પૂર્વમંત્રી અને ઘણાં લાંબા સમયથી બીમાર વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થયું છે. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે. આ અંગે વિઠ્ઠલભાઈના પુત્ર અને કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટ કર્યું હતું.
જયશ્રીકૃષ્ણ,આપણા સૌના વડીલ ખેડુતનેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ તા.૨૯/૭/૧૯ ને સોમવારના દિવસે દુ:ખદ અવસાન થયેલ છે.અંતિમ દર્શન : તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭થીબપોરના ૧૨ કન્યા છાત્રાલય-જામકંડોરણા,સ્મશાન યાત્રા : તા.૩૦/૭/૧૯ મંગળવાર બપોરે ૧ કલાકે નિવાસસ્થાનેથી પટેલ ચોક,જામકંડોરણા
જયશ્રીકૃષ્ણ,આપણા સૌના વડીલ ખેડુતનેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ તા.૨૯/૭/૧૯ ને સોમવારના દિવસે દુ:ખદ અવસાન થયેલ છે.અંતિમ દર્શન : તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭થીબપોરના ૧૨ કન્યા છાત્રાલય-જામકંડોરણા,સ્મશાન યાત્રા : તા.૩૦/૭/૧૯ મંગળવાર બપોરે ૧ કલાકે નિવાસસ્થાનેથી પટેલ ચોક,જામકંડોરણા. pic.twitter.com/cX1hNqu3Ba
— Jayesh Radadiya (@ijayeshradadiya) July 29, 2019
વિઠ્ઠલભાઈના નિધન અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું
પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે.
— Narendra Modi (@narendramodi) July 29, 2019
Saddened by the demise of senior BJP leader Shri Vitthalbhai Radadiya. I express my deepest condolences to his family and friends.
— Vijay Rupani (@vijayrupanibjp) July 29, 2019
Om Shanti...
વિઠ્ઠલભાઈની રાજકીય સફર
વિઠ્ઠલ રાદડિયાનો જન્મ 8 નવેમ્બર 1958ના રોજ જામકંડોરણામાં થયો હતો. ત્યાર બાદ તેમણે જામકંડોરણા તાલુકા પંચાયતન��ં પ્રમુખપદ સંભાળી રાજકીય સફરની શરૂઆત કરી હતી.
તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987)
ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009)
ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998)
સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998)
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003)
RDC બેંકના ચેરમેન(1995થી 2018 સુધી)
ઇફકો, ન્યૂ દિલ્હી ડિરેક્ટર (2004થી 2019)
સંસદસભ્ય પોરબંદર વિસ્તાર(2009થી 2019)