Sikandar Raza: ટી-20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવી સૌથી મોટો ઉલટફેર કર્યો છે. ગુરુવારે (27 ઓક્ટોબર) પર્થમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તે આઠ વિકેટે 129 રન જ બનાવી શક્યું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પ્રથમ મેચમાં પાકિસ્તાનને ભારત સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
ઝિમ્બાબ્વે સામેની હાર હવે પાકિસ્તાન માટે એક ખરાબ સપના સમાન બની રહેશે. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ પણ શાનદાર પારી રમી હતી. ઝિમ્બાબ્વેના સ્ટાર ખેલાડી સિકંદર રઝાએ ઓગસ્ટ 2022માં ત્રણ વખત રન બદલતા સદી ફટકારી હતી. સિકંદર રઝાએ આ પહેલા બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશ સામે રનનો પીછો કરતી વખતે તેણે સતત બે સદી ફટકારી હતી. આ રીતે તેણે આ મામલે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પણ બરાબરી કરી લીધી હતી.
આ પણ વાંચો: zim vs pak: ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનનો કારમો પરાજય, વર્લ્ડકપમાં મોટો ઉલટફેર
સિકંદર રઝાનો જન્મ 24 એપ્રિલ 1986ના રોજ પાકિસ્તાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં થયો હતો. 2002માં, તે તેના પરિવાર સાથે ઝિમ્બાબ્વે સ્થળાંતર થયો હતો. પરંતુ ત્યાંની નાગરિકતા મેળવવામાં 9 વર્ષ લાગ્યા. તેને આ અધિકાર 2011માં મળ્યો હતો. 11 વર્ષની ઉંમરથી તે એરફોર્સના પાયલટ બનવા માંગતો હતો. રઝાએ પાકિસ્તાનની એરફોર્સ સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો હતો, પરંતુ તે આંખની કસોટીમાં નિષ્ફળ ગયો હતો અને તેનું એ સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું.
સિકંદર રઝા સોફ્ટવેર એન્જિનિયર છે. તેણે સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. 2007માં તેણે નોર્સ ટીમ માટે ફર્સ્ટ ક્લાસ મેચ રમવાનું શરૂ કર્યું. વર્ષ 2010-11માં જ્યારે તેનો અભ્યાસ પૂરો થયો ત્યારે રઝાએ નક્કી કર્યું હતું કે તે પ્રોફેશનલ ક્રિકેટર બનવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સામેની મેચમાં કમાલ બાદ સિકંદર રઝાને વિશ્વ ક્રિકેટમાં વાસ્તવિક ઓળખ મળી હતી. 2013માં ભારતના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન તેણે 82 રન બનાવ્યા હતા. તે તેની માત્ર ચોથી વનડે મેચ હતી. એક સમયે એવું માનવામાં આવતું હતું કે સાતત્ય આ સુપર ક્લાસિક બેટ્સમેનની સૌથી મોટી નબળાઈ હતી અને આજે તેણે તેને પોતાની તાકાત બનાવી લીધી છે.