- IPLની 11મી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 57 રને હરાવ્યું
- પહેલા બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 199 રન બનાવ્યા હતા
- 200 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ 9 વિકેટે 142 રન જ બનાવી શકી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની 11મી મેચ રાજસ્થાન રોયલ્સે તેના બીજા હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીમાં દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને યશસ્વી અને બટલરની અડધી સદીના આધારે 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. દિલ્હીને પહેલી ઓવરમાં 2 ઝટકા લાગ્યા હતા. ટીમનો સ્કોર 19 ઓવર બાદ 8 વિકેટના નુકસાન પર 139 રન હતો. ગુવાહાટીમાં રમાયેલી બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સ સામે 57 રને મોટી જીત મેળવી છે. દિલ્હીના કપ્તાન ડેવિડ વોર્નરે અંત સુધી બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી, પરંતુ આ ઈનિંગ કોઈ પણ રીતે ટીમના કામમાં આવી ન હતી. 200 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ 9 વિકેટે 142 રન જ બનાવી શકી હતી.
દિલ્હી કેપિટલ્સની ઈનિંગ
ઓવર 20: દિલ્હીની નવમી વિકેટ 139 રનના સ્કોર પર પડી. સંદીપ શર્માએ એનરિચ નોર્ટજેને ક્લીન બોલ્ડ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 57 રનથી હરાવ્યું. દિલ્હીની ટીમ 142 રન બનાવી શકી હતી. આ દરમિયાન ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી હતી.
ઓવર 19: 19મી ઓવરની બીજી બોલ પર યુઝવેન્દ્ર ચહલે 9 રનના સ્કોર પર અભિષેક પોરેલને શિમરોન હેટમાયરના હાથે કેચ કરાવ્યો હતો. જ્યારે ડેવિડ વોર્નર 55 બોલમાં 65 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 7 ચોગ્ગા ફટકાર્યા હતા. યુઝવેન્દ્ર ચહલે વોર્નરને શિકાર બનાવ્યો હતો. દિલ્હીએ 19 ઓવર બાદ 8 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 61 રનની જરૂર છે.
ઓવર 18: દિલ્હી કેપિટલ્સે 18 ઓવરમાં 137 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 12 બોલમાં 63 રનની જરૂર છે. હવે તેની જીત ઘણી મુશ્કેલ બની ગઈ છે. વોર્નર અને અભિષેક ક્રીઝ પર હાજર છે.
ઓવર 17: દિલ્હી કેપિટલ્સે 17 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 18 બોલમાં 71 રનની જરૂર છે. ડેવિડ વોર્નર 62 રન અને અભિષેક પોરેલ 2 રન સાથે રમી રહ્યા છે. રાજસ્થાને મેચ પર મજબૂત પકડ બનાવી રાખી છે.
ઓવર 16: ડેવિડ વોર્નરે 7 ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. પરંતુ આ સાથે જ દિલ્હી કેપિટલ્સની છઠ્ઠી વિકેટ પણ પડી ગઈ હતી. રોવમેન પોવેલ 2 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને તેને શિકાર બનાવ્યો હતો. દિલ્હીએ 16 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 118 રન બનાવી લીધા છે.
ઓવર 15: દિલ્હી કેપિટલ્સની પાંચમી વિકેટ પડી. અક્ષર પટેલ 6 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. યુઝવેન્દ્ર ચહલે તેને શિકાર બનાવ્યો હતો. 15 ઓવર પછી ટીમનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 113 રન છે. અહીંથી ટીમને 30 બોલમાં 87 રનની જરૂર છે.
ઓવર 14: દિલ્હી કેપિટલ્સે 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 36 બોલમાં 94 રનની જરૂર છે. વોર્નર 47 રન અને અક્ષર પટેલ 1 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 13: દિલ્હી કેપિટલ્સની મહત્વની વિકેટ પડી. લલિત યાદવ 24 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. તેને ટ્રેન્ટ બોલ્ટે શિકાર બનાવ્યો હતો. આ મેચમાં બોલ્ટની આ ત્રીજી વિકેટ હતી. તેણે 4 ઓવરમાં 1 મેડન સાથે 29 રન આપ્યા છે. દિલ્હીને જીતવા માટે 42 બોલમાં 100 રનની જરૂર છે. ટીમે 13 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 100 રન બનાવ્યા છે.
ઓવર 12: આ ઓવરમાં લલિત યાદવે એક બાઉન્ડ્રી મારી. સ્કોર 93-3
ઓવર 11: આ ઓવરમાં લલિત યાદવ અને ડેવિડ વોર્નર વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ ગઈ છે. અત્યારે વોર્નર 39 રન અને લલિત યાદવ 33 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 10: દિલ્હી કેપિટલ્સે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નર 30 બોલમાં 33 રન અને લલિત યાદવ 14 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યા છે. તેણે IPLમાં 165 ઈનિંગ્સની મદદથી તેના 6 હજાર રન પૂરા કરી લીધા છે.
ઓવર 9: દિલ્હી કેપિટલ્સનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 50 રનને પાર કરી ગયો છે. એક છેડે કેપ્ટન ડેવિડ વોર્નર બેટિંગ કરી રહ્યો છે અને લલિત યાદવ તેને સપોર્ટ કરી રહ્યો છે. આ બંને મોટી ભાગીદારી કરીને પોતાની ટીમને મેચમાં પરત લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
ઓવર 8: દિલ્હી કેપિટલ્સે 8 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 48 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 72 બોલમાં 152 રનની જરૂર છે. ડેવિડ વોર્નર 24 રને અને લલિત યાદવ 7 રને રમી રહ્યા છે. બોલ્ટે રાજસ્થાનને 2 વિકેટ આપી છે.
ઓવર 7: આ ઓવરમાં માત્ર એક-એક રન જ લઈ શક્યા. આ ઓવરમાં માત્ર 4 રન ઉમેરાયા. સ્કોર 42-3.
ઓવર 6: દિલ્હી કેપિટલ્સની ત્રીજી વિકેટ 36 રનના સ્કોર પર પડી હતી. રૂસો 12 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ઓવર 5: આ ઓવરમાં વોર્નર અને રુસોએ એક-એક ચોગ્ગા ફટકારી 11 રન ઉમેર્યા. સ્કોર 32-2
ઓવર 4: દિલ્હીનો સ્કોર બે વિકેટના નુકસાને 21 રનને પાર કરી ગયો છે. ડેવિડ વોર્નર અને રિલે રુસોએ મળીને દિલ્હીની ઇનિંગ્સને સંભાળી.
ઓવર 3: સતત 2 ઝટકાઓ બાદ દિલ્હી કેપિટલ્સની ટીમે 3 ઓવરના અંતે 14 રન બનાવી લીધા છે. કેપ્ટન ડેવિડ વોર્નર 8 અને રિલે રોસુ 5 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 2: બીજી ઓવરમાં વોર્નરે ચોગ્ગા સાથે દિલ્હી કેપિટલ્સની ટીમું ખાતું ખોલ્યું. આ ઓવરમાં 5 રન બનાવ્યા.
ઓવર 1: 200 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પૃથ્વી શૉ પહેલી ઓવરના ત્રીજા બોલ પર ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જ્યારે મનીષ પાંડે પહેલી ઓવરના ચોથા બોલ પર ખાતું ખોલ્યા વિના આઉટ થયો હતો. રાજસ્થાન તરફથી ટ્રેન્ટ બોલ્ટે બંને વિકેટ લીધી હતી.
રાજસ્થાન રોયલ્સની ઈનિંગ
ઓવર 20: રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર અને હેટમાયરએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વીએ 31 બોલમાં 60 રન અને બટલરે 51 બોલમાં 79 રન બનાવ્યા હતા. અંતે, હેટમાયર 21 બોલમાં 39 રન બનાવીને અણનમ રહ્યો. તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
ઓવર 19: રાજસ્થાન રોયલ્સની મોટી વિકેટ પડી. જોસ બટલર 51 બોલમાં 79 રન બનાવીને આઉટ થયો. મુકેશ કુમારે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. બટલરે 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. રાજસ્થાને 175 રન બનાવ્યા છે.
ઓવર 18: રાજસ્થાનનો ઓપનર જોસ બટલર હજુ પણ એક છેડેથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે અને જોરદાર શોટ ફટકારી રહ્યો છે. ટીમનો સ્કોર 200 અને પહેલી સદી ફટકારવાના પ્રયાસો ચાલુ છે. 18 ઓવરમાં સ્કોર 168/3 થઈ ગયો છે.
ઓવર 17: રાજસ્થાન રોયલ્સના જોસ બટલર 69 રન અને શિમરોન હેટમાયર 15 રન બનાવીને ક્રીઝ પર છે. રાજસ્થાનનો સ્કોર 17 ઓવર બાદ ત્રણ વિકેટે 157 રન છે.
ઓવર 16: રાજસ્થાને 16 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા. હેટમાયર 3 રન અને જોસ બટલર 68 રન પર રમી રહ્યા છે.
ઓવર 15: રાજસ્થાન રોયલ્સે 15 ઓવર બાદ 3 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા છે. બટલરે 41 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. હેટમાયર 1 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 14: રાજસ્થાન રોયલ્સની ત્રીજી વિકેટ પડી. રિયાન પરાગ 11 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો. રોવમેન પોવેલે તેને શિકાર બનાવ્યો. ટીમે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 126 રન બનાવી લીધા છે.
ઓવર 13: રાજસ્થાન તરફથી જોસ બટલરે શાનદાર અડધી સદી ફટકારી હતી. તે 35 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 53 રનની ઇનિંગ રમી રહ્યો છે. રાજસ્થાને 13 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા છે.
ઓવર 12: રાજસ્થાન રોયલ્સે 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. રિયાન પરાગ 4 રન અને જોસ બટલર 45 રન પર રમી રહ્યા છે. દિલ્હી તરફથી મુકેશ કુમાર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.
ઓવર 11: દિલ્હીના બોલરોની પકડ થોડી મજબૂત થઈ. રાજસ્થાન રોયલ્સે 11 ઓવર પછી બે વિકેટના નુકસાન પર 107 રન બનાવ્યા.
ઓવર 10: રાજસ્થાન રોયલ્સની બીજી વિકેટ પડી. કેપ્ટન સંજુ સેમસન ખાતું ખોલ્યા વિના આઉટ થયો. કુલદીપ યાદવે તેને શિકાર બનાવ્યો. રાજસ્થાન રોયલ્સે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 103 રન બનાવ્યા હતા.
ઓવર 9: રાજસ્થાન રોયલ્સે 9 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા. જોસ બટલર 35 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 8: દિલ્હી કેપિટલ્સની ટીમને આખરે પહેલી સફળતા મળી. યશસ્વી જયસ્વાલે 30 બોલમાં 60 રન બનાવ્યા બાદ મુકેશ કુમાર સામે પોતાની વિકેટ ગુમાવી હતી. તેણે 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
ઓવર 7: યશસ્વી જયસ્વાલે તોફાની બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 26 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા. બટલર 16 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાને 7 ઓવરમાં 79 રન બનાવ્યા.
ઓવર 6: રાજસ્થાન રોયલ્સે 6 ઓવરમાં 68 રન બનાવ્યા હતા. જયસ્વાલ 41 રન બનાવીને રમી રહ્યો છે અને બટલર 24 રન બનાવીને રમી રહ્યો છે. ખલીલ અહેમદ દિલ્હી માટે ઘણો મોંઘો સાબિત થયો છે. તેણે 2 ઓવરમાં 31 રન લૂંટ્યા છે. જ્યારે અક્ષર પટેલે 1 ઓવરમાં 13 રન આપ્યા છે.
ઓવર 5: રાજસ્થાન રોયલ્સે 5 ઓવરમાં 63 રન બનાવ્યા. યશસ્વી જયસ્વાલ 18 બોલમાં 40 રન બનાવીને રમી રહ્યો છે. જોસ બટલરે 12 બોલમાં 20 રન બનાવ્યા છે. દિલ્હી કેપિટલ્સના બોલરો હજુ સુધી એક પણ વિકેટ લઈ શક્યા નથી.
ઓવર 4: રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર અને યશવી જયસ્વાલે માત્ર 4 ઓવરમાં ટીમનો સ્કોર 50 રન સુધી પહોંચાડ્યો. આ સાથે બટલર અને યશસ્વીએ અડધી સદીની ભાગીદારી પૂરી કરી. યશસ્વી 12 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 27 રન બનાવીને રમી રહ્યો છે. બટલરે 12 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 20 રન બનાવ્યા છે.
ઓવર 3: રાજસ્થાન રોયલ્સે 3 ઓવરમાં 39 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 9 બોલમાં 22 રન અને જોસ બટલર 9 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 2: રાજસ્થાને 2 ઓવરમાં 32 રન બનાવ્યા છે. યશસ્વીએ 6 બોલમાં 20 રન બનાવ્યા છે. જ્યારે બટલરે 6 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યા છે.
ઓવર 1: રાજસ્થાન રોયલ્સે ધમાકેદાર શરૂઆત કરી. યશસ્વીએ પહેલી ઓવરમાં 5 ચોગ્ગા ફટકારીને 20 રન બનાવ્યા હતા. દિલ્હી માટે પહેલી ઓવર ઘણી મોંઘી સાબિત થઈ હતી. 1 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર - 20-0
દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટને જણાવ્યું કે ઓપનર જોસ બટલર ફિટ છે અને આજની મેચમાં રમી રહ્યો છે.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
રાજસ્થાન રોયલ્સ- જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ
દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર (કપ્તાન), મનીષ પાંડે, રિલી રોસોવ, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ (વિકેટકીપર), એનરિક નોર્ટજે, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર