-
પરિવારના મુખ્ય સભ્યના નામે બને છે રાશનકાર્ડ
-
રાશન કાર્ડ બનાવવા માટે ફટાફટ કરી લો એપ્લાય
-
એક ક્લિકથી ઘરે બેઠા બનાવી લો રાશન કાર્ડ
દેશમાં વન નેશન વન કાર્ડની વ્યવસ્થા લાગૂ થયા બાદ લોકોને માટે રાશન કાર્ડનું હોવું જરૂરી છે. તેનો ઉપયોગ ફક્ત રાશન લેવા માટે નહીં પણ સસ્તું રાશન લેવા માટે થતું નથી. ઓળખપત્રના રૂપમાં પણ રાશન કાર્ડ કામ કરે છે. આ યોજનાના લાગૂ થયા બાદ કોઈ પણ રાજ્યના વ્યક્તિ આખા દેશમાં ક્યાંય પણ સસ્તા ભાવમાં રાશન લઈ શકે છે. વ્યક્તિની પાસે રાશનકાર્ડનું હોવું એ આધાર અને પાનકાર્ડ જેટલું જ મહત્વનું છે.
રાશન કાર્ડના હોય છે 3 પ્રકાર
- ગરીબી રેખાની ઉપર (APL)
- ગરીબી રેખાની નીચે (BPL)
- અન્ત્યોદય પરિવારને માટે
અંત્યોદય પરિવારની કેટેગરીમાં ખૂબ જ ગરીબ લોકોને રાખવામાં આવે છે. જેમાં વ્યક્તિની વાર્ષિક આવકના આધારે તેની કેટગરી નક્કી કરાય છે. આ સિવાય રાશન કાર્ડ પર સસ્તા દરે મળનારી ચીજો, તેમનું પ્રમાણ અલગ અલગ રહે છે. આ ગ્રામીણ અને નગરક્ષેત્ર પર આધાર અનુસાર અલગ અલગ હોઈ શકે છે.
આ શરતોનું પાલન કરવાનું છે જરૂરી
- રાશન કાર્ડ બનાવવા માટે વ્યક્તિનું ભારતના નાગરિક હોવુ અનિવાર્ય છે.
- વ્યક્તિની પાસે કોઈ અન્ય રાજ્યનું રાશન કાર્ડ હોવું જોઈએ નહીં.
- જેના નામનું રાશન કાર્ડ છે તેની ઉંમર 18 વર્ષથી વધારેની હોવી જોઈએ નહીં.
- 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના નામ માતા પિતાના રાશન કાર્ડમાં સામેલ કરી શકાય છે.
- એક પરિવારમાં પરિવારના મુખ્ય વ્યક્તિના નામે રાશન કાર્ડ હોય છે.
- રાશન કાર્ડમાં જેમનું નામ સામેલ કરાઈ રહ્યું છે તેનો પરિવારના મુખ્ય વ્યક્તિ સાથે નજીકનો સંબંધ જરૂરી છે.
- પરિવારના કોઈ પણ સભ્યના તેની પહેલાના કોઈ પણ રાશન કાર્ડમાં નામ ન હોવા જોઈએ.
આ રીતે કરી શકાય છે એપ્લાય
- રાશન કાર્ડ બનાવવા માટે સૌ પહેલા રાજ્યની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
- આ પછી Apply online for ration card ની લિંક પર ક્લિક કરો.
- રાશન કાર્ડ બનાવવા માટે આઈડી પ્રૂફના આધારે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, હેલ્થ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે આપવામાં આવે છે. રાશન કાર્ડ માટે અરજીની ફી 5 રૂપિયાથી લઈને 45 રૂપિયાની રહે છે. અરજી ભર્યા બાદ ફી ભરો અને એપ્લીકેશન સબમિટ કરો.
- ફીલ્ડ વેરિફિકેશન થયા બાદ તમારી અરજી યોગ્ય હશે તો તમારું રાશન કાર્ડ બની જશે.
આ ડોક્યુમેન્ટ્સની રહેશે જરૂર
રેશનકાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, સરકાર દ્વારા જાહેર કરાયેલ કોઈપણ આઈડી કાર્ડ, હેલ્થ કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ આઈડી પ્રૂફ તરીકે આપી શકાય છે. આ ઉપરાંત સરનામાના પુરાવા તરીકે પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, આવકનું પ્રમાણપત્ર, લાઈટનું બિલ, ગેસ કનેક્શન બુક, ટેલિફોન બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક, ભાડા કરાર જેવા દસ્તાવેજોની પણ જરૂર પડશે.