મહારાષ્ટ્રમાં ફરી ઈન્કમ ટેક્સની રેડને લઈને રાજકારણ ગરમાયું છે. શિવસેનાના પદાધિકારી અને શિરડી ટ્રસ્ટના સભ્ય રાહુલ કનાલના સ્થાન પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાહુલ કનાલ આદિત્ય ઠાકરેના નજીકના માનવામાં આવે છે. આજે સાંજે સંજય રાઉતની પ્રેસ કોન્ફરન્સ થવાની છે અને તે પહેલા આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આવકવેરાના દરોડા અંગે આદિત્ય ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર પર આવા હુમલા ભૂતકાળમાં પણ થયા છે અને અત્યારે પણ થઈ રહ્યા છે. ભૂતકાળમાં કેન્દ્રીય એજન્સીઓનો આ રીતે દુરુપયોગ થયો છે, તે બંગાળ, આંધ્રપ્રદેશમાં થયો છે અને હવે મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાવાની છે તો અહીં પણ તે થઈ રહ્યું છે. આ કેન્દ્રીય એજન્સીઓ એક રીતે બીજેપીની જ પ્રચાર મશીનરી બની ગઈ છે, પણ અમે ઝૂકીશું નહીં, મહારાષ્ટ્ર ઝુકશે નહીં.