સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. તેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કૃષિ કાયદો પાછું ખેંચવાનું બિલ રજૂ કર્યું જે પાસ થઇ ગયું. હવે તેને રાજ્યસભામાં રજૂ કરાશે. જો કે લોકસભામાં જ્યારે તોમર બિલ રજૂ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ ચર્ચાની માંગણી પર હોબાળો કરી રહ્યું હતું. ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહીને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. હોબાળાના લીધે રાજ્યસભાના કાર્યવાહી બે વાગ્ય સુધી સ્થગિત કરી દીધી.
વિપક્ષ કૃષિ કાયદા પર ચર્ચાની માંગણી કરી રહ્યું છે. જો કે સૂત્રોએ કહ્યું કે સરકાર કૃષિ કાયદા પર ચર્ચા માટે તૈયાર નથી. સરકારનું કહેવું છે કે જ્યારે પ્રધાનમંત્રી મોદી ખુદ માફી માંગી ચૂકયા છે તો પછી ચર્ચા કંઇ વાતની.
કોંગ્રેસ MSP એટલે કે ટેકાના ભાવ પર કાયદો બનાવવા અને આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાની માંગણી કરી રહ્યા છે. કોંગ્રેસે તેલના વધતા ભાવ પર પણ ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. રાજ્યસભામાં ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અને માકપાએ સ્થગત પ્રસ્તાવ આપ્યો છે.