રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત ઓસમ ડુંગર ખાતે “તૃતીય ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા 2022-23” નું આયોજન તા.12 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યું છે, ત્યારે આ સ્પર્ધાના સુચારૂ આયોજન માટે ધોરાજી પ્રાંત અધિકારી જયેશ લીખિયાના અધ્યક્ષસ્થાને ઓસમ ડુંગર તળેટી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સ્પર્ધકોના રહેવા-જમવાની વ્યવસ્થા, ખોરાકની ગુણવત્તા, આરોગ્ય વ્યવસ્થા, લાઈટિંગની વ્યવસ્થા, રૂટ સાફ સફાઈ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, વન્ય જીવોથી સલામતી માટે પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં 8 જિલ્લાનાં જુનિયર વિભાગના ઉ.વર્ષ 14 થી 18 સુધીના સ્પર્ધકો ભાગ લેવાના છે.
આ બેઠકમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.પી.દિહોરા, ધોરાજી મામલતદાર એમ.જી.જાડેજા, ઉપલેટા મામલતદાર એમ. ટી. ધનવાણી, ધોરાજી તાલુકા વિકાસ અધિકારી પી.ડી.ડઢાણીયા, પાટણવાવ સરપંચ પ્રવીણભાઈ પેથાણી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.