રાત્રે 1.30 વાગ્યે 100 વર્ષમાં બીજો મોટો ચંદ્રગ્રહણ દેખાયું હતું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સુર્યગ્રહણ બાદ આ વર્ષે બીજુ ચંદ્રગ્રહણ થયું હતું. આ ચંદ્રગ્રહણનું ખાસ મહત્વ છે. આ વખતનો ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગ બન્યો હતો જે 149 વર્ષ પહેલા 12 જુલાઈ 1870ના રોજ ગુરૂપુર્ણિમા પર બન્યો હતો. મોડીરાતે 1.31 વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થયું હતું જે સવારે 4.30 પૂર્ણ થયું હતું.
આ પ્રમાણે થશે દરેક રાશિ પર અસર
મેષ રાશિ: આ રાશિ માટે ગ્રહણનો યોગ શુભ રહેશે. આ લોકોને સફળતાની સાથે માન-સન્માનની પ્રાપ્તિ થશે. ધન લાભ મળવાની સંભવાના છે.
વૃષભ રાશિ: તમારા માટે આ સમય કષ્ટદાયક રહેશે. સાવધાન રહીને કામ કરવું પડશે. કારણ કે ધનહાનિ થઇ શકે છે.
મિથુન રાશિ: આ સમય થોડો દુખદ રહેશે. કામ સમય પર પૂર્ણ નહીં થાય અને વિધ્ન આવશે. ધૈર્ય રાખો.
કર્ક રાશિ: કર્ક રાશિ માટે સમય ઉત્તમ છે. કામ જલ્દી પૂર્ણ થશે અને આશા અનુરૂપ ફલ મળશે. સુખદ વાતાવરણ રહેશે.
સિંહ રાશિ: તણાવ વધી શકે છે. વિધ્નોના લીધે કામમાં મન નહીં લાગે. મન શાંત રાખો. અમુક દિવસ બાદ સમય અનુકૂળ થઇ જળે.
કન્યા રાશિ: ચિંતાઓ વધી શકે છે. નોકરીમાં અધિકારઓનો સહયોન ન મળવાથી મન ઉદાસ રહેશે. બનેલા કામ બગડી શકે છે.
તુલા રાશિ: લાભદાયક સમય રહેશે. વિચારેલા કામ સમય પર પૂરા કરી શકાશે. અવિવાહિતોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે.
વૃશ્વિક રાશિ: તમારા માટે સાવધાન રહેવાનો સમય છે. થોડી પણ બેદરકારી મોટી હાનિ કરી શકે છે.
ધન રાશિ: સતર્કતા રાખવી પડશે. કોઇ નજીકની વ્યક્તિ દગો આપી શકે છે. નોકરીમાં નુકશાન થવાના યોગ બની રહ્યા છે.
મકર રાશિ: આ સમયમાં તમને સંઘર્ષ કરવો પડશે. જૂની યોજનાઓ વિફળ થઇ શકે છે. કોઇ અજાણી વ્યક્તિ પર ભરોસો ના કરો
કુંભ રાશિ: આ રાશિ માટે સમય શુભ રહેવાનો છે. ઉપલબ્ધિ મળી શકે છે. કામ સમય પર પૂર્ણ થઇ જશે અને વર્ચસ્વ વધશે.
મીન રાશિ: તમને લાંબા અંતરની યાત્રા પર જવુ પડી શકે છે. આ યાત્રાથી લાભ મળશે. ભવિષ્યને લઇને પ્રસન્ન રહેશો.