ભારતમાં અનેક એવા મંદિર છે જ્યાં કંઈક અનોખું થતું રહે છે. દક્ષિણ ભારતના કેતુ મંદિરના ચમત્કારને વિશે સાંભળીને માણસો પણ આશ્ચર્ય પામે છે. આ મંદિરમાં કેતુને ચઢાયેલા દૂધનો રંગ બદલીને ભૂરો થઈ જાય છે. કેટલાક આવા ચમત્કાર ભગવાન શિવના હજારો વર્ષ જૂના શિવલિંગ સાથે જોડાયેલા છે. તમે અનેક શિવલિંગ જોયા હશે પરંતુ આ શિવલિંગની વાત અનોખી અને અદ્ભૂત છે. તો જાણો શિવલિંગ સાથે જોડાયેલા ચમત્કારને વિશે.
3 વાર રંગ બદલે છે શિવલિંગ
રાજસ્થાનના ઘોલપુરમાં આવેલું શિવમંદિરમાંનું શિવલિંગ દિવસમાં 3 વાર રંગ બદલે છે. સવારના સમયે આ શિવલિંગનો રંગ લાલ દેખાય છે. બપોરના સમયે આ શિવલિંગનો કલર કેસરિયો જોવા મળે છે. જ્યારે સાંજ થતા આ શિવલિંગનો રંગ શ્યામ થઈ જાય છે. અચલેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ આ શિવ મંદિર રાજસ્થાન અને મધ્યપ્રદેશની સીમા પર આવેલું છે. માન્યતા છે કે આ શિવલિંગના ચમત્કારનું રહસ્યને વિશે લોકો જાણતા નથી. આ શિવ મંદિરનો ઈતિહાસ પણ 300 વર્ષ જૂનો માનવામાં આવે છે.
થોડું થોડું કરીને વધે છે શિવલિંગ
આ શિવલિંગની સાથે એક રહસ્યમયી ઘટના જોડાયેલી છે. આ શિવલિંગ કેટલું લાંબું છે તેની જાણકારી કોઈને મળી રહી નથી. જો કે તેનો ખ્યાલ મેળવવા માટે તેને અનેક વાર ઊંડે સુધી ખોદવામાં પણ આવી રહ્યું છે. આખરે તેને ભગવાનનો ચમત્કાર માનીને ખોદકામ બંધ કરવું પડ્યું હતું. માન્યતા એ પણ છે કે શિવલિંગ દર વર્ષે થોડું થોડું કરીને વધે છે. જે ભક્તો અહીં આવે છે તે મન્નત માંગે છે અને તેમની મનોકામના પૂરી થાય છે.