વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. તેમનું નામ લગભગ 71 ટકાના રેટિંગ સાથે પ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. યુએસ પ્રમુખ જો બાઇડન 13 વિશ્વ નેતાઓની યાદીમાં છઠ્ઠા ક્રમે છે અને તેમને 43 ટકા રેટિંગ મળ્યું છે. બાઇડન પછી કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો છે, જેમને 43 ટકા રેટિંગ મળ્યું છે.
‘મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ’ના 13 વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરવામાં આવી. આ યાદીમાં યુએસ પ્રમુખ જો બાઇડન છઠ્ઠા ક્રમે છે અને 43 ટકા રેટિંગ ધરાવે છે.
બાઇડન પછી કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો છે, જેમને પણ 43 ટકા રેટિંગ મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન લોકપ્રિય નેતાની યાદીમાં 41 ટકા રેટિંગ પર છે. PM નરેન્દ્ર મોદી પણ નવેમ્બર 2021માં વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર હતા.
આ વેબસાઇટ હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સરકારી નેતાઓ અને દેશના નેતાઓના રેટિંગ પર નજર રાખે છે.
નવીનતમ રેટિંગ 13થી 19 જાન્યુઆરી 2022 વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે નક્કી કરવામાં આવ્યું છે. મોર્નિંગ કન્સલ્ટે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે રેટિંગ દરેક દેશના પુખ્ત નાગરિકોના સાત દિવસના સરેરાશ સર્વેક્ષણ પર આધારિત છે. મે 2020માં પણ આ વેબસાઈટે પીએમ નરેન્દ્ર મોદીને સૌથી વધુ રેટિંગ આપ્યું હતું. તે સમયે તેને 84 ટકા રેટિંગ આપવામાં આવ્યું હતું, જે મે મહિનામાં એક વર્ષ પછી 2021 માં, ઘટાડીને 63 ટકા થઇ ગયુ હતું.