વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારા બાદ અજંપાભરી શાંતિ છે. જેમાં 5 મહિલા સહિત 24 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમજ CCTV અને બાતમીદારોની મદદથી અટકાયત કરવામાં આવી રહી છે. જેમાં ઘર્ષણમાં કેટલીક મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે કોમ્બિંગ કરી 5 મહિલા સહિત 24 લોકોની અટકાયત કરી
આજે તમામ દુકાનો અને બજારો ખુલ્લા જોવા મળ્યા છે. તેમજ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી થઈ શકે છે. તથા કોર્પોરેશન સમગ્ર વિસ્તારમાં સર્વે કરશે. તથા સર્વે બાદ ડિમોલિશનની કાર્યવાહી શક્ય બનશે. તથા ફતેપુરા વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. તેમાં SRP અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત છે. રામ નવમી નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા મામલે ગઈકાલે પોલીસે કોમ્બિંગ કરી 5 મહિલા સહિત 24 લોકોની અટકાયત કરી છે.
હજુ પણ 20 પથ્થર બાજોની પોલીસ શોધખોળ કરી રહી છે
354 બોડી વોર્ન કેમેરા અને સીસીટીવીના ફૂટેજમાં જે પથ્થર બાજો દેખાયા છે તેમને પકડવાની કામગીરી આજે પણ યથાવત છે. 20થી વધુ ઘરની અંદર તપાસ કરવામાં આવી હતી. પરંતુ પથ્થર બાજો ફરાર થયા છે. તેમજ હજુ પણ 20 પથ્થર બાજોની પોલીસ શોધખોળ કરી રહી છે. તેમાં પથ્થર બાજો ઘર છોડી પલાયન થયા છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તાર અને શહેર બહાર પથ્થરબાજો છુપાયા છે. જોકે પોલીસ કોઈપણ ભોગે પથ્થરબાજોને પકડી પાડવા માટે એક્શન પ્લાન બનાવી ચૂકી છે