જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત રાશિ 2078 ફાગણ સુદ છઠ્ઠ. મંગળવાર, ગોરુપિણી ષષ્ઠિ. વિશ્વ સાક્ષરતા દિવસ.
મેષ રાશિ
અગત્યના કામકાજો માટે સાનુકૂળતા સર્જાય, મિત્ર ઉપયોગી બને, પ્રવાસ મજાનો નિવડે.
વૃષભ રાશિ
નાણાકીય સમસ્યાનો ઉકેલ સાંપડે, મહત્ત્વની કામગીરી માટે પ્રગતિકારક, વિઘ્ન હટે.
મિથુન રાશિ
નકારાત્મક વિચારો- ચિંતા છોડીને કાંઈ કરવાથી ઇષ્ટ ફળ આવી મળે, સ્નેહીથી મિલન.
કર્ક રાશિ
નોકરી-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓનો હલ મેળવી શકો. પ્રેમની વસંત મહેંકી ઊઠે.
સિંહ રાશિ
કાર્ય સફળતા માટે ધીરજ અને સમાધાનવૃત્તિ ઉપયોગી બને, સામાજિક પ્રસંગ અંગે સાનુકૂળતા.
કન્યા રાશિ
વ્યવસાયિક મુશ્કેલીઓ હળવી થાય, કૌટુંબિક ચિંતાનો ઉપાય મળે, પ્રવાસ, મુલાકાત.
તુલા રાશિ
સામાજિક કામકાજ અંગે સાનુકૂળ દિવસ, નાણાકીય સમસ્યા જણાય, વિવાદ ટાળજો.
વૃશ્ચિક રાશિ
લાભ કરતા વ્યયનો અનુભવ થતો લાગે, તમારી ચિંતાઓનો ઉકેલ મળે, સ્વજનની સહાય સાંપડે.
ધન રાશિ
આદર્યા કામ અધૂરા ન રહી જાય તે માટે મક્કમ રહેવું પડે, ગૃહજીવનની બાબતો પર ધ્યાન આપવું પડે.
મકર રાશિ
લાભ કોઈ અટકાવે નહીં તે જોજો. લક્ષ્ય પર નજર હશે તો કામિયાબી આવી પડે.
કુંભ રાશિ
સ્વજનોથી ગેરસમજ ન સર્જાય તે જોજો, નાણાકીય સમસ્યાને લીધે પ્રગતિ અટકતી લાગે.
મીન રાશિ
સુખદાયી પ્રસંગ. વ્યવસાયિક સફળતા. કામ બનતા જણાય. નવીન તક મળે.