ચૌદ વર્ષથી વધુ સમયગાળાના સંશોધન બાદ યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ્ એગ્રીકલ્ચર(USDA)એ જિનેટિકલી મોડિફઈડ ટામેટાંનાં વાવેતર માટે સત્તાવાર મંજૂરી આપી છે. તેનો રંગ સામાન્યરીતે જોવા મળતા ટામેટાંના લાલ રંગથી વિપરીત પર્પલ જોવા મળશે અને તે સ્થાનિક સ્તરે બજારમાં પ્રાપ્ય ભુટ્ટા જેવો રંગ ધરાવતાં હશે. આ કંપનીના બિયારણ નોર્ફેક પ્લાન્ટ સાયન્સિસ(એનપીએસ)એ તૈયાર કર્યું છે. અને તે આગામી કેલેન્ડર 2023માં માર્કેટમાં વેચાણ માટે પ્રવેશ કરશે.
એન્થોસાયનિન્સ એન્ટિઓક્સિડેન્ટ પેદા કરશે
પર્પલ ટામેટાં ઊંચી માત્રામાં એન્થોસાયનિન્સ નામનું એન્ટિઓક્સિડેન્ટ પેદા કરતાં હશે. એક સાઈન્ટિફ્કિ રિપોર્ટમાં જણાવ્યા મુજબ હેમિઝાઈગૌઝ ડેલ/રોસ1 પ્લાન્ટમાંથી મળનારા પર્પલ ટામેટાં પ્રતિ 100 ગ્રામ ફ્રેશ વેઈટમાંથી અંદાજે 500 મિલીગ્રામ એન્થોસાયનિન્સ ધરાવતાં હશે. જ્યારે જંગલી પ્રકારના લાલ ટામેટાંમાં એન્થોસાયનિન્સની હાજરી માલૂમ પડતી નથી એમ યુએસડીએમાં કંપનીએ કરેલા ફઈલિંગમાં નોંધ્યું છે. ઘણા ખાદ્ય પદાર્થોમાં એન્થોસાયનિન્સની હાજરી માલૂમ પડે છે અને સંબંધિત ખાદ્ય પદાર્થના પર્પલ કલર માટે એન્થોસાયનિન્સ જવાબદાર હોય છે. આવા ખાદ્ય પદાર્થોમાં બ્લ્યૂબેરિઝ અને રેડ કેબેજનો સમાવેશ થતો હોય છે. એન્ટિઓક્સિડન્ટ મનુષ્યમાં ડાયાબિટીસ અને હ્ય્દયરોગના જોખમને ઓછું કરવામાં સહાયરૂપ બને છે.
સંશોધિત છોડમાં જીવાણુના જોખમની શક્યતા નથી
યુએસડીએ તરફ્થી એક નિવેદનમાં જણાવ્યા મુજબ અન્ય ટામેટાંની સરખામણીમાં તેને સંશોધિત છોડમાં જીવાણુના જોખમની શક્યતા નથી જોવા મળી અને તે પાર્ટ 340ના 7 સીએફ્આર રેગ્યુલેશન હેઠળ નથી આવતું. આનો અર્થ એ થાય છે કે પ્લાન્ટ પેસ્ટ રિસ્કના સંદર્ભમાં આ પ્લાન્ટનું યુએસમાં વાવેતર કરી શકાય છે તથા તેનો બ્રિડિંગમાં ઉપયોગ પણ થઈ શકે છે. યુએસડીએની મંજૂરી બાદ સંશોધિત બિયારણનો વાવેતરમાં ઉપયોગ થઈ શકે છે. તેને હવે કોઈ નિયમો અટકાવતાં નથી. તેમજ તે સમગ્ર યુએસમાં વાવી શકાય છે. જોકે છોડ પર ઉત્પાદિત ટામેટાંના બજારમાં વેચાણ અગાઉ કેટલીક વધુ સ્ક્રિટિનીમાંથી પસાર થવું પડશે. તેમાં પ્રથમ તો આ છોડના બિયારણનું વેચાણ ઓપન માર્કેટમાં કરવું પડશે અને હોમ ગ્રોઅર્સ તરફ્થી મળનારા પ્રતિભાવનું રેકોર્િંડગ કરવાનું રહેશે.