જુનાગઢમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. જેમાં કીર્તિ પટેલ સહિત 10 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમાં ભેસાણના જમન ભાયાણીએ ફરિયાદ નોંધાવી છે. તેમજ કીર્તિ પટેલ ગેરકાયદેસર મંડળી રચી ભેસાણ આવી હતી. તથા ભેસાણના યુવક સાથે સોશિયલ મીડિયામાં બબાલ થઈ હતી. તથા માથાકૂટ કરવા મંડળી રચી કીર્તિ પટેલ ભેસાણ પહોંચી હતી.
કીર્તિ પટેલ અને વિવાદને જૂનો નાતો રહ્યો છે
પોલીસે કીર્તિ પટેલ સહિત 10 શખ્સોની અટકાયત કરી છે. ટિકટોક વીડિયો દ્વારા ફેમસ થયેલી કીર્તિ પટેલ અને વિવાદને જૂનો નાતો રહ્યો છે. અગાઉ કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમાં અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહિલાને સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી
જણાવી દઇએ કે અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં કોમલ પંચાલ નામની મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હતો. કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી.અંતે કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.