કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) ફરી એક વાર ચર્ચામાં છે. માંડવિયા 31 ઓગસ્ટની રાત્રે દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં અનિલ રાદડિયા બનીને સારવાર કરાવવા પહોંચી ગયા. હોસ્પિટલની વ્યવસ્થા અને સારવારથી માંડવિયા એટલા પ્રભાવિત થયા કે સારવાર કરનારા ડૉક્ટરોને બોલાવીને મંત્રાલયમાં (Ministry of Health and Family Welfare) સન્માનિત કર્યા. મનસુખ માંડવિયા 31 ઓગસ્ટની રાત્રે લગભગ 11:00-11:30 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા હતા. માંડવિયાએ ડૉક્ટરને સંબોધિત કરતા લખ્યું છે કે, મને ખુશી છે કે આપે ખૂબ જ સારી રીતે મારી સાથે વાતચીત કરી, મારી સમસ્યાઓ સમજી, મારી તકલીફો વિશે પોતાની ડાયગ્નોસિસ આપી અને મારી સારવાર કરી. મેં જાણ્યું કે આપનો આ સેવા ભાવ સીજીએચએસ (CGHS)ના ડૉક્ટરથી અપેક્ષિત વ્યવહારને અનુકૂળ હતો. તેના માટે હું આપને બિરદાવું છું.
છેતરપિંડી:સુરતમાં ઠગ મહિલાએ પાલિકામાં કાયમી નોકરીના બોગસ કોલ લેટર આપી 4 યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા, 1 વિદ્યાર્થીએ 5.50 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી
આરોગ્ય મંત્રી જ્યારે દર્દી બનીને પહોંચ્યા હોસ્પિટલ
મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) પત્રમાં વધુ લખ્યું છે કે, આપની વિનમ્રતા, કર્તવ્યનિષ્ઠા, વિશેષજ્ઞતા અને પોતાના કર્મ પ્રત્યે સમર્પણ CGHSના હેઠળ દેશભરમાં કામ કરી રહેલા ડૉક્ટરો અને અન્ય ડૉક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને પ્રેરણા આપનારું છે. જો દેશના તમામ CGHS ડૉક્ટર, અન્ય ડૉક્ટર અને સ્વાસ્થ્યકર્મી પોતાને ત્યાં આવનારા દર્દીઓની સારવાર આવી જ સંવેદના સાથે કરે તો આપણે સૌ મળી વડાપ્રધાન મોદીજીના સ્વસ્થ ભારતના સપનાને પૂરું કરી શકીશું.
મનસુખ માંડવિયાએ ડૉક્ટરને કર્યા સન્માનિત
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandaviya) આગળ લખ્યું કે, મને પૂરી આશા છે કે તમે ભવિષ્યમાં પણ આવા જ સેવા ભાવ અને સમર્પણની સાથે કામ કરતા રહેશો અને સારી સારવારના માધ્યમથી લોકોને સ્વાસ્થ જીવન આપીને રાષ્ટ્ર સેવાનું કામ કરશો. આપને ખૂબ-ખૂબ શુભકામનાઓ.
CGHS सेवा की व्यवस्था को परखने के लिये मैं एक सामान्य रोगी बनकर दिल्ली की एक डिस्पेंसरी में गया।
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 2, 2021
मुझे खुशी हुई कि वहां कार्यरत चिकित्सक अरविंद कुमार जी की ड्यूटी के प्रति कर्तव्यनिष्ठा और उनका सेवा भाव प्रेरित करने वाला है।अपने कार्य के प्रति उनके समर्पण की मैं सराहना करता हूँ। pic.twitter.com/xxdM2WWGvS
નોંધનીય છે કે, આરોગ્ય મંત્રી ગત મંગળવારે પાંચ દિવસમાં બીજી વાર કોવિડ-19 વિરોધી રસીના એક કરોડથી વધુ ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 65 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. કેન્રીવસય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તેના માટે સતત પ્રયાસરત છે.
ટીબી વિરુદ્ધની લડાઈની સમીક્ષા કરી
ત્યારબાદ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરૂવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ અને હેલ્થ સેક્રેટરીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન મનસુખ માંડવિયાએ ટીબીને ખતમ કરવા માટે કરવામાં આવેલા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં પ્રગતિની સમીક્ષા કરી.