13 જૂનના રોજ સૌથી મોટી નિર્જળા એકાદશી છે. પંચાંગમાં આ એકાદશીનું સૌથી વધારે મહત્વ છે. તેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે મહાભારત કાળમાં પાંડવ પુત્ર ભીમે આ વ્રત કર્યું હતું, એટલા માટે તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. જ્યાતોષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.