સરકારે 20 રૂપિયાનો સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી છે. જે 12-બાજુના બહુકોણ આકારનો હશે. તેનો બાહ્ય વ્યાસ 27 મીલીમીટર અને વજન 8.54 ગ્રામ રહેશે.
આ માહિતી નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સૂચનામાં આપવામાં આવી છે. નવા સિક્કામાં બાહ્ય રીંગ પર 65 ટકા તાંબુ હશે, 15 ટકા જસત તથા 20 ટકા નિકલ અને આંતરિક રિંગ 75 ટકા કોપર, 20 ટકા જસત અને 5 ટકા નિકલ હશે.
PM @narendramodi releasing the new series of visually impaired friendly circulation coins, in New Delhi. Rs.1, Rs.2, Rs.5, Rs.10 and Rs.20 are the various denominations of coins released as part of the new series. pic.twitter.com/FJf6WwWTQI
— PIB India (@PIB_India) March 7, 2019
સિક્કોના આગળના ભાગે અશોક સ્તંભ ચિહ્નિત થશે અને ‘સત્યમેવ જયતે’ લખ્યું હશે. ડાબા ભાગમાં ‘ભારત’ અને જમણા ભાગમાં ‘INDIA’ અંકિત થયેલ હશે. પાછળના ભાગમાં સિક્કાનું મૂલ્ય ’20’ અંકિત થયેલ હશે.
તેના ઉપર રૂપિયાનું પ્રતીક હશે. આ ઉપરાંત તેના પર અનાજની કોતરણી કરવામાં આવશે. આ ઉપરાંત, સરકાર 1, 2, 5 અને 10 રૂપિયાના નવી સિરીઝના સિક્કા રજૂ કરશે. ઉલ્લેખનિય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2009માં 10 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો હતો.