સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલે ગુનાની કબૂલાત ન કરતા ચકચાર ફેલાઇ છે. તેમાં હવે સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. તથા આરોપી ફેનિલને લાજપોર જેલ લઈ જવાશે. તેમજ સૌથી મહત્વની વાત તો એ છે કે આરોપી ફેનિલને સરકારી વકીલ અપાયા છે.
6 દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઇલ
આરોપી ફેનીલને પૂછવામાં આવ્યું હતુ કે ગુન્હો કબુલ છે તો ફેનિલે ના કહ્યું છે. જેમાં આરોપી ફેનીલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. તથા હવે આ કેસ સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. તથા આરોપીને ફરી લાજપોર જેલ લઈ જવાશે. પાસોદારમાં જાહેરમાં હત્યાના કેસમાં સંડોવાયેલાં આરોપી ફેનિલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મુળ અને કુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં 25 નજરે જોનારા સાક્ષી હતા. જેમાં નજરે જોનારાઓએ સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં ચપ્પુ હોવાથી તેની પાસે ગયા નહોતા.
190 સાક્ષીઓના ઘરે જઇને તેમના સ્ટેટમેન્ટ લીધા
દરમિયાન પોલીસે પહેલીવાર તમામ 190 સાક્ષીઓના ઘરે જઇને તેમના સ્ટેટમેન્ટ લીધા હતા. આ અઠવાડિયાથી જ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ શકે છે અને ચુકાદો પણ ઝડપથી આવે એવી ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમગ્ર કેસ-કાયદાકીય પ્રોસેસ પર નજર રાખી રહ્યા છે. મરનાર યુવતીના પરિવારજનો પણ ઇચ્છે કે તેઓ આ કેસ લડે. આ હત્યાના કેસમાં આરોપીની ધરપકડના 6 દિવસ બાદ જ કોર્ટમાં ચાર્જશીટ કરાઈ છે. ઉપરાંત ચાર્જશીટની સમગ્ર પ્રોસેસ જલદી થાય એ માટે પોલીસ તમામ 190 સાહેદોના ઘરે ગઇ હતી. સામાન્ય રીતે સાહેદોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે. જોકે આ કેસમાં એનાથી ઊલટું થયુ છે.
સરથાણાના કરૂણેશ રાણપરિયાની પુછપરછ
ગ્રીષ્મા હત્યા કેસમાં પોલીસે પાસના કાર્યકર્તા કરૂણેશ રાણપરિયાની પૂછપરછ કરી છે. તે ગ્રીષ્માના ઘરેથી થોડા અંતરે રહે છે. કરૂણેશનો સંબંધી ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલનો મિત્ર છે. તેથી ફેનિલ કરૂણેશ સાથે સંકળાયેલો હોવાનો મેસેજ સમાજમાં વહેતો થયો હતો.