ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022નો 26 માર્ચથી પ્રારંભ થઇ ગયો છે. પહેલી જ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ચેન્નાઈ સુપર કિંગ્સને કારમી હાર આપી હતી. આ મેચમાં કેમેરામેને પોતાનું ફોકસ એક ફીમેલ ફ્રેન્ડ પર રાખ્યું હતું. તેનો વિડીયો વાયરલ થવાની સાથે જ તે ફેન મિસ્ટ્રી ગર્લ બની ગઈ.
ચેન્નાઈ માટે ખેલાડી તરીકે રમી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ પહેલી જ મેચમાં 50 રન ફટકાર્યા હતા. ધોનીએ માત્ર 38 બોલમાં 7 ચોક્કા અને એક છગ્ગાની મદદથી 50 રનની ઇનિંગ રમી હતી. પરંતુ મેચનું સંપૂર્ણ ફોકસ મિસ્ટ્રી ગર્લએ લૂટી લીધું.
સોશિયલ મીડિયા પર ફેન્સ વિડીયો અને ફોટો શેર કરતા સવાલો કરી રહ્યા છે આખરે આ ગર્લ છે કોણ? તો સાથે સાથે, યુઝર્સ કેમેરામેનને પણ જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ લખી રહ્યા છે કે કેમેરામેન પહેલી મેચની સાથે જ પોતાના કામે લાગી ગયો છે.
જણાવી દઈએ કે આ મિસ્ટ્રી ગર્લનું નામ દેવિકા નાયર છે. તે એક પ્રોફેશનલ ડીજીટલ માર્કેટર છે. આ વાત દેવીકાએ પોતે જણાવી છે. વાયરલ થઇ રહેલા ફોટોઝ અને મીમ્સના સ્ક્રીનશોટ ખુદ દેવિકાએ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
આટલી લોકપ્રિયતાને લઈને દેવિકાએ કહ્યું છે કે આ મારા માટે સૌથી વધુ રોમાંચિત કરતા અને શાનદાર દિવસો માંથી એક છે. મને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તેને લઈને હું અભિભૂત છું. લોકોએ જે પ્રેમ આપ્યો તેના માટે સૌનો આભાર.
દેવિકા નાયર IPLની મિસ્ટ્રી ગર્લ બન્યા બાદ રાતોરાત પ્રખ્યાત થઇ ગઈ છે. તેમના ફોલોવર્સની સંખ્યા પણ સતત વધી રહી છે. રવિવાર માર્ચના બપોર સુધી તેમના 22.9 હજાર ફોલોવર્સ હતા. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, Handful of quirks, mouthful of trouble.
આઈપીએલની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન તરીકે રવીન્દ્ર જાડેજા પહેલી મેચમાં હાર મળી હતી જયારે KKRના કેપ્ટન શ્રેયસ ઐયરે જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી.