આ નિર્ણાયક મેચમાં વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમી હતી અને 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. કોહલીએ 6 ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા હતા. મેચ બાદ તે ભાવુક થઈ ગયો હતો.
પાકિસ્તાને 8 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા
ભારતે સુપર-12 રાઉન્ડની પોતાની શરૂઆતની મેચમાં પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 20મી ઓવરમાં છેલ્લા બોલે છ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ નિર્ણાયક મેચમાં વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી અને 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. મેચ બાદ તે ભાવુક થઈ ગયો હતો. આ સાથે જ હાર્દિક પણ ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો. જીત બાદ કેપ્ટન રોહિતે વિરાટ કોહલીને પોતાના ખભા પર ઊંચક્યો હતો.
હાર્દિકે મને કહ્યું કે તારામાં વિશ્વાસ રાખ જે: કોહલી
મેચ બાદ વિરાટ કોહલી જ્યારે તે મેચ પોસ્ટ પ્રેઝન્ટેશનમાં વાત કરવા આવ્યો ત્યારે તેણે કહ્યું, આ અસાધારણ ઘટના છે. હાર્દિકે મને કહ્યું હતું કે તું તારામાં વિશ્વાસ રાખ જે, જ્યારે શાહીને પેવેલિયન છેડેથી બોલ ફેંક્યો ત્યારે મેં હાર્દિકને કહ્યું કે આ ઓવરમાં રન બનાવવાના છે. મોહમ્મદ નવાઝે એક ઓવર બાકી હતી તેથી અમને વિશ્વાસ હતો કે અમે જીતીશું.