જો ટ્રાફિક પોલીસ દ્વારા ભૂલથી અથવા તમારી ભૂલ ન હોવા છતાં તમારા વાહનને લઈને મેમો કપાઈ ગયો હોય તો તમારે ગભરાવવાની જરૂર નથી. હવે તમે ઘણી રીતે તમારા મેમોને પડકારી શકો છો. તમારી પાસે મેમો રદ કરવા માટે પહેલાથી જ ઘણા વિકલ્પો છે. તમારે ફક્ત તેના વિશે જાણવાની જરૂર છે. આ માટે તમે ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર પણ કોલ કરી શકો છો. આ સિવાય તમે નજીકના પોલીસ સ્ટેશન પર પણ જાણકારી આપી શકો છો. જો આ નંબર પર તમારી ફરિયાદ નહીં સાંભળવામાં આવે તો તમારી પાસે અન્ય વિકલ્પ છે કે તમે તેને કોર્ટમાં ચેલેન્જ કરી શકો છો. જો તમે ટ્રાફિક પોલીસની ભૂલને સાબિત કરી લો છો તો તમારે મેમોના રૂપિયા ભરવાની જરૂર રહેશે નહીં.
અધિકારી કન્વીન્સ થશે તો તમારો મેમો રદ્દ થશે
જો તમે કાર, ટ્રક, મોટરસાયકલ, સ્કૂટર કે કંઈ પણ ચલાવો છો તો તમારો મેમો કપાઈ શકે છે. ખોટા મેમો ફાડવાની સ્થિતિમાં તમારે સૌ પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવાની રહેશે. જો તમારા મેમોના સમય અને દિવસને તમે ખોટો પુરવાર કરી શકો છો તો તે સારું છે. જો અધિકારી પણ તમારી વાત સાથે કન્વીન્સ થશે તો તમારો મેમો કેન્સલ કરાશે.
કોર્ટમાં પણ મેમોને કરી શકાશે ચેલેન્જ
આ રીતના ખોટા મેમોને તમે કોર્ટમાં પણ ચેલેન્જ કરી શકો છો. કોર્ટને કહી શકશો કે તમે કઈ રીતે સાચા છો. કોર્ટમાં કહેવાનું રહેશે કે તમારી તરફથી તેમાં કોઈ ભૂલ કરવામાં આવી નથી અથવા તમે તે દિવસે ત્યાં હતા નહીં. ટ્રાફિક પોલીસની મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે મેમો ફાડવામાં આવ્યો છે. કોર્ટ માની લે છે કે મેમો ખોટી રીતે મોકલવામાં આવ્યા છે તો તેઓ તેને કેન્સલ કરી દેશે અને તમારે રૂપિયા ભરવાની જરૂર રહેશે નહીં.
આ કારણોસર બને છે મેમો
ટ્રાફિક પોલીસે ઓવર સ્પીડિંગ, રેડલાઈટ જંપિંગ અને સ્ટોપ લાઈનથી આગળ ગાડી રોકી હોવાના કારણને યોગ્ય માનીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘનની જાણકારી માટે કેમેરા લગાવ્યા છે. આ કેમેરાથી ટ્રાફિક નિયમ તોડનારાને ઓટોમેટિક નંબર પ્લેટ રીડ કરીને મેમો જનરેટ કરાય છે. અનેકવાર લોકોની ગાડીની નંબરપ્લેટ પર તો નંબર યોગ્ય રીતે ન લખાયો હોવાના કારણે કે પછી નંબરપ્લેટ પર કીચડ હોવાના સંજોગોમાં નંબર યોગ્ય રીતે દેખાતો નથી. જેના કારણે મેમો બને છે. નંબર પ્લેટ યોગ્ય રીતે વંચાઈ ન હોવાના કારણે પણ ભૂલથી અલગ વ્યક્તિનો મેમો ફાટી શકે છે. જો તમે સાચા છો અને સાબિતિ આપો છો તો તમારો મેમો કેન્સલ પણ થઈ શકે છે અને તમારા રૂપિયા બચી શકે છે.