉટ થયો હતો. સનરાઇઝર્સ તરફથી માર્કો જેન્સને સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજનને એક-એક સફળતા મળી.
હૈદરાબાદે ટોસ જીત્યો
સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદના સુકાની એડન માર્કરમે ટીમમાં એક પણ ફેરફાર કર્યો નથી. મુંબઈએ ડુઆન યાનસેનની જગ્યાએ જેસન બેહરેનડોર્ફનો સમાવેશ કર્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદની ઈનિંગ
ઓવર 20ઃ મુંબઈએ જીતની હેટ્રિક લગાવી, SRHને 14 રને હરાવ્યું, અર્જુન તેંડુલકરે IPLમાં પ્રથમ વિકેટ ઝડપી
ઓવર 19ઃ કેમરન ગ્રીનની 19મી ઓવરમાં માત્ર 4 રન આવ્યા, આખરી ઓવરમાં હૈદરાબાદને જીતવા 6 બોલમાં 20 રનની જરૂર છે
ઓવર 18ઃ જેસન બેહરનડોર્ફની આ ઓવર હૈદરાબાદ માટે એકંદરે સારી રહી હતી, એક વિકેટ ગુમાવી પરંતુ ઓવરમાં 19 રન પણ આવ્યા હતા, હૈદરાબાદને જીતવા 12 બોલમાં 24 રનની જરૂર છે
ઓવર 17ઃ હૈદરાબાદને સાતમો ઝટકો, માર્કો જેન્સન પણ આઉટ, સનરાઇઝર્સ હૈદરાબાદ મુશ્કેલીમાં, 149ના સ્કોર પર સાતમી વિકેટ પડી, 20 બોલમાં 44 રનની જરૂર
ઓવર 16ઃ ગ્રીનની ઓવરમાં 2 ફોરની મદદથી 10 રન આવ્યા, હૈદરાબાદને જીતવા 24 બોલમાં 50 રનની જરૂર છે
ઓવર 15ઃ રિલે મેરેડિથે મય��ક અગ્રવાલને 15મી ઓવરના પાંચમા બોલ પર ટિમ ડેવિડના હાથે કેચ કરાવ્યો. અગ્રવાલે 41 બોલમાં 48 રન બનાવ્યા. તેણે ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી. સનરાઇઝર્સે 15 ઓવરમાં છ વિકેટે 133 રન બનાવ્યા છે. માર્કો જેન્સેન અબ્દુલ સમદ સાથે ક્રિઝ પર છે.
ઓવર 14ઃ પિયુષ ચાવલાની ઓવરમાં હેનરિક ક્લાસેન ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યો હતો. તેણે માત્ર 4 બોલમાં 20 રન ફટકાર્યા હતા. પરંતુ અંતે તે પીયૂષ ચાવલાનો શિકાર બન્યો. હૈદરાબાદને જીતવા માટે 66 રનની જરૂર છે.
ઓવર 13: મયંક અગ્રવાલ અને ક્લાસેનની બાજી સંભાળવાનો પ્રયત્ન, 13મી ઓવરમાં 10 રન આવ્યા
ઓવર 12: મયંક અગ્રવાલ અને હેનરિક ક્લાસેને ફરી એકવાર પોતાની ટીમને મેચમાં વાપસી કરાવી છે. 12 ઓવર બાદ હવે ટીમનો સ્કોર 96 થઈ ગયો છે. મયંક અગ્રવાલ 44 અને ક્લાસેન 10 રને રમી રહ્યા છે. બંને વચ્ચે 20 બોલમાં 31 રનની ભાગીદારી થઈ છે.
ઓવર 11: સનરાઇઝર્સને આ ઓવરમાં 2 ફોર મેળવી સ્કોર 12 રન વધાર્યો
ઓવર 10: સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 10 ઓવર બાદ 4 વિકેટે 76 રન છે. એડન માર્કરમ 9મી ઓવરમાં આઉટ થયો હતો અને ત્યારબાદ 10મી ઓવરમાં અભિષેક શર્મા પેવેલિયન પરત ફર્યો હતો. પહેલા ગ્રીનને સફળતા મળી અને પછી ચાવલાને વિકેટ મળી. હવે મયંક અગ્રવાલ અને હેનરિક ક્લાસેન ક્રિઝ પર છે.
ઓવર 9ઃ કેમરન ગ્રીને મુંબઈને ત્રીજી સફળતા અપાવી, કપ્તાન માર્કરમ 22 રન બનાવી આઉટ, ઓવરમાં 8 રન મળ્યા
ઓવર 8ઃ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 8 ઓવરના અંતે 2 વિકેટના નુકસાને 64 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ 28 અને એડન માર્કરામ 17 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. ટીમને જીતવા માટે હજુ 72 બોલમાં 129 રન બનાવવાના છે.
ઓવર 7ઃ હૈદરાબાદનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 50 રનને પાર, અગ્રવાલ 22 અને કપ્તાન માર્કરમ 13 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 6ઃ SRHની ખરાબ શરૂઆત, પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવી, બેહરનડોર્ફની 2 વિકેટ, 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 42/2
ઓવર 5ઃ હૈદરાબાદે 5 ઓવરમાં 7ની રનરેટથી 2 વિકેટના નુકશાન પર 35 રન બનાવ્યા છે, અગ્રવાલ 14 અને કપ્તાન માર્કરમ 2 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 4ઃ જેસન બેહરનડોર્ફનું શાનદાર બોલિંગ પ્રદર્શન, મુંબઈને બીજી સફળતા અપાવી, રાહુલ ત્રિપાઠી 7 રન બનાવીને આઉટ
ઓવર 3ઃ મુંબઈ તરફથી ત્રીજી ઓવર અર્જુન તેંડુલકરે નાખી, જેમાં 9 રન આવ્યા, 3 ઓવર બાદ મુંબઈનો સ્કોર 1 વિકેટના નુકશાન પર 23 રન છે
ઓવર 2ઃ બોલિંગની વાત કરીએ તો મુંબઈની શરૂઆત શાનદાર રહી છે. જેસન બેહરનડોર્ફે મુંબઈને પહેલી સફળતા અપાવી છે, હેરી બ્રુક 7 બોલમાં 9 રન બનાવી આઉટ
ઓવર 1ઃ મયંક અગ્રવાલ અને હેરી બ્રુક ઇનિંગની શરૂઆત કરી. હૈદરાબાદ સામે 193 રનનો ટાર્ગેટ છે
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ
ઓવર 20ઃ મુંબઈએ હૈદરાબાદને આપ્યો 193 રનનો ટાર્ગેટ, મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 192 રન બનાવ્યા
ઓવર 19ઃ ભુવનેશ્વર કુમારની શાનદાર ઓવર 19મી ઓવરમાં માત્ર 6 રન આવ્યા
ઓવર 18ઃ કેમરન ગ્રીનની શાનદાર બેટિંગ, 33 બોલમાં અડધી સદી ફટકારી, નટરાજનની ઓવરમાં 3 ફોર અને એક સિક્સની મદદથી 20 રન આવ્યા
ઓવર 17ઃ ભુવનેશ્વરે SRHને ચોથી સફળતા અપાવી, તિલક વર્મા 37 રન બનાવીને આઉટ
ઓવર 16ઃ તિલક વર્મા શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે, તેણે 15 બોલમાં 31 રન બનાવી લીધા છે, તો કેમરન ગ્રીન પણ સારી લયમાં જોવા મળી રહ્યો છે, તે 29 બોલમાં 38 રન બનાવીને રમી રહ્યો છે
ઓવર 15ઃ મુંબઈ માટે આ ઓવર શાનદાર રહી, તિલક વર્મા અને ગ્રીનની ફટકાબાજીના કારણે આ ઓવરમાં 21 રન આવ્યા
ઓવર 14ઃ મયંક માર્કન્ડેની ઓવરમાં તિલક વર્માની એક ફોરની મદદથી 6 રન આવ્યા, 14 ઓવરમાં 3 વિકેટના નુકશાન પર 109 રન બનાવ્યા છે
ઓવર 13ઃ મુંબઈનો સ્કોર 3 વિકેટના નુકશાન પર 100 રનને પાર થઈ ગયો છે, કેમરન ગ્રીન 24 બોલમાં 28 રન અને તિલક વર્મા 2 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 12ઃ મુંબઈને બીજો ઝટકો, ઈશાન કિશન આઉટ, માર્કો જેન્સને કિશનને માર્કરમના હાથે કેચ આઉટ કરાવ્યો, કિશને 31 બોલમાં 38 રન બનાવ્યા, મુંબઈ મુશ્કેલીમાં, એક ઓવરમાં 2 વિકેટ ગુમાવી, સૂર્યા કુમાર 7 રન બનાવી આઉટ
ઓવર 11ઃ નટરાજનની વધુ એક સફળ ઓવર, 11મી ઓવરમાં 7 રન જ આવ્યા, 11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 1 વિકેટના નુકશાન પર 87 રન છે
ઓવર 10ઃ મુંબઈ માટે ઈશાન કિશન સારી લયમાં જોવા મળી રહ્યો છે, આ ઓવરમાં 2 ચોગ્ગાની મદદથી 11 રન આવ્યા
ઓવર 9ઃ મુંબઈએ 9 ઓવરમાં 1 વિકેટના નુકશાન પર 69 રન બનાવી લીધા છે, ઈશાન કિશન 22 બોલમાં 25 રન અને કેમરન ગ્રીન 14 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 8ઃ પાવરપ્લે બાદ બંને ઓવર શાનદાર રહી, છેલ્લી 2 ઓવરમાં મુંબઈ માત્ર 7 રન જ બનાવી શક્યું છે, 8 ઓવર બાદ મુંબઈનો સ્કોર 1 વિકેટના નુકશાન પર 60 રન છે
ઓવર 7ઃ વોશિંગ્ટન સુંદરની બીજી ઓવર શાનદાર રહી, માત્ર 3 રન આપ્યા, ઈશાન કિશન 18 બોલમાં 22 રન અને કેમરન ગ્રીન 6 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 6ઃ ભુવનેશ્વર કુમારની ઓવરમાં કુલ 11 રન આવ્યા, મુંબઈએ પાવરપ્લેમાં 1 વિકેટના નુકશાન પર 53 રન બનાવી લીધા છે
ઓવર 5ઃ મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો પાંચમી ઓવરમાં 41 રનના સ્કોર પર લાગ્યો હતો. રોહિત શર્મા 18 બોલમાં 28 રન બનાવીને આઉટ
ઓવર 4ઃ માર્કો જેન્સનની ઓવરમાં માત્ર 5 રન આવ્યા
ઓવર 3ઃ સુંદરની ઓવરમાં રોહિતની ફટકાબાજી, 3 બોલમાં 3 ફોર ફટકારી, રોહિત 12 બોલમાં 19 અને કિશન 6 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યા છે, રોહિત શર્માના IPLમાં 6000 રન પૂરા
ઓવર 2ઃ હૈદરાબાદ માટે બીજી ઓવર માર્કો જેન્સને નાખી, આ ઓવરમાં ઈશાન કિશનની એક સિક્સરની મદદથી 9 રન આવ્યા, 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર વિના વિકેટે 15 રન
ઓવર 1ઃ મુંબઈ અને હૈદરાબાદ વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે, મુંબઈ માટે રોહિત અને કિશન ઓપનિંગ માટે આવ્યા છે, હૈદરાબાદ તરફથી પ્રથમ ઓવર ભુવનેશ્વર કુમારે નાખી, જેમાં 6 રન આવ્યા
બંને ટીમોની પ્લેઈંગ-11
સનરાઈઝર્સ હૈદરાબાદઃ મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ(કેપ્ટન), હેનરિક ક્લાસેન(વિકેટકીપર), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, માર્કો જેન્સન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી નટરાજન
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, કેમરન ગ્રીન, અર્જુન તેંડુલકર, નેહલ વઢેરા, રિતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ