હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટયાના 10 દિવસે બાદ પરીક્ષા રદ્દ કરવા સરકારે નિર્ણય કર્યો છે. જેમાં હવે હેડ ક્લાર્ક પેપરલીક કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેવામાં આજે પેપરલીક કાંડમાં અસિત વોરાને CMનું તેડું આવ્યું છે. તેથી મુખ્યમંત્રી કાર્યાલય અસિત વોરા પહોંચ્યા હતા. જેમાં મુખ્યમંત્રીની સાથે બેઠક પૂર્ણ કરી આસિત વોરાએ જણાવ્યું હતુ કે આ બેઠક માત્ર શુભેચ્છા મુલાકાત હતી.
મુદ્રેશ પુરોહિતને સાબરકાંઠા લઈ જવાશે
તેમાં સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતની અટકાયત કરવામાં આવી છે. જેમાં સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે મુદ્રેશ પુરોહિતને સાબરકાંઠા લઈ જવાશે. તથા પેપર ખરીદવા નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ થશે. તેમજ પેપર ખરીદીમાં સામેલ વાલીઓ અંગે પણ તપાસ થશે.
અસિત વોરા સામે કડક પગલાં લેવાની માગ
પેપરકાંડમાં અસિત વોરાને બચાવવા સરકારના હવાતિયાં સામે આવ્યા છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી સૂર્યા ઓફસેટને કોન્ટ્રાક્ટ મળે છે. તેમાં સૂર્યા ઓફસેટના માલિક અસિત વોરાના માનીતા છે. તેથી અસિત વોરા સામે કડક પગલાં લેવાની માગ લોકો દ્વારા કરાઇ રહી છે.
બાથરૂમ જવાના બહાના દ્વારા પેપર લિકેજ કર્યાનું કારણ
ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી, ગૃહ વિભાગ અને સામાન્ય વહિવટ વિભાગ- GAD વચ્ચે બેઠક મળ્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 186 બેઠક માટે હવે માર્ચ મહિનામાંથી ફરીથી પરીક્ષા યોજવાનું જાહેર કર્યુ હતુ. જો કે, જેના અધ્યક્ષપણા હેઠળ સતત બીજી વખત પેપર લિકેજકાંડ રચાયો એ ગૌણ સેવા પસંદગી મંડળ- GSSBના ચેરમેન અસિત વોરાની હકાલપટ્ટી મુદ્દે આખી સરકાર હવાતિયા મારી રહી છે. ગૃહમંત્રીએ મીડિયા સમક્ષ પ્રિન્ટીંગ પ્રેસમાંથી સુપરવાઈઝર કિશોર આચાર્યએ બાથરૂમ જવાના બહાને પેપર લિકેજ કર્યાનું કારણ આગળ ધર્યુ હતુ.
લાખો યુવાનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો
ગાંધીનગર પોલીસે સૂર્યા ઓફસેટ નામના પ્રિન્ટીંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિતની પુછપરછ માટે અટકાયત કર્યાનું પણ બહાર આવ્યુ છે. મુદ્રેશ પુરોહિત અને અસિત વોરા વચ્ચેના ઘનિષ્ટ સંબંધો જગજાહેર છે. તેના કારણે જ GSSBના ચેરમેનની રૂએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર છાપવાનું કામ ગુજરાત બહારની એજન્સીને બદલે સૂર્યા ઓફસેટને સોંપાયાનું ચિત્ર ઉપસ્યુ છે. માત્ર બે જ વર્ષમાં LRD, બિન સચિવાલય ક્લાર્ક સહિત વર્ગ-૩ની ભરતીઓમાં સતત ત્રીજીવાર પેપર લિકેજને કારણે પરીક્ષા રદ્દ થતા સરકારી નોકરી માટે તૈયારી કરતા લાખો યુવાનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
ચેરમેનપદેથી અસિત વોરાની હકાલપટ્ટી નિશ્ચિત!
GSSBના ચેરમેનપદેથી અસિત વોરાની હકાલપટ્ટીની માંગણી વચ્ચે ગૃહમંત્રીએ કહ્યુ કે, આ કાંડમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કર્યાનું જણાવી તપાસ ચાલુ હોવાનું કહેતા જે કોઈ વ્યક્તિ સંડોવાયેલા હશે તેને છોડવામા નહી આવે. આ કેસ કોર્ટમાં ફાસ્ટ ટ્રેક રીતે ચલાવાશે. પેપર લિકેજકાંડ મુદ્દે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની સામે આક્ષેપો થયા છે, તેમની સામે શંકા છે પણ પુરાવા મળ્યા નથી’ એમ કહ્યુ હતુ. સરકારી ભરતીકાંડની ઘટનામાં ભાજપ સાથે જોડાયેલા કોઈ પણ નેતા કે કાર્યકરની ભૂમિકા સ્પષ્ટ થશે તો આકરામાં આકરી કાર્યવાહી થશે. પાટીલના આ નિવેદન બાદ નવી પરીક્ષા પહેલા ચેરમેનપદેથી અસિત વોરાની હકાલપટ્ટી નિશ્ચિત હોવાનું મનાય છે.
આસિત વોરાને ચેરમેન પદેથી હટાવી SIT તપાસની માંગ
પ્રાંતિજ પોલીસે FIRમાં મુખ્ય સુત્રધાર તરીકે દર્શાવેલા જયેશ પટેલની ધરપકડ કર્યા બાદ એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ કહ્યુ કે, પેપર લિકેજકાંડના મુખ્ય સુત્રધારો બીજા છે. સરકારે પહેલા તો GSSBના ચેરમેનપદેથી અસિત વોરાને તત્કા�� હટાવીને પોલીસ- IAS ઓફિસરોની સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમ- SIT રચીને તપાસ કરાવે. જ્યાં સુધી અસિત વોરા ચેરમેનપદે રહેશે ત્યાં સુધી ઉમેદવારોને ગૌણ સેવા પસંદગી મંડળ અને ભરતી પરીક્ષાઓની પારદર્શકતા ઉપર ભરોસો રહેશે નહી.