સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસમાં આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. જેમાં કાફે, કોલેજ અને હત્યા સ્થળે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ SIT દ્વારા પુરાવાઓ અંગે પણ તપાસ કરવામાં આવી છે. તેમજ સી.આર.પાટીલ ગ્રીષ્માના પરિજનો સાથે મુલાકાત કરશે.
ગ્રીષ્મા હત્યા કેસમાં ડિજિટલ ફોરેન્સિક એવિડન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે. તથા ફેનિલ ગોયાણી ત્રણ દિવસના રિમાન્ડ પર છે. સરાજાહેર હત્યા કરનાર ફેનિલની ઝડપથી અને મજબૂત તપાસ થાય તે માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે. તેમાં ટીમમાં વડા તરીકે ડાંગ એસ.પી. રવિરાજસિંહ જાડેજા છે. તથા સુપરવિઝન અધિકારી તરીકે ડી.વાય.એસ.પી. બી.કે. વનાર, ભાર્ગવ પંડ્યા અને એ.એસ.પી. બિશાખા જૈનની નિમણૂક કરાઇ છે. આ ટીમમાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ગીલાતર, વાઘેલા, ભટોલ, બારડ અને ગોહિલ ઉપરાંત સબ ઇન્સ્પેક્ટર મનોજ પાટીલને મૂકવામાં આવ્યા છે.
જાણો સમગ્ર ઘટના :
પાસોદરાની ગ્રીષ્મા વેકરીયાની હત્યા મામલે આરોપી ફેનિલે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. જેમાં તેણે જણાવ્યું છે કે પ્રેમસંબંધનો ભાંડો ફૂટતાં વાતચીત બંધ થઈ હતી. તેમાં ગ્રીષ્માના મામાએ ફોટો જોતાં ફોન લઈ લીધો હતો. તથા પરિવારજનોને 5થી7 લોકોએ માર માર્યાનો ફેનિલે દાવો કર્યો હતો. તેમજ ઘટનાથી લાગી આવતા હત્યા કર્યાની કબૂલાત કરી છે. તથા આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરાશે. જેમાં બીજા ખુલાસા થઇ શકે છે.
જાહેરમાં ગળે ચપ્પુ ફેરવનારા હત્યારાએ લૂલો બચાવ કર્યો
જાહેરમાં ગળે ચપ્પુ ફેરવનારા હત્યારાએ લૂલો બચાવ કર્યો છે. જેમાં ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલ ગોયાણીએ પોલીસ સમક્ષ ચોકાવનારું નિવેદન આપ્યું છે. તેમાં પોલીસ સૂત્રો પાસેથી જાણકારી પ્રમાણે પ્રેમસંબંધનો ભાંડો ફૂટ્યા બાદ ગ્રીષ્મા મારી સાથે વાત નહોતી કરતી તેવું ફેનીલે જણાવ્યું છે. તથા ગ્રીષ્માનો ફોન મામાના હાથમાં આવી જતા ફોટા જોઈ લેતા પ્રેમસંબંધનો ભાંડો ફૂટ્યો હતો. તેમજ એક દિવસ રાત્રે ફેનિલના ઘરે ફોર વ્હીલર લઈને 5-7 માણસો આવ્યા હતા. જેમાં તું ફેનિલ છે કહીને તેમણે લાફો મારી દીધો હતો. તથા ફેનિલના માતા-પિતાને પણ માર માર્યો હતો. આ ઘટના પછી ફેનિલને મનમાં લાગી આવતા અંતે હત્યા કરી હોવાની ફેનિલે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.