આજથી નવેમ્બર માસ (November Month) શરૂ થઇ ગયો છે અને દર મહિનાની પહેલી તારીખથી જ દેશમાં અમુક નિયમો કે બાબતોમાં કોઇને કોઇ ફેરફાર આવે છે. અમુક બદલાવોથી સામાન્ય માણસને રાહત મળે છે તો અમુક બદલાવો ખિસ્સા પરનું ભારણ વધારી દે છે. 1 નવેમ્બર, 2022થી પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ (LPG Price)માં ભારે ઘટાડો કરી દીધો છે, તો બીજી તરફ દિલ્હીમાં વીજળીમાં સબસિડી મેળવાનારા લોકો માટે નવો નિયમ આવી ગયો છે. અહીં આપણે જાણીશું આજથી થઇ રહેલા 5 બદલાવો (5 Changes in November) વિશે.
LPGના ભાવમાં ઘટાડો
મંગળવાર એટલે કે 1 નવેમ્બરથી સૌથી મોટી રાહત સામાન્ય માણસને મળવા જઇ રહી છે. IOCLએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 115 રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે. સતત છઠ્ઠો મહીનો છે, જ્યારે પેટ્રોલિયમ કંપનીએ ગેસની કિંમતોમાં ઘટાડો કર્યો છે. મે, 2022 બાદથી તેમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
નવા ઘટાડા બાદ હવે દેશના મહાનગરોમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતો પર નજર કરીએ તો દિલ્હીમાં ઇન્ડેનનો 19 કિલોના સિલિન્ડરની કિંમસ 1859.5 રૂપિયાથી ઘટીને 1744 રૂપિયા થઇ છે. કોલકાતમાં 1995.50 રૂપિયાથી ઘટીને 1846 રૂપિયા, મુંબઇમાં 1844 રૂપિયાથી ઘટીને 1696 રૂપિયા અને ચેન્નઇમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 2009.50 રૂપિયાથી ઘટીને 1893 રૂપિયા થઇ ગયો છે.
આ પણ વાંચો: મિશેલ સ્ટાર્કની ખરાબ લાઇન લેન્થ થ્રેશ થઈ, પેસર ધાકમાં હતો, વાઈડ થ્રો કરવા લાગ્યો
સિલિન્ડર ડિલીવરી માટે OTP ફરજીયાત
મંગળવારથી બીજો મોટો ફેરફાર ગેસ સિલિન્ડર સાથે પણ સંબંધિત છે. વાસ્તવમાં ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલી નવેમ્બરથી એલપીજી સિલિન્ડરને ઓટીપી-સર્વ કરવામાં આવશે. એટલે કે વન ટાઈમ પાસવર્ડ પ્રોસેસ હેઠળ તેની ડિલિવરી કરવામાં આવશે. આ અંતર્ગત ગેસ સિલિન્ડર બુક કરાવ્યા બાદ ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. તેને ડિલિવરી બોય સાથે શેર કરવી પડશે અને ઓટીપી સિસ્ટમ સાથે મેચ કર્યા બાદ સિલિન્ડરની ડિલીવરી મળશે.
વીમાકર્તાએ ફરજીયાત આપવી પડશે KYC ડિટેલ્સ
ત્રીજા મોટા ફેરફારની વાત કરીએ તો વીમા નિયામક IRDAI દ્વારા પણ 1 નવેમ્બર 2022થી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત હવે વીમા કંપનીઓ માટે કેવાયસીની વિગતો આપવી ફરજીયાત થઇ જશે. અત્યાર સુધી નોન લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે કેવાયસીની વિગતો આપવી સ્વૈચ્છિક છે, પરંતુ હવે આ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. એટલે કે વીમા ક્લેમ સમયે જો કેવાયસી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં ન આવે તો ક્લેમ કેન્સલ થઇ શકે છે.
ઈલેક્ટ્રિસીટી સબસિડીમાં નવો નિયમ
દિલ્હીવાસીઓ માટે 1 નવેમ્બરથી ચોથો ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે દિલ્હીમાં રહો છો અને વીજળીની સબસિડીનો લાભ લઈ રહ્યા છો, તો આ ફેરફારો તમને અસર કરશે. વાસ્તવમાં વિજળી સબસિડીનો નવો નિયમ મંગળવારથી દિલ્હીમાં લાગુ થઈ ગયો છે. આ અંતર્ગત જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને વીજળી પર સબસિડી નહીં મળે. આ જરૂરી કામ પતાવવા માટે તમારી પાસે 31 ઓક્ટોબર, 2022 સુધીનો સમય છે.
આ પણ વાંચો: બ્રિજ ખુલ્લો મુકાયો ત્યારે 8 વર્ષ સુધી નહીં તૂટે તેવી ડંફસો મારેલી
જીએસટી રીટર્નમાં નવો નિયમ
પાંચમા ફેરફારની વાત કરીએ તો 1 નવેમ્બરથી જીએસટી રિટર્નના નિયમો બદલાયા છે. હવે પાંચ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ જીએસટી રિટર્નમાં ચાર આંકડાનો એચએસએન કોડ લખવો પડશે. અગાઉ બે આંકડાનો HSN કોડ નાંખવો પડતો હતો. આ પહેલા 1 એપ્રિલ, 2022થી પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ચાર આંકડાનો કોડ અને તે બાદ 1 ઓગસ્ટ 2022થી 6 આંકડાનો કોડ નાખવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.