NCP નેતા અને મંત્રી નવાબ મલિકે (Nawab Malik) ગઈ કાલે કહ્યું હતું કે તેઓ બુધવારે (10 નવેમ્બર) સવારે મોટો ધડાકો કરશે. તેઓએ કહ્યું કે તેઓ પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના (Devendra Fadnavis) અંડરવર્લ્ડ અને ડ્રગ્સ માફિયા સાથેના કનેક્શનનો પર્દાફાશ કરશે. આજે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહારો કર્યા હતા.
દાઉદ ઈબ્રાહિમનો માણસ PM મોદીના કાર્યક્રમમાં કેવી રીતે પહોંચ્યો?
નવાબ મલિકે કહ્યું, ‘રિયાઝ ભાટી કોણ છે? જેના પર દાઉદ ઇબ્રાહિમનું ગેંગ સાથે કનેક્શન હતું. તે ડબલ પાસપોર્ટ સાથે પકડાય છે અને બે દિવસ માટે તેની ધરપકડ કરવામાં આવે છે પછી તેને છોડી દેવામાં આવે છે. તે તમારા શોમાં કેમ દેખાયો? દેશના PM પર આરોપ લગાવવા નથી માંગતો પણ PM મોદી આ શહેરમાં આવ્યા અને તે કાર્યક્રમમાં રિયાઝ ભાટી પહોંચ્યા હતા. તે સ્કેન કર્યા વિના કેવી રીતે પહોંચી ગયો? તમે મુખ્યમંત્રી હતા.
One Riyaz Bhati, a close aide of Dawood Ibrahim, was arrested at Mumbai airport with a fake passport. He was allowed bail in 2 days only. Why was Riyaz Bhati in close contact with you (Devendra Fadnavis)?. Bhati has been seen with many big leaders in pictures: Nawab Malik, NCP pic.twitter.com/eZP9b2RJda
— ANI (@ANI) November 10, 2021
ફડણવીસ પાકિસ્તાની લિંક સાથે નકલી નોટોના ધંધાને રફે-દફે કરવામાં વ્યસ્ત
નવાબ મલિકે કહ્યું, ‘તમારા કાર્યકાળમાં લોકોને વિદેશથી ફોન આવતા હતા કે નહીં અને અહીં પોલીસ તમામ મામલા પતાવતી હતી કે નહીં? નોટબંધી થઈ અને નકલી નોટો પકડાઈ. દરેક જગ્યાએ નકલી નોટો પકડાઈ મધ્યપ્રદેશ, તમિલનાડુમાં નકલી નોટો ઝડપાઈ હતી. 8 ઓક્ટોબર 2017 રોજ અહીં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 14 કરોડ 56 લાખ નકલી નોટોનો જથ્થો ઝડપાયો હતો. અને આ મામલાને દબાવી દેવામાં આવ્યો હતો.
I'm fighting against a man who is framing innocent people in fake cases. Devendra Fadnavis is not only diverting my issue but also trying to defend one officer (Sameer Wankhede): Maharastra Minister and NCP leader Nawab Malik pic.twitter.com/SJYLySaiAZ
— ANI (@ANI) November 10, 2021
નવાબ મલિકે સવાલ કર્યો હતો. આર્યન ખાન કોના ઈશારે પકડાયો? પુત્રને બચાવવા માટે વસૂલાત માંગવામાં આવે તો પૈસા આપવા એ ગુનો નથી. હું કહું છું કે શાહરૂખ ખાને પણ આગળ આવવું જોઈએ અને જણાવવું જોઈએ કે તેમની પાસેથી રિકવરી થઈ હતી. ખંડણીખોરો ગુનેગારો છે. દીકરાને બચાવવા પૈસા આપવા એ ગુનો નથી.